Tuesday, April 16, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપહેલવાનોના પ્રદર્શન પર પૂર્ણવિરામ: સાક્ષી-વિનેશે સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની જાહેરાત કરી,...

  પહેલવાનોના પ્રદર્શન પર પૂર્ણવિરામ: સાક્ષી-વિનેશે સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની જાહેરાત કરી, કહ્યું- ‘હવે કોર્ટમાં બ્રિજભૂષણ સિંઘ સામે લડીશું’

  પહેલવાન વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે એક નોટ જાહેર કરીને જણાવ્યું છે કે સરકારે કહેલી વાત બાદ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટથી તેમને રાહત મળી છે

  - Advertisement -

  બ્રિજભૂષણ સિંઘ વિરુદ્ધ ચાલી રહેલું જંતરમંતરવાળા પહેલવાનોનું આંદોલન ખતમ થઈ ગયું છે. મહિલા પહેલવાન વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે એક નોટ જાહેર કરીને જણાવ્યું છે કે સરકારે કહેલી વાત બાદ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટથી તેમને રાહત મળી છે. જેથી તેઓ હવે આગળની લડાઈ કોર્ટમાં લડશે. આ સાથે જ પહેલવાનો એ તેવી પણ જાહેરાત કરી છે કે તેઓ સોશિયલ મિડીયાથી થોડા સમય માટે બ્રેક લઇ રહ્યા છે.

  વિનેશ અને સાક્ષી દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, “થોડા દિવસો માટે સોશિયલ મિડીયાથી બ્રેક લઈ રહી છું… આપ તમામનો ધન્યવાદ”

  ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટે 26 જૂને એક નોટ જાહેર કરીને કહ્યું હતું કે, “સરકાર સાથે 7 જૂને થયેલી વાતચીતમાં સરકારે કુસ્તીબાજોને આપેલા વચનો પર અમલ કરતા સરકારે મહિલા ખેલાડીઓ દ્વારા મહિલા ઉત્પીડન અને જાતીય સતામણી સંબંધિત ફરિયાદોના સંદર્ભમાં છ મહિલા કુસ્તીબાજો દ્વારા નોંધાયેલી એફઆઈઆર પર દિલ્હી પોલીસે તપાસ પૂર્ણ કરીને 15 જુને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી જંતરમંતરવાળા પહેલવાનોનું આંદોલન ખતમ કરીને કોર્ટમાં કાનૂની લડાઈ ચાલુ રાખશે.”

  - Advertisement -

  આ નોટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, કુસ્તી સંઘના સુધારા સંદર્ભે કુસ્તીના નવા સંગઠનને ચૂંટવાની પ્રક્રિયા વચન મુજબ શરૂ થઈ ગઈ છે. જેની ચૂંટણી આગામી 11મી જુલાઇના રોજ યોજાવાની છે, જેને લઇને સરકારે આપેલા વચનોનો અમલ કરવામાં આવે તેની રાહ રહેશે.

  11 જુલાઈએ નહીં યોજાય કુશ્તી મહાસંઘની ચૂંટણી

  ઉલ્લેખનીય છે કે પહેલવાનોની પોસ્ટમાં WFI ચૂંટણીની તારીખ ભલે 11 જુલાઈ કહેવામાં આવી રહી છે. પરંતુ તાજી માહિતી એવી છે કે, ગુવાહાટી હાઈકોર્ટે આ વર્ષે 11મી જુલાઈએ યોજાનારી કુસ્તી ફેડરેશનની ચૂંટણી પર સ્ટે મૂકી દીધો છે.

  આસામ કુશ્તી સંઘે આ ચૂંટણીઓની તારીખ ટાળવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ખેલ મંત્રાલયને ભારતીય કુશ્તી મહા સંઘને પાર્ટી બનાવતા આસામ કુશ્તી સંઘે પોતાને ભારતીય કુશ્તી સંઘના સભ્ય બનવાનો હક હોવાનું જણાવ્યું હતું. આ અરજીમાં ઉત્તર પ્રદેશના ગોંડા જીલ્લામાં 5 નવેમ્બર 2014ના રોજ ભારતીય કુશ્તી મહાસંઘની જનરલ કાઉન્સિલિંગની મીટીંગ થઈ હતી. આ મીટીંગમાં WFI કાર્યકારી સમિતિએ આસામ કુશ્તી સંઘને પોતાના સંલગ્ન સદસ્ય બનવા યોગ્ય ઠેરવ્યું હતું.

  અરજીમાં વધુમાં જણાવાયું છે કે, વર્ષ 2014માં આસામ રેસલિંગ એસોસિએશનને WFIનું સભ્ય બનાવવા સંમત થયેલા ઠરાવ છતાં તેનો અમલ આજદિન સુધી થયો નથી. આસામ રેસલિંગ એસોસિયેશનનું એમ પણ કહેવું છે કે જ્યાં સુધી તે WFI સાથે જોડાયેલું ન હોય ત્યાં સુધી તેઓ નિર્વાચક મંડળમાં કોઇ પ્રતિનિધિને નોમિનેટ કરી શકે નહીં. આ આધારે આસામ રેસલિંગ એસોસિએશને 11મી જુલાઈએ યોજાનારી કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે આ અંગે રમત મંત્રાલય, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને ડબલ્યુએફઆઈને પણ સૂચનાઆપી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં