Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'યાત્રીગણ કૃપયા ધ્યાન દેં..': ઇટાવા રેલ્વે સ્ટેશન પર 'ડિમ્પલ ભાભી'ને વોટ આપવા...

    ‘યાત્રીગણ કૃપયા ધ્યાન દેં..’: ઇટાવા રેલ્વે સ્ટેશન પર ‘ડિમ્પલ ભાભી’ને વોટ આપવા એનાઉન્સમેન્ટ થતાં હોબાળો

    સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળ્યા બાદ એડીએમએ સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને પત્ર પાઠવી તપાસ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.

    - Advertisement -

    રાજકીય ચૂંટણીઓના માહોલમાં નેતાઓ અને તેમના સમર્થકો પ્રચારના અવનવા કીમિયા અજમાવતા જ હોય છે. પણ યુપીના ઇટાવામાં જે બન્યું તેની કોઈએ કલ્પના પણ નહિ કરી હોય. વાસ્તવમાં ઇટાવા રેલ્વે સ્ટેશન પર અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવને વોટ આપવા ઘોષણા કરવામાં આવી હતી. મોડી રાત્રે જ્યારે ઈન્કવાયરી કાઉન્ટર પરથી ‘ડિમ્પલ યાદવ ઝિંદાબાદ’ના નારા ગુંજવા લાગ્યા ત્યારે ત્યાં હાજર મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા.

    અહેવાલો અનુસાર રેલવે અધિકારીઓને આ અંગેની માહિતી મળતાં હોબાળો મચી ગયો હતો. બીજી તરફ સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળ્યા બાદ એડીએમએ સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને પત્ર પાઠવી તપાસ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ ડીએમ તરફથી ડીઆરએમ પ્રયાગરાજને પત્ર પણ લખવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એનાઉન્સમેન્ટ કાઉન્ટર પરથી મૈનપુરી લોકસભા સપાના ઉમેદવાર ડિમ્પલ યાદવ માટે ઇટાવા રેલ્વે સ્ટેશન પર જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન તેમના સમર્થનમાં નારા પણ લગાવવામાં આવ્યાં હતા.

    એનાઉન્સમેન્ટ પર લાગ્યા નારા

    - Advertisement -

    અહેવાલો અનુસાર શનિવારે રાત્રે 10.50 મિનિટે ઇટાવાના રેલ્વે સ્ટેશન પર ત્યારે હંગામો મચી ગયો જ્યારે પૂછપરછ બારીના માઈકમાં સપા ઉમેદવાર ડિમ્પલ યાદવ ઝિંદાબાદના નારા લાગ્યા. ચેક માઈકમાંથી આ નારા સાંભળીને ઘણા મુસાફરોએ વિરોધ કર્યો અને GRP સ્ટેશનમાં ફરિયાદ પણ કરી, પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. બીજી તરફ સ્ટેશન પર હાજર વ્યક્તિએ જણાવ્યું કે, સ્ટેશનના ઈન્કવાયરી માઈક પરથી અચાનક સપાના ઉમેદવાર ડિમ્પલ યાદવના ઝિંદાબાદના નારા લાગવા લાગ્યા હતા.

    આચારસંહિતાનું ઉલંઘન

    જ્યારે જિલ્લા વહીવટીતંત્રને સોશિયલ મીડિયા પર આવા પ્રચારની જાણ થઈ, ત્યારે અધિકારીઓએ તેને ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. એડીએમ જય પ્રકાશે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખીને જણાવ્યું હતું કે રેલ્વેના ચેક માઈક દ્વારા સપા ઉમેદવારને સમર્થન આપતા એનાઉસમેન્ટ આપવાની ઘટનાની તપાસ કરીને અને દોષિતો સામે કડક કાર્યવાહી કરી અને રિપોર્ટ આપવાના આદેશ આપવામાં આવ્યાં હતા.

    કડક કાર્યવાહીના આદેશ

    બીજી તરફ, રાત્રે પૂછપરછ કાઉન્ટર પર ફરજ બજાવતા કર્મચારી મંશા મુંડાએ જણાવ્યું કે શનિવારે રાત્રે પાંચ-છ લોકો બળજબરીથી અંદર ઘૂસ્યા હતા અને માઈક પરથી NCRMU (નોર્થ સેન્ટ્રલ રેલવે મેઈન યુનિયન) ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને ત્યારબાદ સપા ઉમેદવાર ડિમ્પલ યાદવ ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ચેક માઈક પરથી ડિમ્પલ ઝિંદાબાદના નારા લગાવીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે તાત્કાલિક ટુંડલા કંટ્રોલને જાણ કરવાનો પણ કર્મચારીએ દાવો કર્યો છે. સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ પી.એમ મીનાએ કહ્યું કે મામલો હાલ ધ્યાન પર આવ્યો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં