દિલ્હીમાં એક સરકારી શાળાની દીવાલ ધસી પડી છે. આ શાળા કેજરીવાલ સરકારનાં શિક્ષણ મંત્રી આતિશીના વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. જાણવા મળ્યું છે કે માત્ર ચાર મહિના પહેલાં આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
4 महीना पहले बना स्कूल की दीवार गिरी….
— BJP Delhi (@BJP4Delhi) July 9, 2023
दिल्ली के शिक्षा मंत्री अतिशी के विधानसभा क्षेत्र के श्रीनिवासपुरी में स्कूल की दीवार गिरी। स्थानीय लोगों के अनुसार 4 महीना पहले लगभग 16 करोड़ों की लागत से बनाया गया था स्कूल और उसकी दीवार ! pic.twitter.com/pnWmtGfMxA
શનિવારે દિલ્હીમાં ધોધમાર વરસાદ બાદ દિલ્હીમાં અનેક ઠેકાણે દીવાલો અને ઘર તૂટી પડવાની ઘટના સામે આવી હતી. જેમાં કાલકાજી વિધાનસભાના શ્રીનિવાસપુરી સ્થિત એક સરકારી શાળાની દીવાલ ધસી પડી હતી. જેના કારણે કેટલાંક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ વિધાનસભા ક્ષેત્રમાંથી આમ આદમી પાર્ટી નેતા આતિશી ધારાસભ્ય છે, જેમની પાસે હાલ શિક્ષણ મંત્રાલયનો પણ કારભાર છે.
રિપોર્ટ અનુસાર, આ શાળાનું નિર્માણ માત્ર ચાર મહિના પહેલાં જ કરવામાં આવ્યું હતું. ભાજપ નેતા અને MCDના પૂર્વ ચેરમેન રાજપાલસિંહે જણાવ્યું કે, 16 કરોડના ખર્ચે ચાર મહિના પહેલાં આ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જો શાળા ચાલુ હોત અને તેમાં બાળકો હોત તો અંદાજો લગાવી શકાય તેમ છે કે કેટલો મોટો અકસ્માત બન્યો હોત. તેમણે ઉમેર્યું કે, “અમે કહીએ છીએ કે દિલ્હીમાં 40 ટકા કમિશન ચાલે છે તેનું ઉદાહરણ આ શાળા છે. ઉપરથી ટાઇલ્સ અને રંગરોગાન કરી દેવામાં આવ્યું છે પરંતુ અંદરનો પાયો ઠીક નથી. આ શાળામા ભ્રષ્ટાચાર થયો છે, અમારી માંગ છે કે આ મામલે FIR દાખલ કરીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.”
VIDEO | "What if students were present in the school yesterday and something might have happened? Will Arvind Kejriwal take responsibility? He should resign," says Delhi BJP chief Virendra Sachdeva on the collapse of school's wall in the Sriniwaspuri area of Delhi. pic.twitter.com/2zO6UANdYF
— Press Trust of India (@PTI_News) July 9, 2023
દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવે આ શાળાની મુલાકાત લીધી હતી. તેમણે કેજરીવાલ સરકાર પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, “16 કરોડ રૂપિયાના ખર્ચે 4 મહિના પહેલાં આ સ્કૂલ બની છે. સીધેસીધો ભ્રષ્ટાચાર છે. જૂની દીવાલ પર નવી ટાઇલ્સ લગાવીને તેને શિક્ષણક્રાંતિનું મોડેલ બનાવી દીધું. આ કેજરીવાલની શિક્ષણ ક્રાંતિ છે. તેમના નાકની નીચે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે અને બાળકોના જીવ સાથે ખિલવાડ કરવામાં આવી રહી છે. જો બાળકો શાળામાં હોત અને કંઈ બની ગયું હોત તો તેની જવાબદારી કોની? કેજરીવાલે જવાબદારી લીધી હોત?”
શનિવારે દિલ્હીમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં. લોકોએ સોશિયલ મીડિયા પર આ બધા વિડીયો શૅર કરીને કેજરીવાલને નિશાને લીધા હતા અને દિલ્હીને વિશ્વકક્ષાની સુવિધા આપવાના તેમના દાવા યાદ કરાવ્યા હતા. તો કેટલાક યુઝરે કટાક્ષ કરીને કહ્યું કે, કેજરીવાલે દિલ્હીને વેનિસ બનાવી દીધું છે.