Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'નિયમો વિરુદ્ધ આપ્યા કોન્ટ્રાક્ટ, લાંચના પૈસા AAPના ફંડમાં ટ્રાન્સફર કર્યા': દિલ્હી જલ...

    ‘નિયમો વિરુદ્ધ આપ્યા કોન્ટ્રાક્ટ, લાંચના પૈસા AAPના ફંડમાં ટ્રાન્સફર કર્યા’: દિલ્હી જલ બોર્ડ કૌભાંડ મામલે EDએ દાખલ કરી ચાર્જશીટ, કેજરીવાલને પણ મળી ચૂક્યું છે સમન

    EDએ આરોપ લગાવ્યો છે કે, DJB (દિલ્હી જલ બોર્ડ) દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારથી મેળવેલ નાણાં કથિત રીતે દિલ્હીની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી (AAP)ને ચૂંટણી ફંડ તરીકે આપવામાં આવ્યા હતા. આ જ પૂછપરછ માટે એજન્સીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું.

    - Advertisement -

    દિલ્હી જલ બોર્ડ કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. જેમાં રિટાયર્ડ ચીફ એન્જિનિયર જગદીશ અરોડા અને કોન્ટ્રાકટર અનિલ અગ્રવાલ સહિત ચાર વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ દિલ્હી જલ બોર્ડ કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ મામલે EDએ અરવિંદ કેજરીવાલને સમન્સ પણ પાઠવ્યું હતું. પરંતુ તેઓ એજન્સી સમક્ષ હાજર થયા નહોતા.

    EDએ શનિવારે (30 માર્ચ, 2024) દિલ્હી જલ બોર્ડ ટેન્ડર સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસ મામલે દિલ્હીની રોઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ આ કેસમાં 140 પેજના ઑપરેટિવ પાર્ટ સાથે 8,000 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં એજન્સીએ જગદીશ અરોરા, અનિલ અગ્રવાલ, જગદીશ અરોરાના નજીકના અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તજેન્દ્ર સિંઘ, ભૂતપૂર્વ NBCC અધિકારી દેવેન્દ્ર કુમાર મિત્તલ અને એક કંપની NKGને આરોપી બનાવ્યા છે. EDએ કોર્ટને કહ્યું છે કે, કંપનીના ડાયરેક્ટરનું અવસાન થઈ ગયું હોવાથી કંપનીને આરોપી બનાવવામાં આવી છે. આ કેસની આગામી સુનાવણી રોઝ એવન્યુ કોર્ટમાં 1 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

    EDએ આરોપ લગાવ્યો છે કે, DJB (દિલ્હી જલ બોર્ડ) દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારથી મેળવેલ નાણાં કથિત રીતે દિલ્હીની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી (AAP)ને ચૂંટણી ફંડ તરીકે આપવામાં આવ્યા હતા. આ જ પૂછપરછ માટે એજન્સીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું હતું. પરંતુ તેઓ હાજર થયા નહોતા. એજન્સીએ તપાસના સંદર્ભમાં ફેબ્રુઆરીમાં કેજરીવાલના અંગત સહાયક બિભવ કુમાર, AAP રાજ્યસભાના સભ્ય અને ખજાનચી એનડી ગુપ્તા, ભૂતપૂર્વ DJB સભ્ય શલભ કુમાર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પંકજ મંગલ અને કેટલાક અન્ય લોકોના ઠેકાણાં પર તપાસ કરી હતી.

    - Advertisement -

    ચાર્જશીટમાં EDએ શું જણાવ્યું?

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ ચાર્જશીટમાં જણાવ્યું કે દિલ્હી જલ બોર્ડના પૂર્વ ચીફ એન્જિનિયર જગદીશ અરોડાએ NKG ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કુલ ₹38 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો, જ્યારે આ કંપની ટેક્નિકલ રીતે કામ કરવા માટે સક્ષમ જ ન હતી. વધુમાં જણાવવામાં આવ્યું કે, NKG ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ખોટા દસ્તાવેજોના આધારે કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો અને આ વાતની અરોડાને ખબર હતી કે કંપની ટેકનિકલ ક્રાઇટેરિયામાં ફિટ બેસી શકે તેમ નથી. 

    આગળ જણાવવામાં આવ્યું કે, NKGને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ અરોડાએ રોકડા પૈસા લાંચ તરીકે લીધા હતા. જે પૈસા પછીથી ઘણા લોકોને પાસ કરવામાં આવ્યા, જેમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા લોકો પણ સામેલ છે. અમુક રૂપિયા આમ આદમી પાર્ટીના ફંડમાં પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું EDની તપાસમાં સામે આવ્યું છે. 

    એજન્સીએ એમ પણ જણાવ્યું કે, 38 કરોડ રૂપિયાની કોન્ટ્રાક્ટ વેલ્યુ સામે માત્ર 17 કરોડ ખર્ચવામાં આવ્યા અને બાકીની રકમ આમ જ ખોટા ખર્ચ બતાવીને ઉડાવી દેવાઇ. EDએ આરોપી સામે PMLA હેઠળ કેસ ચલાવવા માટે રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે ભવિષ્યમાં તેઓ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી શકે છે. 

    EDનો આ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની FIR પર આધારિત છે. જેમાં દિલ્હી જલ બોર્ડે NKG ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીને આપવામાં આવેલા ₹38 કરોડના કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં EDએ 31 જાન્યુઆરીએ અરોડા અને અગ્રવાલની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં