Friday, September 13, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિચિત્તોડના શેઠ સાંવરિયા પર ભક્તો ઓળઘોળ, સોના ચાંદી સહિત કરોડોની ભેટ: આ...

    ચિત્તોડના શેઠ સાંવરિયા પર ભક્તો ઓળઘોળ, સોના ચાંદી સહિત કરોડોની ભેટ: આ મહિને આવ્યો 13 કરોડનો ચઢાવો

    13 કરોડની રોકડ ઉપરાંત પણ સાંવરિયા શેઠને લોકોએ ચઢાવાના રૂપે સોનું અને ચાંદી પણ ચઢાવ્યું છે. ભંડાર માંથી મંદિર સંચાલકોને 150 ગ્રામ સોનાના આભૂષણો તેમજ 56 કિલો 319 ગ્રામ ચાંદી પણ મળ્યું છે.

    - Advertisement -

    રાજસ્થાનના ચિત્તોડ ખાતે આવેલા સાંવરિયા શેઠ મંદિરમાં ભક્તોનો કરોડોનો ચઢાવો આવ્યો છે. ભગવાન કૃષ્ણના આ ધામમાં લોકોએ સોના અને ચાંદી પણ ચઢાવામાં આપ્યા છે. હજારો લાખો શ્રધ્ધાળુઓ અહીં મન મુકીને ચઢાવો અર્પણ કરે છે. નિયત કરેલા સમયે જયારે અહીં દાનપેટીઓ ખોલવામાં આવે છે ત્યારે ભલભલા લોકોની આંખો પહોળી થઇ જાય છે. આ વખતે 10 જાન્યુઆરીના રોજ ચઢાવાની રકમની ગણતરી શરૂ કરવામાં આવી તે છેક 16 જાન્યુઆરીએ પૂરી થઇ હતી.

    મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ચિત્તોડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ સાંવરિયા શેઠ સ્વરૂપે બિરાજમાન છે. તેમના મંદિરમાં ભક્તો શ્રધ્ધા અનુસાર ચઢાવો આપતા રહેતા હોય છે. પરંતુ આ વખતે મંદિરમાં આવેલા ચઢાવાએ ગત જાન્યુઆરીના રેકોર્ડ તોડી નાંખ્યા છે. સાંવરિયા શેઠ મંદિરમાં આ વખતે 13 કરોડનો ચઢાવો આવ્યો છે. આ સિવાય ભક્તોએ સોના અને ચાંદી પણ ભગવાનને અર્પણ કર્યા છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર 10 જાન્યુઆરી 2024ના રોજ મંદિરની દાનપેટીઓ ખોલવામાં આવી હતી. આ દાનપેટીઓમાં આવેલી ભેટની ગણતરી 4 ચરણમાં પૂર્ણ કરવામાં આવી હતી. પ્રથમ ચરણમાં 6.21 કરોડ, બીજા ચરણમાં 2.75 કરોડ, ત્રીજા ચરણમાં 1.67 કરોડ રોકડ નીકળી હતી. આ ઉપરાંત મંદિરને ઓનલાઈન અને મની ઓર્ડર દ્વારા મળેલા રૂપિયાનો હિસાબ કરતા તે 2.3 કરોડે પહોંચ્યો હતો. આમ વર્તમાનમાં ખોલવામાં આવેલા દાનપાત્રમાંથી કુલ 13 કરોડ જેટલી રકમ મળી હતી.

    - Advertisement -

    આતો થઇ રોકડ રકમની વાત. 13 કરોડની રોકડ ઉપરાંત પણ સાંવરિયા શેઠને લોકોએ ચઢાવાના રૂપે સોનું અને ચાંદી પણ ચઢાવ્યું છે. ભંડારમાંથી મંદિર સંચાલકોને 150 ગ્રામ સોનાના આભૂષણો તેમજ 56 કિલો 319 ગ્રામ ચાંદી પણ મળ્યું છે. આ ગણતરી દરમિયાન મંદિર મંડળના અધ્યક્ષ, ખજાનચી તેમજ મંદિર મંડળના સભ્યો સાથે બેંકના કર્મચારીઓ પણ આ ગણતરીમાં જોડાયા હતા.

    ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના સાંવરિયા શેઠ મંદિરમાં ભક્તોનો ખૂબ જ ધસારો રહેતો હોય છે. ભક્તો સતત ભેટ-ચઢાવો આપતા રહેતા હોવાના કારણે અહીં દર મહીને ભંડારો ખોલીને ગણતરી કરવી પડે છે. ગયા મહીને જયારે ભંડારો ખોલવામાં આવ્યો ત્યારે તેમાંથી 17.5 કરોડ રૂપિયા નીકળ્યા હતા. દિવાળી મહિનો હોવાના કારણે ત્યારે ગણતરી નહોતી થઇ શકી અને 2 મહિનાની ગણતરી ભેગી કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં