Saturday, July 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીની કેજરીવાલ સરકારના ફટાકડા પર પ્રતિબંધનો કાયદો 'ધુમાડે ગયો', લોકોએ મન મુકીને...

  દિલ્હીની કેજરીવાલ સરકારના ફટાકડા પર પ્રતિબંધનો કાયદો ‘ધુમાડે ગયો’, લોકોએ મન મુકીને ફટાકડા ફોડયા હોવાના વિડીયો સાથે ટ્વીટર પર #DhuaHuaKejriwal ટ્રેન્ડમાં

  ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા હિંદુઓના મહાપર્વ પર દિલ્હીની કેજરીવાલ સરકારનું ફરમાન જાહેર થયું હતું કે દિવાળી પર ફટાકડા ફોડનારને 6 મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. સાથેજ ફટાકડા વેચનારને 3 વર્ષ માટે જેલના સળિયા પાછળ જવું પડશે. દિલ્હીમાં દિવાળીના ફટાકડા ફોડનારને જેલમાં ધકેલી દેવાના ફરમાન વિષે દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જાણકારી આપી હતી.

  - Advertisement -

  દેશ ભરમાં હર્ષોલ્લાષથી હિન્દુઓના મહા પર્વ દિવાળીની ઉજવણી ચાલી રહી છે, સનાતન ધર્મનાં આ મુખ્ય તહેવારમાં વર્ષોથી લોકો ફટાકડા ફોડીને તહેવાર માનવાની પરંપરા ચાલતી આવી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય અનેક તહેવારોમાં અવનવા પ્રતિબંધોની જેમ દિવાળીમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે, તેવામાં દિલ્હીની કેજરીવાલ સરકારે પણ ફટાકડા ફોડવા પર દંડ સહીત જેલની સજાની જોગવાઈ સાથે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લડ્યો હતો, પરંતુ કેજરીવાલ સરકારના આ કાયદાને જાણે લોકો “ઘોળીને પી ગયા” હોય તેમ દિલ્હીના લોકોએ મન મુકીને ફટાકડા ફોડયા હોય તેવા વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, દિલ્હીમાં ફટાકડા ફોડવાના વિડીયો સાથે DhuaHuaKejriwal હેશટેગ પણ હાલ ટ્વીટર પર ટ્રેન્ડમાં જોવાં મળી રહ્યું છે.

  દિલ્હીમાં ફટાકડા ફોડવાના વિડીયો સાથે DhuaHuaKejriwal હેશટેગ લખીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, ઑપઈન્ડિયા કોઈ વિડીયોની પુષ્ઠી નથી કરી રહ્યું, પણ અમે અહી કેટલાક યુઝર્સની પ્રતિક્રિયાઓ ટાંકી રહ્યા છીએ.

  યોગી યોગેશ અગ્રવાલ નામના યુઝરે દિલ્હીના અરવિંદ કેજરીવાલ સરકારના ફરમાન વિરુદ્ધ જઈને મન મુકીને ફટાકડા ફોડી લોકોએ હિંદુ મહા પર્વ દિવાળીની ઉજવણી કરી હોય તેવો એક વિડીયો ટ્વીટ કર્યું, આ વિડીયોમાં જોઈ શકાય છે કે કોઈ એક જગ્યાએ લોકો ખુબ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડી રહ્યા છે, તેઓ લખે છે કે “દિલ્હી વાળાઓ એ જેલ ભરો આંદોલનન શરૂઆત કરી, દિલ્હીના તઘલખ ફર્જીવાલના ફતવાની હવા કાઢી નાંખી હતી.”

  - Advertisement -

  કેટલાક હિંદુફોબીક લોકોના બેવડા ધોરણો અને દાવાઓ કરતા હતા કે ફટાકડા ફોડવાથી શ્વાનોને તકલીફ થાય છે અને ફટાકડાના શોરબકોરથી તેઓ ડરે છે, આવા લોકોને તીખો જવાબ આપવાના હેતુંથી ઠાકુર સાહબ નામના યુઝર એક વિડીયો શેર કરે છે. જેમાં જોઈ શકાય છે કે એક મહિલા હાથમાં તારામંડળ લઈને સળગાવી રહી છે, જયારે તેમનો પાલતું શ્વાન તારામંડળ સળગતી જોઇને ખુબ ખુશ થઇ જાય છે અને તેમના માલિકની આજુ બાજુ રમવા લાગે છે, તેઓ લખે છે કે “મારા કટ્ટર હિંદુ પરિવારના પાલતું શ્વાનને ફટાકડા ખુબજ ગમે છે, હેપ્પી દિવાળી #DhuaHuaKejriwal”

