Wednesday, May 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીના શોએબ ખાને શીનુ બનીને હિંદુ યુવતીને ફસાવી, 2 મહિના બંધક બનાવી...

    દિલ્હીના શોએબ ખાને શીનુ બનીને હિંદુ યુવતીને ફસાવી, 2 મહિના બંધક બનાવી ગૌમાંસ ખવડાવ્યો હોવાનો પીડિતાનો દાવો: ફરિયાદ દાખલ

    દિલ્હીના શોએબ ખાને ગૌમાંસ ખવડાવાના મામલામાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘટના દિલ્હીના સુલતાનપુરીનો છે. અહીં રહેતી પીડિતાએ મૂળ મુરાદાબાદના રહેવાસી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

    - Advertisement -

    દિલ્હીના શોએબ ખાને શીનુ બનીને હિંદુ યુવતીને ગૌમાંસ ખવડાવ્યું હોવાની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેના પર એક હિંદુ યુવતીએ શીનુ તરીકે ઓળખ આપી છેતરપિંડી કરવાનો, બળાત્કાર કરવાનો અને ગૌમાંસ ખવડાવવાનો અને તેને બે મહિના સુધી બંધક બનાવી રાખવાનો આરોપ લગાવ્યો છે. રવિવારે (8 જાન્યુઆરી, 2023) મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. શોએબના સંબંધીઓ પર પીડિતાને કેસ પાછો ખેંચવા માટે ધમકી આપવાનો પણ આરોપ છે.

    દિલ્હીના શોએબ ખાને ગૌમાંસ ખવડાવાના મામલામાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘટના દિલ્હીના સુલતાનપુરીનો છે. અહીં રહેતી પીડિતાએ મૂળ મુરાદાબાદના રહેવાસી શોએબ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતાના લગ્ન વર્ષ 2005માં થયા હતા. તે 2 બાળકોની માતા છે. વર્ષ 2018માં પીડિતા તેના પતિ સાથે હૈદરાબાદથી દિલ્હી આવી હતી. પરંતુ પરસ્પર વિવાદને કારણે મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો.

    દરમિયાન એક દિવસ પીડિતા દવા લેવા માટે દિલ્હીના એક ક્લિનિકમાં ગઈ હતી. ત્યાં તેની મુલાકાત ક્લિનિકના ક્લીનર શોએબ સાથે થઈ હતી. સ્થળ પર કોઈ ડૉક્ટર નહોતું, તેથી શોએબે પીડિતાને દવા આપી હતી. આ દરમિયાન તેણે પોતાની ઓળખ શીનુ તરીકે આપી હતી. તેણે વકીલો અને પોલીસની ઓળખાણ હોવાનો દાવો કરીને છૂટાછેડાના કેસમાં મદદ કરવાની ખાતરી પણ આપી હતી, જેના કારણે યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી.

    - Advertisement -

    કથિત રીતે યુવતીનો વિશ્વાસ જીતીને શીનુ બનેલા શોએબે એક દિવસ પીડિતાને દિલ્હીમાં અનેક જગ્યાઓએ ફેરવી હતી. જે બાદ આરોપી પીડિતાને પોતાના તેને ઘરે લઈ ગયો હતો. ઘરે પહોંચ્યા બાદ તેણે પીડિતાને જમવાનું પૂછતાં યુવતીએ ણા પાડી હતી. જે બાદ તેણે યુવતીને ઠંડુ પીણું આપ્યું હતું.

    મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે શોએબે પીણામાંમાં કંઈક ભેળવ્યું હતું. જેના કારણે તે લગભગ 2 કલાક સુધી બેભાન રહી હતી. આ દરમિયાન શોએબે પીડિતા પર બળાત્કાર કર્યો અને આપત્તિજનક વીડિયો બનાવ્યો. આ પછી તેણે વીડિયોના નામે બ્લેકમેલ કરીને તેની સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ મહિલા પાસેથી 4 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આમ છતાં તેણે પીડિતાને ટોર્ચર કરવાનું બંધ નહોતું કર્યું. મહિલાનો દાવો છે કે શોએબે તેને ગૌમાંસ ખવડાવ્યું હતું અને બે મહિના સુધી એક રૂમમાં પૂરી રાખી હતી.

    આખરે મહિલાએ કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે શોએબની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે. પીડિતાનો આરોપ છે કે શોએબ જેલમાં ગયા બાદ તેનો પરિવાર તેના પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં