Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી ની શાળાઓમાં નોળીયા ફરે છે, શિક્ષણ મંત્રી સામે શિક્ષણ મોડેલની ખુલી...

    દિલ્હી ની શાળાઓમાં નોળીયા ફરે છે, શિક્ષણ મંત્રી સામે શિક્ષણ મોડેલની ખુલી પોલ

    ઉપ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સામે એક શિક્ષીકાએ ફરીયાદનાં એવા સુર રેલાવ્યા, જે સાંભળતાજ મનિષ સિસોદીયા ને જોરદાર આંચકો લાગ્યો, શિક્ષીકાએ કહ્યું કે એમની શાળામાં નોળીયા ફરે છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી દ્વારા દેશ ભરમાં દિલ્લી શિક્ષણ મોડેલની જોરશોરથી જાહેરાત કરવામાં આવે છે, પરંતુ તાજેતરમાં દિલ્હીની શાળામાં બનેલી આ ઘટનાએ દિલ્હી શિક્ષણ મોડલનાં ઢંઢેરા પર પાણી ફેરવી દીધું.

    વાત એમ છે કે દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે દિલ્હી સરકાર તરફથી નવા ભરતી થયેલા 7600 શિક્ષકોના સ્વાગત સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન કાર્યક્રમના મંચ ઉપર ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા પણ હાજર હતા, ચાલું કાર્યક્રમે મોટા પડદા પર એક વિડીયો ચલાવવામાં આવી રહ્યો હતો, જેમાં પહેલાની સરકારોની તુલનામાં કેજરીવાલ સરકારમાં સરકારી શાળાઓનો કેટલો વિકાસ થયો તે દેખાડવામાં આવી રહ્યું હતું.

    શિક્ષીકાએ ઠાલવી હૈયા વરાળ

    - Advertisement -

    ત્યાર બાદ મનિષ સિસોદીયાએ શિક્ષકો સાથે વાતચીત કરવાનું ચાલું કર્યું તે વખતે જામા મસ્જિદ હિંદી મીડિયમ શાળાની એક શિક્ષીકાએ ફરીયાદનાં સ્વરોમાં કહ્યું કે ‘સર હમણા જે વિડીયો બતાવવામાં આવ્યો, તે જોઈને મને દુખ થયું. અમે પણ એજ વિચાર્યું હતું કે જે પ્રમાણે શિક્ષણ અને શાળાઓને સુધારવામાં આવી રહ્યા છે તેમાં અમારી શાળા પણ શામેલ હશે, પરંતુ તેવું થયું જ નથી.

    શિક્ષીકાનો દાવો: ‘અમારી શાળામાં નોળીયા ફરે છે’

    વધુમાં શિક્ષીકાએ જણાવ્યું હતું કે તે દિલ્હીની શાળામાં ભોયરામાં પ્રાઈમરી અને પ્રિ પ્રાઈમરીના વર્ગ ચલાવે છે, અને ત્યા પણ અવારનવાર નોળીયા ફરતા જોવા મળે છે, જે બાળકો માટે ખુબજ જોખમી બાબત છે. શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયાએ પણ આ હકીકતને સ્વિકારી હતી, અને કેજરીવાલ સરકાર અને પોતાના દ્વારા કરવામાં આવેલા શૈક્ષણિક સુધારાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે ઘણા બધા સારા કાર્યો કર્યા છે, પરંતુ હજું ઘણાં સુધારાઓ કરવાના બાકી છે અને નોળીયા આવતા પણ બંધ થશે, તેવી બાહેંધરી મનિષ સિસોદીયાએ આપી હતી.

    તે છતા 7600 શિક્ષકોની હાજરીમાં ઉપ મુખ્યમંત્રી સામે એક સરકારી શિક્ષીકાની ફરિયાદોએ ક્યાંક ને ક્યાંક કેજરીવાલ સરકારને સવાલોના વમળમાં ચોક્કસ પણે ઘેરી લીધા છે, અને પાંચ વર્ષમાં સરકારી સ્કુલોના કાયા પલટ કરવાના દાવાઓ પર નોળીયા ફરીવળ્યા હોય તેવું લાગી રહ્યું છે

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં