Saturday, September 14, 2024
More
    હોમપેજદેશકેજરીવાલને સમય મળતો હતો વકીલો સાથે મીટિંગ કરવા, તેઓ ઉપયોગ કરતા હતા...

    કેજરીવાલને સમય મળતો હતો વકીલો સાથે મીટિંગ કરવા, તેઓ ઉપયોગ કરતા હતા મંત્રીઓને આદેશ આપવા માટે: અઠવાડિયામાં 5 મીટિંગની માંગ કોર્ટે ફગાવી

    સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ ટિપ્પણીમાં કહ્યું કે, “કેજરીવાલ વકીલો સાથે કેસની વિગતોની ચર્ચા કરવાની જગ્યાએ પોતાને મળેલા સમયનો ઉપયોગ જળ મંત્રીને આદેશ આપવા માટે કરતા હતા.”

    - Advertisement -

    દિલ્હીની કોર્ટે એક્સાઈઝ પોલિસી કેસમાં જેલમાં બંધ AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલની એક અરજી ફગાવી દીધી, જેમાં તેમણે અઠવાડિયામાં 5 વખત વકીલને મળવા માટે પરવાનગી માંગી હતી. નોંધનીય છે કે હાલ તેમને 2 વખત વકીલને મળવા માટે છૂટ આપવામાં આવી છે. 

    રૉઝ એવન્યુ કોર્ટનાં સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ ટિપ્પણીમાં કહ્યું કે, “કેજરીવાલ વકીલો સાથે કેસની વિગતોની ચર્ચા કરવાની જગ્યાએ પોતાને મળેલા સમયનો ઉપયોગ જળ મંત્રીને આદેશ આપવા માટે કરતા હતા.” કોર્ટે કહ્યું કે, કેજરીવાલ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે કે તેઓ તેમની લીગલ મીટિંગનો ઉપયોગ માત્ર કેસને લગતી ચર્ચા કરવામાં જ કરે છે. 

    કોર્ટે નોંધ્યું કે, “તપાસ એજન્સી દ્વારા જમા કરાવવામાં આવેલો સ્ટેટસ રિપોર્ટ જણાવે છે કે અરજદારે (કેજરીવાલ) લીગલ મીટિંગ દરમિયાન એક વકીલને જળ મંત્રીને આદેશ આપવા માટે અમુક સૂચનાઓ આપી હતી.” આગળ કહેવામાં આવ્યું કે, “જેનાથી સ્પષ્ટ છે કે અરજદાર અઠવાડિયામાં થતી તેમની બે લીગલ મીટિંગનો ઉપયોગ માત્ર કેસને લગતી વિગતોની ચર્ચા કરવાને બદલે અન્ય બાબતો માટે જ કરતા રહ્યા છે. આ બાબતોને જોતાં અરજી નામંજૂર કરવામાં આવે છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે હાલ કોર્ટે કેજરીવાલને અઠવાડિયામાં 2 વખત વકીલોને મળવા માટે પરવાનગી આપી છે. તેમણે કોર્ટમાં અપીલ કરીને આ મિટિંગની સંખ્યા 2થી વધારીને 5 કરી આપવા માટે વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે ઉપર મુજબ અવલોકન કરીને અરજી ફગાવી દીધી છે. 

    સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીની ના પાડી

    બીજી તરફ, દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડને પડકારતી અરજી નામંજૂર કર્યા બાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. પરંતુ ત્યાં તાત્કાલિક સુનાવણી કરવાની કોર્ટે ના પાડી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ કેજરીવાલની અરજી પર આજે સુનાવણી કરશે નહીં. ક્યારે કરશે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. 

    સુપ્રીમ કોર્ટમાં કેસ રજૂ કરીને કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. પરંતુ CJI ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, તેઓ ઇમેઇલ કરે, જે પછી કોર્ટ વિચાર કરશે. તેમણે કહ્યું કે, “અમે બપોરે ઇમેઇલ ચેક કરીશું, પછી જ ખબર પડશે કે સુનાવણી માટે તેને ક્યારે સૂચિબદ્ધ કરવામાં આવે.

    નોંધનીય છે કે કેજરીવાલ હાલ જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલમાં છે. તેમની ધરપકડ ગત 21 માર્ચના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ પહેલાં 6 દિવસ અને ત્યારબાદ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. 1 એપ્રિલે કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવતાં જેલ મોકલી આપવામાં આવ્યા હતા. 15 એપ્રિલના રોજ આ જ્યુડિશિયલ કસ્ટડી પૂર્ણ થાય છે. ત્યારે તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં