Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ટોળાનો હેતુ હિંદુ સંપત્તિને નુકસાન પહોંચાડવાનો હતો': દિલ્હી હિંદુ વિરોધી રમખાણોમાં શમીમ...

    ‘ટોળાનો હેતુ હિંદુ સંપત્તિને નુકસાન પહોંચાડવાનો હતો’: દિલ્હી હિંદુ વિરોધી રમખાણોમાં શમીમ અને કફીલ પર દિલ્હીની કોર્ટે આરોપો નક્કી કર્યા, શાળાને પણ આગ લગાડી હતી

    25 ફેબ્રુઆરી, 2020ના રોજ, સાંજે 4 વાગ્યે, લગભગ 150 થી 200 હુમલાખોરોના ટોળાએ અરુણ મોડર્ન પબ્લિક સેકન્ડરી સ્કૂલ, બ્રિજપુરીમાં બળપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સ્કૂલ કેમ્પસમાં તોડફોડ કરતી વખતે આગચંપી કરવામાં આવી હતી. વાહનોથી લઈને કોમ્પ્યુટર લેબ સળગાવી દેવામાં આવી હતી.

    - Advertisement -

    દિલ્હીની એક અદાલતે મંગળવારે (24 જાન્યુઆરી, 2023) ફેબ્રુઆરી 2020ના દિલ્હી હિંદુ વિરોધી રમખાણોમાં સામેલ કથિત બે આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા. આ આરોપીઓના નામ શમીમ અહેમદ અને મોહમ્મદ કફીલ ફૈઝાન છે. બંને પર રમખાણો દરમિયાન દિલ્હીના બ્રિજપુરીમાં એક સ્કૂલ પર હુમલો અને આગચંપી કરવાનો આરોપ છે. કોર્ટમાં ઘડવામાં આવેલા આરોપોમાંથી એક એવો છે કે બંને હુમલાખોરોનો હેતુ જાણીજોઈને હિંદુઓની સંપત્તિને નુકસાન પહોંચાડવાનો હતો.

    અહેવાલ મુજબ, શમીમ અને કફીલ સામે આરોપો ઘડતી વખતે, કોર્ટે કહ્યું કે તેઓએ ચોક્કસ હેતુ માટે તેમની સાથે 5થી વધુ અજાણ્યા લોકોની ગેરકાનૂની સભા એકત્ર કરી હતી. કોર્ટના જણાવ્યા અનુસાર, આ ટોળાએ અરુણ મોડર્ન પબ્લિક સિનિયર સેકન્ડરી સ્કૂલમાં તોડફોડ કરી અને આગ ચાંપી દીધી કારણ કે તે હિંદુ સ્કૂલ હતી. ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હુમલાખોરોનો ઉદ્દેશ્ય હિંદુઓની સંપત્તિને વધુમાં વધુ નુકસાન પહોંચાડવાનો હતો.

    હુમલા કરવા આવેલ ટોળું હથિયારોથી સજ્જ હતું

    આ મામલે કર્કરડૂમા કોર્ટના ACJ 3 પુલત્સ્ય પ્રમચલાની કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટમાં ઘડવામાં આવેલા આરોપોમાં એવો પણ ઉલ્લેખ છે કે હુમલો કરનાર ટોળું તમામ પ્રકારના હથિયારોથી સજ્જ હતું. તોફાન કરવાના ઇરાદે આ ટોળાએ શાળાની કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, દસ્તાવેજો, જનરેટર અને કેમ્પસમાં પાર્ક કરેલા વાહનોને બાળી નાખ્યા હતા. આ ઘટનામાં પોલીસની ભૂમિકા પર કોર્ટે સંમત થયા કે તે સમયે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત હતી, જેના કારણે તે તાત્કાલિક કાર્યવાહી કરી શકી ન હતી.

    - Advertisement -

    જોકે, બચાવ પક્ષે પોલીસ સાક્ષીઓ, પીડિતો અને પોલીસની એફઆઈઆરમાં તફાવત અને એફઆઈઆરમાં વિલંબ જેવી દલીલો રજૂ કરી હતી, જેનો ફરિયાદ પક્ષે વિરોધ કર્યો હતો. કોર્ટે પ્રોસિક્યુશન સાથે સંમત થયા અને આરોપો ઘડવા સંમત થયા. ઓર્ડરની નકલ OpIndiaના કબજામાં છે.

    શું હતો સમગ્ર મામલો

    25 ફેબ્રુઆરી, 2020ના રોજ, સાંજે 4 વાગ્યે, લગભગ 150થી 200 હુમલાખોરોના ટોળાએ અરુણ મોડર્ન પબ્લિક સેકન્ડરી સ્કૂલ, બ્રિજપુરીમાં બળપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્કૂલ કેમ્પસમાં તોડફોડ કરતી વખતે આગચંપી કરવામાં આવી હતી.

    આ હુમલાની માહિતી દયાલપુર પોલીસ સ્ટેશનને ફોન કોલ દ્વારા આપવામાં આવી હતી. આરોપ છે કે જ્યાં સુધી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યાં હાજર વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. ઘટનાના બીજા દિવસે 26 ફેબ્રુઆરીએ શાળાના પ્રિન્સિપાલ જ્યોતિ રાનીએ હુમલા અંગે પોલીસને લેખિત ફરિયાદ આપી હતી.

    ફરિયાદમાં હુમલાને કારણે આશરે 1.25 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. જ્યારે આ કેસ નોંધવામાં આવ્યો ત્યારે પોલીસને આ ઘટના સાથે સંબંધિત કેટલીક અન્ય ફરિયાદો પણ મળી હતી. 2 હિંદુઓ અને 1 મુસ્લિમે પોલીસને ફરિયાદ કરી હતી કે તેમના ટુ-વ્હીલર તોફાનીઓએ સળગાવી દીધા હતા. આ તે વાહનો હતા જે હુમલા દરમિયાન શાળાની આસપાસ પાર્ક કરવામાં આવ્યા હતા અને હિંસાનો ભોગ બન્યા હતા.

    તપાસ દરમિયાન, દિલ્હી હિંસા સમયે તે જ વિસ્તારમાં ફરજ પર રહેલા એક પોલીસ અધિકારીએ હિંસામાં સામેલ શમીમ, કફીલ અને ફૈઝાનની ઓળખ કરી હતી. આ ત્રણેયની ઓળખ અન્ય સાક્ષીઓના નિવેદન પરથી પણ ખરાઈ કરાઈ હતી. જેમાં ત્રીજો આરોપી ફૈઝાન ફરાર છે અને તે ઘોષિત ગુનેગાર છે.

    પોલીસે 13 જૂન 2020ના રોજ જ ત્રણેય આરોપીઓ સાથે સંબંધિત ચાર્જશીટ દાખલ કરી હતી. ત્રણેય આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ 147, 148, 427, 435, 188 અને 436 હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં