Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘15 દિવસમાં અતિક્રમણ હટાવો નહીં તો અમે હટાવી દઈશું’: દિલ્હીની બે મસ્જિદોને...

    ‘15 દિવસમાં અતિક્રમણ હટાવો નહીં તો અમે હટાવી દઈશું’: દિલ્હીની બે મસ્જિદોને રેલવે વિભાગની નોટિસ, કહ્યું- રેલવેની જમીન પર કરવામાં આવ્યું છે દબાણ

    દિલ્હી સ્થિત બંગાળી માર્કેટ મસ્જિદ અને તકિયા બબ્બર શાહ એમ બે મસ્જિદોને ઉત્તર રેલવે વિભાગ તરફથી આ નોટિસ પાઠવવામાં આવી છે.

    - Advertisement -

    ભારતીય રેલવેએ શનિવારે (22 જુલાઈ, 2023) રાજધાની દિલ્હી સ્થિત બે મસ્જિદોને નોટિસ પાઠવીને અતિક્રમણ હટાવવા માટે કહ્યું હતું. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 15 દિવસની અંદર દબાણ હટાવી લેવામાં આવે અથવા વિભાગ તેને હટાવી દેશે. 

    દિલ્હી સ્થિત બંગાળી માર્કેટ મસ્જિદ અને તકિયા બબ્બર શાહ એમ બે મસ્જિદોને ઉત્તર રેલવે વિભાગ તરફથી આ નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ બંને મસ્જિદો રેલવેની જમીન પર બનાવવામાં આવી છે, જેથી આ ગેરકાયદેસર અતિક્રમણ 15 દિવસની અંદર હટાવી લેવામાં આવે. બીજી તરફ મસ્જિદ સંચાલકોનો દાવો છે કે આ બંને ઇમારતો સદીઓ જૂની છે. 

    નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, મસ્જિદનું બાંધકામ કરીને રેલવેની જમીનને ગેરકાયદેસર રીતે અતિક્રમિત કરવામાં આવી છે. જેથી અનધિકૃત રીતે રેલવેની જમીન પર બનાવવામાં આવેલ મસ્જિદને નોટિસ મળ્યાના 15 દિવસની અંદર સ્વેચ્છાએ હટાવી લેવામાં આવે અથવા રેલવે વિભાગ રેલવે અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગેરકાયદેસર મસ્જિદને હટાવી દેશે અને આ પ્રક્રિયામાં થનાર નુકસાન માટે મસ્જિદ સંચાલકો પોતે જ જવાબદાર ગણાશે અને રેલવે વિભાગની કોઈ જવાબદારી રહેશે નહીં. 

    - Advertisement -

    સરકારે જણાવ્યું હતું- દેશભરમાં રેલવેની જમીન પર કુલ આવાં 179 મઝહબી-ધાર્મિક બાંધકામો 

    ઉલ્લેખનીય છે કે રેલવેની જમીન પર કે ઘણા કિસ્સાઓમાં પ્લેટફોર્મ પર મઝહબી-ધાર્મિક બાંધકામોનો મુદ્દો અવારનવાર ચર્ચામાં રહે છે. જુલાઈ, 2021માં રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેના પ્લેટફોર્મ્સ કે યાર્ડમાં દરગાહ, મસ્જિદ, મંદિર જેવાં કુલ 179 બાંધકામો અસ્તિત્વ ધરાવે છે અને તેને હટાવવાં ખૂબ કઠિન છે. 

    રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, રેલવે વિભાગ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા સ્થાનિક તંત્ર અને ગવર્ન્મેન્ટ રેલવે પોલીસને સાથે રાખીને રેલવેની જમીન પર બાંધવામાં આવેલ આવાં ગેરકાયદેસર બાંધકામો હટાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવતા રહ્યા છે તેમજ વિભાગ આ બાંધકામો પર સતત નજર રાખી રહ્યો છે, જેથી તેનું વિસ્તરણ કરવામાં નહીં આવે. 

    ગેરકાયદેસર મઝહબી-ધાર્મિક બાંધકામો હટાવવાને લઈને કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઘણી વખત બાંધકામો હટાવવા માટે લોકોના ગુસ્સાનો સામનો કરવો પડે છે તો ક્યારેક રાજ્ય સરકારોનો સહયોગ મળતો નથી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ઉભી થવાના કારણે અતિક્રમણ હટાવી શકાતું નથી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, વિભાગ આ મઝહબી-ધાર્મિક બાંધકામોનું સંચાલન કરનારા લોકો સાથે પરામર્શ કરવાના પ્રયાસો કરી રહ્યું છે, જેથી સ્થાનકે અલગ ઠેકાણે ખસેડીને અતિક્રમણ હટાવી શકાય. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં