Tuesday, October 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી: શિક્ષણ મંત્રી આતિશીના વિધાનસભા ક્ષેત્રની શાળાની દીવાલ ધસી પડી, ચાર મહિના...

    દિલ્હી: શિક્ષણ મંત્રી આતિશીના વિધાનસભા ક્ષેત્રની શાળાની દીવાલ ધસી પડી, ચાર મહિના પહેલાં જ થયું હતું નિર્માણ; ભાજપે કહ્યું- આ છે કેજરીવાલની ‘શિક્ષણ ક્રાંતિ’

    16 કરોડ રૂપિયાના ખર્ચે 4 મહિના પહેલાં આ સ્કૂલ બની છે. સીધેસીધો ભ્રષ્ટાચાર છે. જૂની દીવાલ પર નવી ટાઇલ્સ લગાવીને તેને શિક્ષણક્રાંતિનું મોડેલ બનાવી દીધું: ભાજપ

    - Advertisement -

    દિલ્હીમાં એક સરકારી શાળાની દીવાલ ધસી પડી છે. આ શાળા કેજરીવાલ સરકારનાં શિક્ષણ મંત્રી આતિશીના વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. જાણવા મળ્યું છે કે માત્ર ચાર મહિના પહેલાં આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. 

    શનિવારે દિલ્હીમાં ધોધમાર વરસાદ બાદ દિલ્હીમાં અનેક ઠેકાણે દીવાલો અને ઘર તૂટી પડવાની ઘટના સામે આવી હતી. જેમાં કાલકાજી વિધાનસભાના શ્રીનિવાસપુરી સ્થિત એક સરકારી શાળાની દીવાલ ધસી પડી હતી. જેના કારણે કેટલાંક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ વિધાનસભા ક્ષેત્રમાંથી આમ આદમી પાર્ટી નેતા આતિશી ધારાસભ્ય છે, જેમની પાસે હાલ શિક્ષણ મંત્રાલયનો પણ કારભાર છે.

    રિપોર્ટ અનુસાર, આ શાળાનું નિર્માણ માત્ર ચાર મહિના પહેલાં જ કરવામાં આવ્યું હતું. ભાજપ નેતા અને MCDના પૂર્વ ચેરમેન રાજપાલસિંહે જણાવ્યું કે, 16 કરોડના ખર્ચે ચાર મહિના પહેલાં આ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જો શાળા ચાલુ હોત અને તેમાં બાળકો હોત તો અંદાજો લગાવી શકાય તેમ છે કે કેટલો મોટો અકસ્માત બન્યો હોત. તેમણે ઉમેર્યું કે, “અમે કહીએ છીએ કે દિલ્હીમાં 40 ટકા કમિશન ચાલે છે તેનું ઉદાહરણ આ શાળા છે. ઉપરથી ટાઇલ્સ અને રંગરોગાન કરી દેવામાં આવ્યું છે પરંતુ અંદરનો પાયો ઠીક નથી. આ શાળામા ભ્રષ્ટાચાર થયો છે, અમારી માંગ છે કે આ મામલે FIR દાખલ કરીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.” 

    - Advertisement -

    દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવે આ શાળાની મુલાકાત લીધી હતી. તેમણે કેજરીવાલ સરકાર પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, “16 કરોડ રૂપિયાના ખર્ચે 4 મહિના પહેલાં આ સ્કૂલ બની છે. સીધેસીધો ભ્રષ્ટાચાર છે. જૂની દીવાલ પર નવી ટાઇલ્સ લગાવીને તેને શિક્ષણક્રાંતિનું મોડેલ બનાવી દીધું. આ કેજરીવાલની શિક્ષણ ક્રાંતિ છે. તેમના નાકની નીચે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે અને બાળકોના જીવ સાથે ખિલવાડ કરવામાં આવી રહી છે. જો બાળકો શાળામાં હોત અને કંઈ બની ગયું હોત તો તેની જવાબદારી કોની? કેજરીવાલે જવાબદારી લીધી હોત?”

    શનિવારે દિલ્હીમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં. લોકોએ સોશિયલ મીડિયા પર આ બધા વિડીયો શૅર કરીને કેજરીવાલને નિશાને લીધા હતા અને દિલ્હીને વિશ્વકક્ષાની સુવિધા આપવાના તેમના દાવા યાદ કરાવ્યા હતા. તો કેટલાક યુઝરે કટાક્ષ કરીને કહ્યું કે, કેજરીવાલે દિલ્હીને વેનિસ બનાવી દીધું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં