Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી સ્ટેડિયમમાં કુતરો ફેરવતા IAS ની લદ્દાખ ટ્રાન્સફર, અધિકારીની પત્નીને અરુણાચલ મોકલવામાં...

    દિલ્હી સ્ટેડિયમમાં કુતરો ફેરવતા IAS ની લદ્દાખ ટ્રાન્સફર, અધિકારીની પત્નીને અરુણાચલ મોકલવામાં આવી; લોકોએ સોશિયલ મીડિયામાં ઠેકડી ઉડાવી

    દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં પોતાની ઇવનિંગ વોક માટે ખેલાડીઓને હેરાન કરનાર IAS ઓફિસરની બદલી લદાખ કરી દેવામાં આવી છે જ્યારે તેમના પત્નીને અરુણાચલ પ્રદેશ મોકલી દેવામાં આવ્યા છે.

    - Advertisement -

    દિલ્હી સ્ટેડિયમમાં કુતરો ફેરવતા IAS ની લદ્દાખ ટ્રાન્સફર કરવામાં આવી છે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં કૂતરા સાથે ફરનારા IAS ઓફિસર સંજીવ ખિરવારની લદ્દાખમાં બદલી કરવામાં આવી છે. જયારે તેમની IAS પત્ની રિંકુ દુગ્ગાની અરુણાચલ પ્રદેશમાં બદલી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હી સ્ટેડિયમમાં કુતરો ફેરવતા અધિકારીઓની બદલી પછી, સોશિયલ મીડિયામાં ભારે મજાક ઉડી હતી

    IAS ખિરવાર ત્યાગરાજ સ્ટેડિયમમાં કૂતરા સાથે ફરવા ગયા હોવાના અહેવાલો સામે આવ્યા બાદ IAS દંપતીની બદલી કરવામાં આવી છે. આ દરમિયાન ખેલાડીઓ અને કોચને સ્ટેડિયમ છોડવાની ફરજ પડી છે. તેમની બદલી પહેલા, ખિરવાર દિલ્હી મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ હતા.

    ટ્રાન્સફર ઓર્ડર બાદ કેટલાક યુઝર્સ ગૃહ મંત્રાલયની કાર્યવાહીથી ખુશ છે અને ઓર્ડરની પ્રશંસા કરી રહ્યા છે.

    - Advertisement -

    ટ્વિટર પર નાવેદ નામના એક યુઝરે આ મીમના જવાબમાં કહ્યું કે, “પતિ-પત્નીને જ્યાં રહેવું હોય ત્યાં રહે,પણ કૂતરો તો દિલ્હીમાં જ રહેશે.” આના પર અન્ય એક યુઝર કહે છે કે, “એક દિવસ કૂતરો પત્ની સાથે હશે, એક દિવસ પતિ સાથે.”

    જાણો શું છે આખો મામલો

    ઉલ્લેખનીય છે કે, ત્યાગરાજ સ્ટેડિયમ દિલ્હી સરકારના તાબા હેઠળ આવે છે. આ સ્ટેડિયમ 2010માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના ખેલાડીઓ તેમજ ફૂટબોલ ખેલાડીઓ અહીં પ્રેક્ટિસ કરે છે. પરંતુ, ગુરુવારે (25 મે 2022) મીડિયામાં સમાચાર ફેલાયા હતા કે સ્ટેડીયમમાં ખેલાડીઓ અને કોચ છેલ્લા કેટલાક સમયથી પરેશાન છે. એક કોચ દ્વારા ઇન્ડિયન એક્સપ્રેસને કહેવામાં આવ્યું હતું કે , “અમે અહીં પહેલા 8-8:30 સુધી તાલીમ આપતા હતા. પરંતુ હવે અમને સાંજે 7 વાગ્યે સ્ટેડિયમ છોડી દેવાનું કહેવામાં આવ્યું છે જેથી અધિકારીઓ તેમના કૂતરાઓને ફેરવી શકે. આ કારણે અમારી તાલીમ અને પ્રેક્ટિસ પ્રભાવિત થઈ રહી છે.

    તો બીજી તરફ, 1994 બેચના IAS અધિકારી ખિરવરે આ આરોપોને સંપૂર્ણપણે પાયા વિહોણા ગણાવ્યા હતા. તેમણે સ્વીકાર્યું કે તેઓ ‘ક્યારેક’ તેમના પાલતુ કૂતરાને સ્ટેડિયમમાં ફરવા લઈ જતા હતાં. પરંતુ એથ્લેટ્સની પ્રેક્ટિસ પર તેની કોઈ અસર થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.

    તેનાથી વિપરિત, કોચ અને એથ્લેટ્સે દાવો કર્યો, “અગાઉ, અમે અહીં રાત્રે 8:30 વાગ્યા સુધી અને ક્યારેક રાત્રે 9 વાગ્યા સુધી પણ તાલીમ કરતા હતા. પરંતુ હવે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.” ઘણા ખેલાડીઓએ જણાવ્યું હતું કે તેઓએ તેમની તાલીમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ (JLN)માં સ્થાનાંતરિત કરી છે. ત્યાં સાંજે 7:30 વાગ્યા પછી ફ્લડલાઈટ ચાલુ થઈ જાય છે.

    નોંધપાત્ર છે કે મામલો ઉગ્ર બન્યા બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે સરકારે તમામ રમત કેન્દ્રોને રાત્રે 10 વાગ્યા સુધી ખેલાડીઓને સુવિધાઓ આપવાના નિર્દેશ આપ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં