Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગરીબી મેં આટા ગીલા: બેંગલુરુથી પરત આવતા દિલ્હી કેપિટલ્સના ડેવિડ વોર્નર સહીત...

  ગરીબી મેં આટા ગીલા: બેંગલુરુથી પરત આવતા દિલ્હી કેપિટલ્સના ડેવિડ વોર્નર સહીત અન્ય ત્રણ ખેલાડીઓના બેટ સહિતના ક્રિકેટિંગ ગીયર્સ ચોરાયા

  એરપોર્ટથી જ્યારે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ પોતપોતાના હોટલ રૂમમાં ગયા અને એમની પહેલેથી જ પહોંચી ગયેલી ક્રિકેટ કિટ્સ તપાસી ત્યારે તેમને આ બાબતની જાણ થઇ હતી. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીના મેનેજમેન્ટને તેની જાણ કરવામાં આવી હતી અને આ બાબતની ફરિયાદ પણ થઇ હોવાનું જાણવા મળ્યું છે.

  - Advertisement -

  આ વર્ષની IPLમાં જો સહુથી વધુ કોઈ ટીમે નિરાશ કર્યા હોય તો તે છે દિલ્હી કેપિટલ્સ. હાલમાં IPL 2023 પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલી આ ટીમને પોતાના અત્યારસુધીના પ્રદર્શનથી તો નિરાશા હશે જ પરંતુ દિલ્હી કેપિટલ્સના મહત્વના ખેલાડીઓને ત્યારે મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે તેમનાં ક્રિકેટ બેટ્સ, ગ્લવ્સ વગેરે મહત્વના સાધનો ચોરી થઇ ગયા હોવાની માહિત મળી હતી.

  રવિવારે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બેંગલુરુમાં મેચ રમાઈ હતી જેમાં દિલ્હી કેપિટલ્સની ફરીથી શરમજનક હાર થઇ હતી. ટીમ જ્યારે બેંગલુરુથી દિલ્હી પહોંચી હતી ત્યારે કેપ્ટન ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, ફિલ સોલ્ટ અને યશ ધૂલના બેટ, શૂઝ, ગ્લોવ્ઝ વગેરે ક્રિકેટિંગ ગિયર ગુમ થયેલા માલુમ પડ્યા હતાં.

  ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક અહેવાલ અનુસારવિદેશી ક્રિકેટરોના ચોરી થયેલા દરેક બેટની કિંમત રૂપિયા 1 લાખથી પણ ઉપર થવા જાય છે. એરપોર્ટથી જ્યારે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ પોતપોતાના હોટલ રૂમમાં ગયા અને એમની પહેલેથી જ પહોંચી ગયેલી ક્રિકેટ કિટ્સ તપાસી ત્યારે તેમને આ બાબતની જાણ થઇ હતી.

  - Advertisement -

  ત્યારબાદ ફ્રેન્ચાઇઝીના મેનેજમેન્ટને તેની જાણ કરવામાં આવી હતી અને આ બાબતની ફરિયાદ પણ થઇ હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ ગમેતેમ કરીને મંગળવારે પ્રેક્ટીસ તો કરી હતી. અમુક ખેલાડીઓએ ભારતમાં રહેતા તેમનાં એજન્ટ્સનો સંપર્ક કરીને નવા બેટ્સ અને ગિયર્સ ખરીદવાનું કહ્યું હતું.

  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે ખેલાડીઓને પોતાનો સમાન ચોરાયો હોવાની જાણ થઇ હતી ત્યારે તેમને જબરદસ્ત આઘાત લાગ્યો હતો કારણકે IPLના 15 વર્ષના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે ખેલાડીઓનો ક્રિકેટને લગતો સમાન ચોરાઈ ગયો હોય.

  દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) ખાતે DCP તરીકે ફરજ  બનાવી રહેલાં દેવેશ કુમાર મહલાએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે બે વ્યક્તિઓ આવ્યા હતા અને તેમણે આ પ્રકારે ક્રિકેટરોનો સમાન ચોરાયો હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમને લેખિતમાં ફરિયાદ રજુ કરવાનું કહેતા તેમણે લેખિત ફરિયાદ કરી છે અને આ અંગે હવે કાયદેસરની કાર્યવાહી થઇ રહી છે.

  સામાન્ય રીતે જ્યાં પણ IPLની મેચ હોય ત્યાં તમામ ફ્રેન્ચાઇઝીઓ કોઈને કોઈ લોજીસ્ટીક્સ કંપની સાથે કરાર કરીને ખેલાડીઓનાં ક્રિકેટિંગ ગિયર્સ વગેરેની આવનજાવનની વ્યવસ્થા કરતી હોય છે. આ કંપનીઓ એ બાબત સુનિશ્ચિત કરતી હોય છે કે ખેલાડીઓ મેચ રમવા જે-તે સ્થળે પહોંચે એ અગાઉ જ તેમના બેગેજ અને ક્રિકેટ ઇક્વીપમેન્ટ પહોંચી જાય.

  ભૂતકાળમાં ક્રિકેટ કિટ્સ મેદાન પર મોડી પહોંચવાને લીધે મેચ પણ મોડી શરુ થઇ હોવાના દાખલા સામે આવ્યા છે પરંતુ આખેઆખા ક્રિકેટિંગ ગિયર્સ ચોરાઈ જાય એવી કદાચ આ પ્રથમ ઘટના છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં