Sunday, April 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્લી હજ કમિટીના ચેરમેન તરીકે ભાજપનાં કૌસર જહાંની જીત: મેયરની ચૂંટણી પહેલાં...

  દિલ્લી હજ કમિટીના ચેરમેન તરીકે ભાજપનાં કૌસર જહાંની જીત: મેયરની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો

  ભાજપે આ જીતને મુસ્લિમોનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વધી રહેલા વિશ્વાસ તરીકે ગણાવ્યો હતો. ભાજપ દિલ્લીના કાર્યકારી પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ  કૌસર જહાંને અભિનંદન પાઠવીને કહ્યું હતું કે આ મુસ્લિમ સમાજનો ભારતીય જનતા પાર્ટી પર વધી રહેલા વિશ્વાસનું પરિણામ છે. 

  - Advertisement -

  દિલ્લીમાં મેયરની ચુંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્લી હજ કમિટીની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી છે. ભાજપા તરફથી ઉમેદવાર કૌસર જહાંએ બાજી મારી હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવારની હાર થઇ હતી. ભાજપે આ જીતને મુસ્લિમોનો ભાજપ પર વધી રહેલો વિશ્વાસ ગણાવ્યો હતો. આ બીજી વખત એવું બન્યું છે કે કોઈ મહિલા હજ કમિટીની ચેરમેન બની હોય. આ પહેલા તાજદાર બાબર પણ હજ કમિટીની ચેરમેન રહી ચુકી છે. 

  ચુંટણીનું આયોજન દિલ્લી સચિવાલયમાં કરવામાં આવ્યું હતું. આ ચુંટણીમાં હજ કમિટીના સભ્યો વોટ કરતા હોય છે. આ સમિતિમાં 06 સભ્યો છે, જેમાં કોંગ્રેસના પાર્ષદ અને હજ કમિટીના સભ્ય દાનીસએ પોતાને વોટીંગથી દુર રાખ્યો હતો, જ્યારે બાકી વધેલા પાંચ સભ્યોમાંથી ત્રણ સભ્યોએ ભાજપા ઉમેદવાર કૌસર જહાંને વોટીંગ કર્યું હતું. જેના કારણે તેની જીત થઇ હતી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની હાર થઇ હતી. આ કમિટીના સભ્યમાં સંસદ ગૌતમ ગંભીરનો પણ સમાવેશ હતો. 

  દિલ્લીની રાજનીતિમાં આમ આદમી પાર્ટીના ઉદય બાદ રાજનૈતિક આરોપ પ્રત્યારોપનું પ્રમાણ વધ્યું છે. હજ કમિટીની ચુંટણી બાદ પણ આ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની હાર સ્વીકારવાના બદલે એલ.જી. પર આરોપ મુક્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે “એલજીએ ફરી એકવાર છેતરપિંડી કરી છે. હજ કમિટીમાં છ સભ્યો છે, જેમના નામ દિલ્હી સરકાર દ્વારા મોકલવામાં આવે છે. આ છ સભ્યો સર્વસંમતિથી તેમના અધ્યક્ષની પસંદગી કરે છે. આ વખતે એલજીએ ચાલાકીપૂર્વક નામ બદલીને પોતાની રીતે છ સભ્યો નક્કી કર્યા હતા, જેના કારણે ભાજપ જીતી છે.”

  - Advertisement -

  જયારે ભાજપે આ જીતને મુસ્લિમોનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વધી રહેલા વિશ્વાસ તરીકે ગણાવ્યો હતો. ભાજપ દિલ્લીના કાર્યકારી પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ  કૌસર જહાંને અભિનંદન પાઠવીને કહ્યું હતું કે આ મુસ્લિમ સમાજનો ભારતીય જનતા પાર્ટી પર વધી રહેલા વિશ્વાસનું પરિણામ છે. 

  વિજેતા  કૌસર જહાંએ પણ પોતાની જીત પર ખુશી વ્યક્ત કરીને પાર્ટીનો આભાર માન્યો હતો, સાથો સાથ તેણે પણ પ્રમુખની વાતને દોહરાવીને કહ્યું હતું કે મુસ્લિમ સમુદાય હવે મોદીજીના વિકાસના કામોમાં વિશ્વાસ રાખીને ભાજપા તરફ આવી રહ્યો છે. આવનારા સમયમાં વધુમાં વધુ મુસ્લિમ સમાજ ભાજપામાં જોડાશે તેવો તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

  આવનારા સમયમાં દિલ્લી નગર નિગમના મેયરની ચુંટણી થવાની છે, તેના પહેલા આ ચુંટણી આમ આદમી પાર્ટી માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.  

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં