Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAAPને બીજો ઝાટકો: દિલ્હીની કોર્ટે મનિષ સિસોદિયાની જામીન અરજી ફગાવી, હજુ જેલમાં...

    AAPને બીજો ઝાટકો: દિલ્હીની કોર્ટે મનિષ સિસોદિયાની જામીન અરજી ફગાવી, હજુ જેલમાં જ રહેવું પડશે

    મનિષ સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલ જામીન અરજીનો વિરોધ કરતાં CBIએ કોર્ટને જણાવ્યું હતું કે, જો તેમને જામીન આપવામાં આવે તો તપાસને અસર પડી શકે છે.

    - Advertisement -

    દિલ્હીના દારૂ કૌભાંડમાં સંડોવાયેલા પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા મનિષ સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. આજે તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 

    મનિષ સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી દરમિયાન CBIના વકીલ તરફથી કોર્ટે જવાબ રજૂ કર્યો હતો તેમજ કેસની અન્ય વિગતો અને સાક્ષીઓનાં નિવેદનો પણ કોર્ટની સામે મૂક્યાં હતાં. ત્યારબાદ કોર્ટે આદેશ અનામત રાખ્યો હતો અને હવે આજે આજે સિસોદિયાને જામીન આપવાની ના પાડી દીધી હતી. 

    મનિષ સિસોદિયાએ તેમની જામીન અરજીમાં દલીલ કરી હતી કે કેસમાં જેટલી તપાસ કરવાની હતી તે પૂર્ણ થઇ ચૂકી છે અને હવે તેમને કસ્ટડીમાં રાખવાથી કોઈ ફેર પડશે નહીં. તેમણે એવી પણ દલીલો કરી કે તેમણે CBIને તેમની તપાસમાં પૂરતો સહયોગ આપ્યો હતો અને આ કેસના બાકીના આરોપીઓને પણ જામીન આપી દેવામાં આવ્યા છે ત્યારે તેમને પણ મુક્ત કરવામાં આવે. 

    - Advertisement -

    મનિષ સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલ જામીન અરજીનો વિરોધ કરતાં CBIએ કોર્ટને જણાવ્યું હતું કે, જો તેમને જામીન આપવામાં આવે તો તપાસને અસર પડી શકે છે. એજન્સીએ મનિષ સિસોદિયા દ્વારા મોબાઈલ ફોન તોડી નાંખવાની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને કહ્યું કે તેમણે ચેટ નષ્ટ કરવા માટે ફોન તોડી નાંખ્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ટ્રાયલ કોર્ટે મનિષ સિસોદિયાના રિમાન્ડ મંજૂર કરતાં નોંધ્યું હતું કે, આરોપીએ તપાસમાં સહયોગ તો આપ્યો હતો પરંતુ મોટાભાગના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી શક્યા નથી ઉપરાંત તપાસમાં મળી આવેલા પુરાવાઓ વિશે પણ તેમની પાસે ખુલાસા નથી. 

    દિલ્હી દારૂ કૌભાંડ મામલે છેલ્લા એક મહિનાથી મનિષ સિસોદિયા જેલમાં બંધ છે. પહેલાં CBI દ્વારા આઠ કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે પૂર્ણ થયા બાદ તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. 

    જેલમાં ઇડીએ મનિષ સિસોદિયાની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી લીધી હતી અને ફરીથી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે પૂર્ણ થયા બાદ ફરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. હાલ સિસોદિયા દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. 

    કેજરીવાલને ગુજરાત હાઇકોર્ટે 25 હજારનો દંડ ફટકાર્યો

    ઉલ્લેખનીય છે કે આજે આમ આદમી પાર્ટીને આ બીજો ઝાટકો મળ્યો છે. આ પહેલાં ગુજરાત હાઇકોર્ટે એક કેસનો ચુકાદો આપીને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રીઓ અંગેની વિગતો માંગી હતી, જેને લઈને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને ગુજરાત યુનિવર્સીટીને રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને આજે ગુજરાત હાઇકોર્ટે રદ કરી દીધો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં