દિલ્હી જલ બોર્ડ મની લોન્ડરિંગ કૌભાંડ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ED દ્વારા દખલ કરવામાં આવેલી ચાર્જશીટનું સંજ્ઞાન લઈને જગદીશ અરોરાના નજીકના અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેજેન્દ્ર સિંઘ તેમજ ભૂતપૂર્વ NBCC અધિકારી દેવેન્દ્ર કુમાર મિત્તલને સમન્સ ફટકાર્યું છે. આ સમન્સમાં તેમને કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર ગત 2 એપ્રિલ 2024ના રોજ EDએ આરોપ લગાવ્યો હતો કે, DJB (દિલ્હી જલ બોર્ડ) દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારથી મેળવેલ 2 કરોડ કથિત રીતે દિલ્હીની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી (AAP)ને ચૂંટણી ફંડ તરીકે આપવામાં આવ્યા હતા. આ મામલે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ સમન્સ ફટકારવામાં આવ્યું હતું.
Delhi Jal board money laundering case | Delhi's Rouse Avenue court takes cognizance of chargesheet filed by the ED in the case, lists matter for hearing for tomorrow. The court issued summons to Devender Mittal and Tejinder Pal Singh to appear before the court and also issued a…
— ANI (@ANI) April 3, 2024
અહેવાલોમાં જણાવ્યા અનુસાર આ મામલે EDએ કહ્યું હતું કે તેમણે મુખ્ય આરોપી જગદીશ અરોડા તેમજ તેમની પત્ની અલકા અરોડા, ઈંટીગ્રલ સ્ક્રૂ ઇન્ડસ્ટ્રીઝના ઉપ-કોન્ટ્રાક્ટર અનીલ અગ્રવાલ અને NKG ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડની 8.8 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. આ મામલે જગદીશ અરોડા અને અનીલ અગ્રવાલની ધરપકડ પહેલા જ કરી દેવામાં આવી હતી.
EDએ શનિવારે (30 માર્ચ, 2024) દિલ્હી જલ બોર્ડ ટેન્ડર સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસ મામલે દિલ્હીની રોઝ એવન્યુ કોર્ટમાં 140 પેજના ઑપરેટિવ પાર્ટ સાથે 8,000 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. EDએ આરોપ લગાવ્યો હતો કે, DJB (દિલ્હી જલ બોર્ડ) દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારથી મેળવેલ નાણાં કથિત રીતે દિલ્હીની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી (AAP)ને ચૂંટણી ફંડ તરીકે આપવામાં આવ્યા હતા.
આ જ પૂછપરછ માટે એજન્સીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું. પરંતુ તેઓ હાજર થયા નહોતા. એજન્સીએ તપાસના સંદર્ભમાં ફેબ્રુઆરીમાં કેજરીવાલના અંગત સહાયક બિભવ કુમાર, AAP રાજ્યસભાના સભ્ય અને ખજાનચી એનડી ગુપ્તા, ભૂતપૂર્વ DJB સભ્ય શલભ કુમાર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પંકજ મંગલ અને કેટલાક અન્ય લોકોના ઠેકાણાં પર તપાસ કરી હતી.