Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત અને હૈદરાબાદમાંથી અચાનક મોટા જથ્થામાં ચપ્પુના ઓર્ડર થયા, વસીમ અને નદીમ...

    ગુજરાત અને હૈદરાબાદમાંથી અચાનક મોટા જથ્થામાં ચપ્પુના ઓર્ડર થયા, વસીમ અને નદીમ નામના ઈસમોને શોધી રહી છે પોલીસ: ફ્લિપકાર્ટ-મીશો પાસેથી ખરીદનારાની યાદી મંગાવી

    પોલીસે ઓનલાઇન વેબસાઈટ ફ્લિપકાર્ટ અને મીશોને નોટીસ જારી કરીને ચપ્પુ ખરીદનારા આ તમામ લોકોની યાદી, તેમનાં સરનામાં અને ફોન નંબર માંગ્યા છે.

    - Advertisement -

    નવી દિલ્હીમાં મોટા પ્રમાણમાં ચાઈનીઝ ચપ્પુની ઓનલાઇન ખરીદી મામલે પોલીસ સતર્ક થઇ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ પ્રતિબંધિત ચપ્પુનું વેચાણ કરનારાઓ અત્યાર સુધીમાં પાંચ હજાર ચપ્પુ વેચી ચૂક્યા છે. વધુમાં, પોલીસ આ મામલે વસીમ અને નદીમ નામના બે ઈસમોની શોધખોળ કરી રહી છે. 

    આજતકના એક રિપોર્ટ અનુસાર, પોલીસે ઓનલાઇન વેબસાઈટ ફ્લિપકાર્ટ અને મીશોને નોટીસ જારી કરીને ચપ્પુની ઓનલાઇન ખરીદી કરનારા આ તમામ લોકોની યાદી, તેમનાં સરનામાં અને ફોન નંબર માંગ્યા છે. જેથી આગળની તપાસ કરી શકાય. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આ પ્રકારના ચપ્પુ રાખવા ગેરકાયદેસર છે અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો બને છે. 

    પોલીસને એવી પણ આશંકા છે કે આ ચપ્પુનો ઉપયોગ ગત દિવસોમાં થયેલી ઘટનાઓમાં પણ કરવામાં આવ્યો હોય શકે. પોલીસને એક લાવારિસ બેગ મળી આવ્યું હતું. જે કોઈ કુરિયર બોયની ગાડી પરથી પડી ગયું હતું. બેગ ખોલીને જોયું ત્યારે તેમાં અનેક ચાઈનીઝ ચપ્પુ મળી આવ્યાં હતાં. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે ગુજરાત અને હૈદરાબાદમાં વસીમ અને નદીમ નામના ઈસમોએ એકસાથે અનેક ચપ્પુનો ઓર્ડર આપ્યો હતો. પોલીસ આ બંનેની તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. સાથે પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આટલા મોટા પ્રમાણમાં ચપ્પુની ઓનલાઇન ખરીદી કરવા પાછળ શું મકસદ હોય શકે છે? પોલીસ આ લોકોને ટ્રેસ કરી ચપ્પુ ખરીદવાના કારણો જાણવાના પ્રયાસ કરશે તેમજ ચપ્પુ હાલ તેમની પાસે છે કે નહીં તે પણ જાણશે.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી પોલીસ દ્વારા 14 હજાર 500 ચપ્પુ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ ચપ્પુ ચીનથી મંગાવવામાં આવ્યાં હતાં. જેનું વેચાણ ઓનલાઇન શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ અને મીશો પર થઇ રહ્યું હતું. આ મામલે અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. 

    પોલીસે ચપ્પુ ખરીદનાર વ્યક્તિનાં નામ-સરનામાં અંગે વિગતો મેળવીને તેને પકડી પાડ્યો હતો.  તેની ઓળખ સાહિલ તરીકે થઇ હતી. તેની દુકાનેથી લગભગ 500 ચપ્પુઓ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે મોહમ્મદ સાહિલ અને તેની સાથે કામ કરતા વસીમને પકડી લીધા હતા. 

    મોહમ્મદ સાહિલે પોલીસને જણાવ્યું હતું કે, તેનો અન્ય સાથીદાર મોહમ્મદ યુસુફ આ ગેરકાયદેસર હથિયારો ટ્રાન્સપોર્ટ કરતો હતો. જે બાદ પોલીસને આશિષ ચાવલા નામનો વ્યક્તિ હાથ લાગ્યો હતો. જેની ધરપકડ બાદ પોલીસને તેના ગોડાઉનમાંથી 13 હજાર ચપ્પુઓ મળી આવ્યાં હતાં. જે બાદ પોલીસે મયંક બબબર નામના એક ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ઓફિસના માલિકની પણ ધરપકડ કરી લીધી હતી. જેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેણે 19 હજાર ચપ્પુઓનો ઓર્ડર આપ્યો હતો.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં