Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી સરકારની યોજનાઓની આડમાં આમ આદમી પાર્ટીની જાહેરાતો પ્રકાશિત કરવા બદલ કેજરીવાલને...

    દિલ્હી સરકારની યોજનાઓની આડમાં આમ આદમી પાર્ટીની જાહેરાતો પ્રકાશિત કરવા બદલ કેજરીવાલને રૂ. 164 કરોડ ભરવા આદેશ

    આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર આરોપ મુક્યો છે અને કહ્યું છે કે આ તમામ કાર્યવાહી ભાજપ દિલ્હીના લોકોને હેરાન કરવા માટે કરાવી રહી છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોમાં પોતાની ખર્ચાળ જાહેરાતો કરવા માટે જાણીતી છે. હાલમાં જ સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન પણ આ જોવા મળ્યું હતું. પરંતુ આ ખર્ચાળ જાહેરાતો કરવા બદલ હવે આમ આદમી પાર્ટી એટલેકે આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ મુશ્કેલીમાં મુકાયા છે.

    લગભગ એક મહિના અગાઉ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ જાહેરાતો દિલ્હી સરકારના ખર્ચે આમ આદમી પાર્ટી કરતી હોવા અંગેની તપાસ શરુ કરાવી હતી. થોડા સમય પહેલાં મળેલા સમાચાર અનુસાર હવે ધ ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ પબ્લીસીટી (DIP) દ્વારા આમ આદમી પાર્ટીને રૂ. 164 કરોડની રીકવરી નોટીસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    આમ આદમી પાર્ટીએ આ રકમ દિન દસમાં ચૂકવવાની રહેશે. જો આપ આ રકમ દસ દિવસમાં નહીં ચુકવે તો કાનૂની રાહે જે પગલાં લેવાના થતાં હશે તે લેવામાં આવશે. ભારતની સુપ્રિમ કોર્ટે સરકારો કઈ રીતે વિવિધ પ્રચાર અને પ્રસાર માધ્યમોમાં પોતાની જાહેરાત કરી શકે છે તેની સ્પષ્ટ ગાઈડલાઈન્સ આપી ચુકી છે. આ ગાઈડલાઈન્સનો ભંગ કરીને સરકારને નામે પક્ષની ખર્ચાળ જાહેરાત કરવાનો આરોપ આમ આદમી પાર્ટી પર ઘણી વખત લાગી ચુક્યો છે.

    - Advertisement -

    આ જ ગાઈડલાઈન્સનો અમલ કરવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ દ્વારા બનાવવામાં આવેલી ત્રણ સભ્યોની ટીમ સમક્ષ દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં દિલ્હી અને દિલ્હીની આસપાસના વિસ્તારો સિવાયના રાજ્યોમાં વિવિધ જાહેરાતો દ્વારા અન્ય રાજ્યોમાં બનતી ઘટનાઓ પર અરવિંદ કેજરીવાલના વિચારો જણાવવામાં આવ્યાં હતાં. આ જાહેરાતો સ્પષ્ટરીતે જે-તે રાજ્યમાં આપની વિપક્ષી પાર્ટીઓને ટાર્ગેટ કરતી હતી.

    મળતી માહિતી અનુસાર DIP દ્વારા અરવિંદ કેજરીવાલને જે 162 કરોડ રૂપિયાની વસુલાતની નોટીસ ફટકારવામાં આવી છે તેમાંથી 99.31 કરોડ રૂપિયા 31 માર્ચ 2017 સુધી આપ દ્વારા રાજનૈતિક જાહેરાતો પર કરેલો ખર્ચ છે. બાકીના 64.31 કરોડ રૂપિયા આ ખર્ચ પર લાગુ કરવામાં આવેલા દંડાત્મક વ્યાજની રકમ ગણાવવામાં આવી રહી છે.

    જો અરવિંદ કેજરીવાલ આવનારા દસ દિવસોમાં આ નોટીસ અનુસારની રકમનો દંડ ભરવામાં નિષ્ફળ નીવડે છે તો દિલ્હીના LG વીકે સક્સેના તેમના અગાઉના આદેશ અનુસાર પાર્ટીની મિલ્કતો જપ્ત કરવાના આદેશ કાનૂની રાહે યોગ્ય સમયે આપી શકે છે.

    કોંગ્રેસ નેતા અજય માકનની ફરિયાદ પર લેવાયેલાં પગલાં અંગે પોતાનું મંતવ્ય આપતાં આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી પર આરોપ મુક્યો છે અને કહ્યું છે કે આ તમામ કાર્યવાહી ભાજપ દિલ્હીના લોકોને હેરાન કરવા માટે કરાવી રહી છે. જ્યારે અન્ય રાજ્યોની સરકારો બીજાં રાજ્યોમાં જાહેરાત આપી શકતી હોય તો દિલ્હી સરકાર વિરુદ્ધ કેમ આ પ્રકારની કાર્યવાહી થઇ રહી છે?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં