ગાંજાના વેપારી હુસૈનની ધરપકડ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા તાલુકાના વરવાળા ગામે દૂધેલી તળાવ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચાલક એવા હુસૈન સાલેમામદ ઉર્ફે હુસૈન કેર નામના 35 વર્ષના મુસ્લિમ ભડેલા શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી આરોપી શખ્સે છુપાવી રાખેલો રૂપિયા 19,380 ની કિંમતનો 1.938 કિલોગ્રામ ગાંજો પોલીસે કબજે કર્યો હતો. અને ગાંજાના વેપારી હુસૈનની ધરપકડ કરી હતી.
એક મીડિયા અહેવાલ અનુસાર દરોડા દરમિયાન ઘટનાસ્થળ પરથી પોલીસે રૂ. એક હજારની કિંમતના એક મોબાઈલ તેમજ વજન કાંટો વિગેરે મળી, કુલ રૂપિયા 20,580 ના મુદ્દા માલ સાથે આરોપી હુસૈન કેરની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં રાજકોટમાં રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતા ઈસ્માઈલશા ઉમરશા શાહ નામના અન્ય એક શખ્સની પણ સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. ઈસ્માઈલશાની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ દ્વારકા પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી, તથા ગુનાની આગળની તપાસ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.એન. વાંઝાને સોંપવામાં આવી છે. ગાંજાના વેપારી હુસૈનની ધરપકડ બાદ દેવભૂમિ દ્વારકાના ગામડાઓમાં નશાનો કારોબાર ફેલાવનાર હુસૈનના અન્ય એક સહયોગીને પકડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કાર્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની સરહદોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર દરિયા કાંઠેથી દેશમાં નશાનો કારોબાર ચલાવવાના નાકામ પ્રયત્નો કરવામાં આવે છે. પરંતુ ગુજરાત પોલીસ, ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા નશાના કારોબારના કાવતરાને નિષ્ફળ બનાવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા તાલુકાના વરવાળા ગામે દૂધેલી તળાવ વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચાલક એવા હુસૈન સાલેમામદ ઉર્ફે હુસૈન કેર નામના 35 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી, આ સ્થળે આરોપી શખ્સે છુપાવી રાખેલો રૂપિયા 19,380 ની કિંમતનો 1.938 કિલોગ્રામ ગાંજો પોલીસે કબજે કર્યો હતો.
આ પહેલા પણ અનેક વખત પાડોશી દેશો માંથી ગુજરાતમાં કચ્છ સહિતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી અનેક વખત ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થ ગુજરાત અને દેશમાં અન્ય જગ્યાઓ પર ઘુસાડવાની કોશિશોને સુરક્ષાદળોએ નાકામ બનાવી હતી.