Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'રામ મંદિર એક ધંધો છે, અને મંદિરમાં પૂજા કરનારા બેવકૂફ છે': વાયરલ...

    ‘રામ મંદિર એક ધંધો છે, અને મંદિરમાં પૂજા કરનારા બેવકૂફ છે’: વાયરલ વિડીયોમાં ગાઝીપુરના નાયબ મામલતદારનો હિંદુ દ્વેષ સામે આવ્યો

    સેવારાઈના નાયબ મામલતદારે શ્રી રામ મંદિરને લઈને ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. વાયરલ વીડિયોમાં નાયબ મામલતદારે અયોધ્યામાં રામ મંદિરને એક બીઝનેસ હોવાનું કહ્યું હતું.

    - Advertisement -

    યુપીમાં ગાઝીપુરના નાયબ મામલતદારે રામ મંદિર પર વિવાદિત નિવેદન આપતો એક વિડીયો સીશીયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ગાઝીપુરના નાયબ મામલતદારે મંદિરમાં જઈને પૂજા કરનારા શ્રદ્ધાળુઓ અને રામ મંદિરને લઈને લોકોની અસ્થાને ઠેસ પહોંચાડી હતી અને તેમને મુર્ખ ગણાવ્યા હતા, આ વિડીયોમાં નાયબ મામલતદાર હિંમત બહાદુર કહેતા જોવા મળી રહ્યા છે કે જે લોકો મંદિર જાય છે તે મૂર્ખ છે. આ સાથે અયોધ્યામાં રામ મંદિરને દુકાન ગણાવી હતી.

    મળતી માહિતી મુજબ વિશેષ ઉચ્ચ શિક્ષણ સચિવ અને અન્ય અધિકારીઓ શક્તિપીઠ તરીકે ઓળખાતા મા કામાખ્યા ધામમાં દર્શન માટે પહોંચ્યા હતા. અધિકારીઓને મંદિરમાં લઈ ગયા પછી હિમ્મત બહાદુર નામના ગાઝીપુરના નાયબ મામલતદારે રામ મંદિર પર વિવાદિત નિવેદન આપ્યું હતું અને મંદિર જનારાઓને મૂર્ખ હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે જે લોકો મંદિરમાં જાય છે અને ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ મૂર્ખ છે. જ્યારે તે આ કહેતો હતો ત્યારે કોઈનો ફોનનો કેમેરા ચાલુ હતો અને આખી આ ઘટના તેમાં રેકોર્ડ થઇ ગઈ હતી. જે બાદ તેમનું વિવાદાસ્પદ નિવેદન હવે ઇન્ટરનેટ પર વાયરલ થયું છે.

    અયોધ્યા રામ મંદિર માટે વિવાદિત નિવેદન

    સેવારાઈના નાયબ મામલતદારે શ્રી રામ મંદિરને લઈને ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. વાયરલ વીડિયોમાં નાયબ મામલતદારે અયોધ્યામાં રામ મંદિરને એક બીઝનેસ હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં, કેમેરો જોઈ જતા તેમણે કહ્યું કે આ વીડિયો જ્યાં ઇચ્છો ત્યાં મોકલી દો, હું કોઈથી ડરતો નથી. જો કે, જ્યારે ત્યાં હાજર લેખપાલોએ જોયું કે હિંમત બહાદુર બેજવાબદાર અને વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યાં છે, ત્યારે તેઓએ તેમને પકડી પરાણે ઓફિસની અંદર લઈ ગયા હતા. આ સંદર્ભમાં જ્યારે એસડીએમ સેવારાઈ રાજેશ પ્રસાદ પાસેથી તેમનું સ્ટેન્ડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ આ બાબતે અજાણ હતા.

    - Advertisement -

    જોકે, તેમણે કહ્યું કે કોઈને કોઈની આસ્થા સાથે રમત કરવાનો કે ખરાબ ભાષાનો ઉપયોગ કરવાનો અધિકાર નથી. એસડીએમ સેવારાઈએ એમ પણ કહ્યું હતું કે સંબંધિત નાયબ મામલતદાર અંગે ભૂતકાળમાં અનુશાસનહીનતાની ફરિયાદો મળી છે. સરકારી કામોમાં બેદરકારી અને અધિકારીઓના આદેશનો અનાદર તેમના વતી કરવામાં આવ્યો છે, જેના માટે જિલ્લા મેજિસ્ટ્રેટે તેમની (નાયબ મામલતદાર)ની બદલીનો આદેશ આપ્યો હતો. આ જ ક્રમમાં નાયબ મામલતદાર હિંમત બહાદુરને મંગળવારે સેવારાઈમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં ડીએમના આદેશ પર તેમને ગાઝીપુર જિલ્લા મુખ્યાલય સાથે એટેચ કરવામાં આવ્યાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં