ગુજરાતનાં જાણીતાં મહિલા પત્રકાર અને ન્યૂઝ એન્કર દેવાંશી જોશી ટ્વિટર પર ટ્રોલ થઇ રહ્યાં છે. દેવાંશીને વિવાદિત ‘પત્રકાર’ બરખા દત્ત સાથે સરખાવવામાં આવી રહ્યાં છે. તો કોઈક તેમને આમ આદમી પાર્ટીનાં રિપોર્ટર ગણાવી રહ્યું છે. કોઈકે વળી એમ પણ કહ્યું છે કે તેઓ પણ ભવિષ્યમાં ઈસુદાન ગઢવીની જેમ જ રાહ પકડશે.
દેવાંશી જોશી ગુજરાતી મીડિયા ચેનલ GSTVમાં ન્યૂઝ એન્કર છે. આ ઉપરાંત, તેઓ ‘જમાવટ’ નામની એક ન્યૂઝ પોર્ટલ અને યુ-ટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેમાં તેઓ ગ્રાઉન્ડ રિપોર્ટ અને ‘વિશ્લેષણ’ કરતાં જોવા મળે છે.
તાજેતરમાં જ મોરબીમાં પુલ તૂટી પડવાની દુર્ઘટના બાદ પણ દેવાંશી જોશી અને જમાવટ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને રિપોર્ટિંગ કર્યું હતું. તેમના આ રિપોર્ટિંગ બાદ હવે તેમની સરખામણી બરખા દત્ત સાથે કરવામાં આવી રહી છે.
એક યુઝરે ટ્વિટર પર લખ્યું કે, દેવાંશી જોશી એ ગુજરાતી મીડિયાનાં બરખા દત્ત છે.
Devanshi Joshi is vernacular media's Barkha Dutt
— Viral R Patel વિરલ પટેલ (@PatelViral) November 1, 2022
આ સિવાય પણ ઘણા યુઝરો દેવાંશીની સરખામણી બરખા દત્ત સાથે કરી રહ્યા છે.
Devanshi joshi walking on the path of Barkha Dutt? #Gujarat
— Janki (@jaankiii_) November 2, 2022
અમુક યુઝરોએ એવી પણ આશંકા વ્યક્ત કરી કે તેઓ પણ બરખા દત્તની જેમ ‘પનોતી’ સાબિત થશે. અહીં ઉલ્લેખનીય છે કે કોઈ મોટી હસ્તીને કોઈ બાબતમાં નિષ્ફ્ળતા મળે કે કોઈ ક્રિકેટર કે બૉલીવુડ અભિનેતા ખરાબ પ્રદર્શન કરે ત્યારે સોશિયલ મીડિયા પર તેમના બરખા દત્ત સાથેના ફોટા વાયરલ થઇ જાય છે અને લોકો બરખા દત્તને જોડી દે છે. તાજેતરમાં પણ ઈલોન મસ્કે ટ્વિટરની કમાન સંભાળી લીધા બાદ ભારતીય મૂળનાં પોલિસી હેડ વિજયા ગડ્ડેને હાંકી કાઢવામાં આવ્યાં ત્યારે તેમની બરખા દત્ત સાથેની જૂની તસ્વીરો વાયરલ થઇ ગઈ હતી.
બરખા તો પનોતી છે. જેનાં પર પડછાયો પણ પડ્યો એનું તો સત્યાનાશ અને નિકંદન નીકળી ગયું છે. શરુઆત એના પોતાના ગુરુ અને બોસ થી થઈ જેણે ભારત છોડી ને ભાગી જવું પડ્યું! ટ્વિટર વાળા એનું વર્તમાન ઉદાહરણ!એનો થયેલો વાર પાણી પણ ના માંગે! ૧૦૦% સફળતા સાથે! 🤣🤣🤣🤣 આ બેન પણ એ જ છે??? pic.twitter.com/nKfAP85suO
— ॐ Mnoj Patel ॐ (@MnojSheladiya) November 3, 2022
ઘણા યુઝરોએ તેમની ચેનલ પર પણ સવાલ ઉઠાવ્યા છે. એક યુઝરે કહ્યું કે, તેમણે ચેનલ શરૂ કરી ત્યારે પણ તેમને લાગતું હતું કે તેઓ એક પાર્ટી માટે પ્રચાર કરે છે, પરંતુ તે કોણ હોય શકે તે ખબર ન હતી પરંતુ હવે ખબર પડવા માંડી છે. અમુક યુઝરોએ એમ પણ કહ્યું છે કે તેમના જમાવટ પોર્ટલનું ફાયનાન્સ સાર્વજનિક કરવું જોઈએ.
We must ask to check the finances of that Jamavat portal. Will show she is managing the affairs https://t.co/QVQZskpvNh
— Chhayank Mehta (@chhayank) November 2, 2022
અમુક યુઝરોએ તેમને AAPનાં રિપોર્ટર પણ ગણાવ્યાં હતાં.
@devanshijoshi71 AAP ki reporter
— ચિરાગ પ્રજાપતિ l Chirag Prajapati 🇮🇳 (@ChiragP50654338) November 3, 2022
અમુક લોકોએ તેમને ભવિષ્યના ઈસુદાન ગઢવી પણ ગણાવ્યાં હતાં. અહીં નોંધનીય છે કે ઈસુદાન ગઢવી હાલ આમ આદમી પાર્ટીના નેતા છે. પરંતુ તે પહેલાં તેઓ એક ગુજરાતી ટીવી ચેનલના એડિટર-ઈન-ચીફ હતા અને રોજ રાત્રે ડિબેટ શૉ પણ હોસ્ટ કરતા હતા. લોકોને આશંકા છે કે દેવાંશી જોશી પણ ઈસુદાન ગઢવીની જેમ જ રાજકારણમાં પ્રવેશી શકે છે.
future ishudan Gadhvi.
— JITESH PATEL (@jiteshcp) November 3, 2022
ટ્રોલિંગ થયા બાદ દેવાંશી જોશીએ એક ટ્વિટ પણ કર્યું હતું. તેમણે લખ્યું કે, મારા નામ પર બીજા પત્રકારોનું ટ્રોલિંગ વ્યાજબી નથી. તેમણે આગળ કહ્યું કે, ‘દરેક લોકો દરરોજ પોતાની ક્ષમતા અને મર્યાદા વચ્ચે સવાલ કરે છે એટલે સિસ્ટમ આટલી પણ હલે છે. ટ્રોલિંગનું આ કલ્ચર બંધ થવું જોઈએ.’ જોકે, અન્ય કયા પત્રકારનું ટ્રોલિંગ થઇ રહ્યું છે તે વિશે તેમણે ફોડ પાડ્યો નથી.
મારા નામ પર બીજા પત્રકારોનું ટ્રોલિંગ વ્યાજબી નથી
— Devanshi Joshi (@devanshijoshi71) November 2, 2022
દરેક લોકો દરરોજ પોતાની ક્ષમતા અને મર્યાદા વચ્ચે સવાલ કરે છે એટલે સિસ્ટમ આટલી પણ હલે છે. ટ્રોલિંગનું આ કલ્ચર બંધ થવું જોઈએ. 🙏