  અન્ય એક નીતીશ કુમાર નામના યુઝર સદગુરુના ઉપદેશ વાળું એક પોસ્ટર શેર કરીને કેજરીવાલ સરકારની બેવડી નીતી વિષે પોતાની લાગણીઓ શેર કરે છે, તેમણે શેર કરેલા પોસ્ટરમાં મનુષ્યો દ્વારા રોજ કાપતા અબોલ જીવ માટે દયા દાખવવાનો સંદેશ છે, જયારે યુઝર કેજરીવાલ સરકારને ટાંકીને લખે છે કે ” અરવિંદ કેજરીવાલ, જનતાને આદેશ નથી, રીક્વેસ્ટ કરો, કારણકે જનતા કોઈના બાપની ગુલામ નથી. જો તમે ફટાકડા પર પ્રતિબંધ મુકવાની જગ્યાએ જો તમે વિનંતી કરી હોત તો કદાચ ફટાકડા ન ફૂટેત, અથવાતો ઓછા ફૂટેત, #DhuaHuaKejriwal જો ધ્યાન આપવું જ હોય તો આનાં ઉપર પણ ધ્યાન આપજો.”

  અન્ય એક મનજીત રાણા નામના યુઝરે ભાજપ નેતા તેજીન્દરપલ બગ્ગાએ કરેલા એક ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા સાથે એક વિડીયો મુકે છે, વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો અરવિંદ કેજરીવાલના ફોટા વાળા પોસ્ટરમાં કેજરીવાલના મોઢામાં ફટાકડો મુકીને ફોડે છે, જેમાં ફટાકડો ફૂટ્યા બાદ પોસ્ટર ફાટી જતું જોવા મળે છે. સાથેજ તેઓ લખે છે કે”ખબર નહિ આવા વિડીયો કોણ મોકલે છે, #DhuaHuaKejriwal”

  અન્ય એક શ્રવણ બિશ્નોઈ નામના યુઝરે તથાકથિત રીતે દિલ્હીનો એક વિડીયો શેર કર્યો છે જેમાં કોઈ સ્થળ પર મોટા પ્રમાણમાં ફટાકડા ફૂટતાં હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે, વિડીયો સાથે તેઓ લખી રહ્યા છે કે, ” નોંધનીય રીતે દિલ્હીએ આજે ખુબ મજા કરી અને ફટાકડા ફોડયાં, #DhuaHuaKejriwal”

  અન્ય એક હિરેન ગજેરા નામના યુઝર આ પ્રકારનો જ ખુબ ફટાકડા ફૂટતાં હોય તેવો એક વિડીયો શેર કરતા લખે છે કે, “જો ઔરંગઝેબની ઈચ્છા અનુસાર હિન્દુઓનો વિનાશ થયો હોત તો આજે એક પણ હિંદુ બચ્યો ના હોત, અને ભારત હિન્દુસ્તાન ન રહ્યો હોત, પણ અમને ખબર છે કે કયા સમયે શેનો વિરોધ કરવો, દિવાળી પર નવા યુગના ઔરંગઝેબ (અરવિંદ કેજરીવાલ) ના આદેશોને દરકિનાર કરીને દિલ્હીએ ખુબજ ઉત્સાહથી આતશબાઝી કરી,#DhuaHuaKejriwal”

  આ પ્રકારનીજ આતશબાઝી અને અગણિત ફટાકડા ફૂટતાં હોય તેવો વિડીયો શેર કરતા પુનીત બંસલ નામના યુઝર તઘલખી નિર્ણય પર કટાક્ષ કરતાં લખે છે કે, “આ વિડીયો બનાવતી વખતે કોઈજ જજ, રાજકારણી, કુતરાઓ કે જીવજંતુઓને હાની પહોંચાડવામાં નથી આવી, દિવાળી તે રીતેજ ઉજવવામાં આવી જે રીતે ઉજવવી જોઈએ, #DhuaHuaKejriwal”

  ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા હિંદુઓના મહાપર્વ પર દિલ્હીની કેજરીવાલ સરકારનું ફરમાન જાહેર થયું હતું કે દિવાળી પર ફટાકડા ફોડનારને 6 મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. સાથેજ ફટાકડા વેચનારને 3 વર્ષ માટે જેલના સળિયા પાછળ જવું પડશે. દિલ્હીમાં દિવાળીના ફટાકડા ફોડનારને જેલમાં ધકેલી દેવાના ફરમાન વિષે દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જાણકારી આપી હતી. પરંતુ દિલ્હીના તથાકથિત વિડીયો અને સોશિયલ મીડિયામાં કરવામાં આવતા દાવાઓ કેજરીવાલ સરકારના ફટાકડા પર પ્રતિબંધનો કાયદાને “ધુમાડે” ઉડાડ્યો હોય તેવી પ્રતીતિ થઇ રહી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં