Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજકોટમાં 31stની રાતે અનોખી ઉજવણી: DJ અને આતશબાજી સાથે હજારો ભક્તોએ હનુમાન...

    રાજકોટમાં 31stની રાતે અનોખી ઉજવણી: DJ અને આતશબાજી સાથે હજારો ભક્તોએ હનુમાન ચાલીસા પાઠ, ભજનમાં મગ્ન થઇ હનુમાન જન્મોત્સવ ઉજવ્યો

    આ કથાનો પ્રારંભ 27 ડિસેમ્બરના રોજ થયો હતો. ભારતમાં આ પ્રથમ વાર છે જયારે આવી કોઈ યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું હોય. આ કથા સાળંગપુર ધામના વક્તા શ્રી હરિપ્રસાદદાસ સ્વામીના સાનિધ્યમાં યોજાઈ રહી છે. આ કાર્યક્રમ દરમિયાન 1000 જેટલા સ્વયંસેવકો ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે જેમાં 500 જેટલી મહિલાઓ પણ સાથ આપી રહી છે.

    - Advertisement -

    31 ડિસેમ્બરની રાતે જયારે આખું વિશ્વ પશ્ચિમી નવા વર્ષના આગમન માટેની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે તે જ સમયે રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે હજારો સનાતની લોકોએ પણ એક અનોખી ઉજવણી કરી હતી. અહીં ચાલી રહેલ હનુમાન ચાલીસા યુવા કથા અંતર્ગત લોકોએ શનિવારે રાતે હનુમાન જન્મોત્સવ ઉજવ્યો હતો.

    રાજકોટમાં ચાલી રહેલ હનુમાન ચાલીસા યુવા કથાનો ગઈકાલે 5મો દિવસ હતો, જયારે સૌએ હનુમાન જન્મોત્સવ ઉજવ્યો હતો. રેસકોર્ષ મેદાન ખાતે ચાલી રહેલ આ કથામાં હજારો માતા પિતા પોતાના બાળકોને ભગવાન હનુમાનના વેશમાં તૈયાર કરીને લાવ્યા હતા અને સૌના હાથમાં ગદા પણ જોવા મળી હતી.

    અહીં સંતો, ભક્તો, યુવાન, યુવતીઓ, પ્રૌઢ અને બાળકો બધા ભેગા થઈને ભજનોના તાલે ઝુમતા જોવા મળ્યા હતા. સૌએ ખુબ જ ભક્તિભાવથી હનુમાન જન્મોત્સવ ઉજવ્યો હતો. સાથે જ 51 કિલોની કેક કાપવામાં આવી હતી. આ દરમિયાન આકાશમાંથી પુષ્પવર્ષા કરાઈ હતી તથા ફાયર શોનું પણ આયોજન કરાયું હતું.

    - Advertisement -

    હનુમાન ચાલીસા યુવા કથા

    નોંધનીય છે કે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું ભવ્ય આયોજન રાજકોટમાં પ્રથમ વખત કરવામાં આવ્યું છે. આ કથા સાળંગપુર ધામના વક્તાશ્રી પરમ પૂજ્ય શ્રી હરિપ્રસાદદાસ સ્વામીના સાનિધ્યમાં યોજાઈ રહી છે. જેમાં હનુમાન ચાલીસાના પઠન સાથે તેનો ધાર્મિક અર્થ સમજાવવામાં આવ્યો હતો. જ્યારે અંદાજીત 30 હજાર લોકો એક સાથે આ કથાનું રસપાન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગોઠવવામાં આવી હતી. આ કથાની પુર્ણાહુતી પહેલી જાન્યુઆરીના દિવસે છે, ત્યારે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.

    આ કથાનો પ્રારંભ 27 ડિસેમ્બરના રોજ થયો હતો. ભારતમાં આ પ્રથમ વાર છે જયારે આવી કોઈ યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું હોય. આ કથા સાળંગપુર ધામના વક્તા શ્રી હરિપ્રસાદદાસ સ્વામીના સાનિધ્યમાં યોજાઈ રહી છે. આ કાર્યક્રમ દરમિયાન 1000 જેટલા સ્વયંસેવકો ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે જેમાં 500 જેટલી મહિલાઓ પણ સાથ આપી રહી છે.

    આ કથા સાંભળવા આવેલ દરેક ભક્તોને સ્થળ પર જ ચા-પાણી તેમજ પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દિલ્હી, રાજસ્થાન, મુંબઈ, ગુજરાત સહિતના રાજ્યના કલાકારો પોતાની કલા રજૂ કરી રહ્યા છે.

    આજે એટલે કે પહેલી જાન્યુઆરીએ આ કથાનું સમાપન થવા જઈ રહ્યું છે, જે માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ સમાપન પણ વિશેષ ઉજવણી સાથે થવાનું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં