Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમૌલવી મોહમ્મદ જાવેદે મદ્રેસામાં ભણતા 11 વર્ષીય સગીર સાથે આચર્યું કુકર્મ, ધરપકડ...

    મૌલવી મોહમ્મદ જાવેદે મદ્રેસામાં ભણતા 11 વર્ષીય સગીર સાથે આચર્યું કુકર્મ, ધરપકડ થતાં ગુનો કબૂલ્યો: દિલ્હીની ઘટના

    મદ્રેસામાં રહીને ભણતો સગીર રજાઓમાં ઘરે આવ્યા બાદ ફરી જવાનું નામ લેતો ન હતો, કાઉન્સેલિંગ બાદ આપવીતી કહી.

    - Advertisement -

    દિલ્હીના કરાવલ નગર વિસ્તારમાં આવેલ એક મદ્રેસામાં એક 11 વર્ષીય બાળક સાથે યૌન ઉત્પીડનનો મામલો સામે આવ્યો છે. મદ્રેસાના મૌલવી જાવેદે સગીર સાથે કુકર્મ કર્યું હતું. આ મામલે બાળકની માતાની ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કરીને આરોપી જાવેદની ધરપકડ કરી લીધી હતી. 

    પીડિત બાળક તેના પરિવાર સાથે ગુરુગ્રામમાં રહે છે. તે છેલ્લાં ચાર વર્ષથી દિલ્હીના કરાવલ નગરમાં આવેલ એક મદ્રેસામાં રહીને અભ્યાસ કરતો હતો. થોડા દિવસો પહેલાં તે ઈદની રજામાં પોતાના ઘરે આવ્યો હતો. પરંતુ ત્યારબાદ ફરી જવા તૈયાર થતો ન હતો. તેની માતા અને પરિજનોએ પૂછવા છતાં તેણે કંઈ જણાવ્યું ન હતું અને મદ્રેસામાં ન જવાની જીદ પકડી હતી. 

    જોકે, કોઈ પણ રીતે મનાવીને તેની માતા મદ્રેસામાં મૂકી આવી હતી. ત્યારબાદ ગત 11 ઓક્ટોબરના રોજ તે ભાગીને ઘરે આવી ગયો હતો. ત્યારબાદ તેને પૂછવામાં આવતાં તેણે મદ્રેસાના મૌલવી પર કુકર્મ અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેની માતા તેને લઈને પોલીસ મથકે પહોંચી હતી અને મૌલવી સામે ફરિયાદ દાખલ કરાવી હતી. 

    - Advertisement -

    ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર, સગીર મસ્જિદ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ આવાસમાં અન્ય 15 થી 20 વિદ્યાર્થીઓ સાથે ત્રીજા માળે રહેતો હતો. જ્યાં મૌલવી મોહમ્મદ જાવેદનો પણ રૂમ હતો. ફરિયાદ અનુસાર, ગત 15 ઓગસ્ટના રોજ મૌલવીએ સગીરને કોઈ બહાને પોતાના રૂમમાં બોલાવીને કુકર્મ કર્યું હતું. તે સમયે રૂમમાં કોઈ હાજર ન હતું. ત્યારબાદ પણ તેણે અનેક વખત આમ કર્યું હોવાનું સગીરે જણાવ્યું છે. 

    દિલ્હી પોલીસે આ મામલે આઇપીસીની કલમ 377 અને પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી અને આરોપી મોહમ્મદ જાવેદની ધરપકડ કરી લીધી હતી. તેની ઉંમર 24 વર્ષ હોવાનું કહેવાય છે અને ગત માર્ચ મહિનાથી તે મદ્રેસામાં ભણાવી રહ્યો હતો. તેની સાથે તેની પત્ની અને નાની પુત્રી પણ રહેતાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. 

    રિપોર્ટ અનુસાર, મામલાના આરોપી મૌલવીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને સગીર બાળકનું યૌન ઉત્પીડન કરવાનું પણ સ્વીકાર્યું હતું. હાલ પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં