Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપહેલાં પિતાનું નિધન અને હવે માતાએ લીધી વિદાય, જેલમાં બંધ દિનેશ ન...

    પહેલાં પિતાનું નિધન અને હવે માતાએ લીધી વિદાય, જેલમાં બંધ દિનેશ ન આપી શક્યા મુખાગ્નિ: દિલ્હી હિંદુવિરોધી રમખાણો મામલે થઇ છે સજા

    ઑપઇન્ડિયાની ટીમે દિલ્હી રમખાણો મામલે જેલમાં સજા કાપી રહેલા દિનેશ યાદવના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

    - Advertisement -

    ફેબ્રુઆરી 2020માં દિલ્હી ખાતે થયેલાં હિંદુવિરોધી રમખાણો મામલે 20 જાન્યુઆરી, 2022ના રોજ પહેલી સજા ગોકુળપુરી પોલીસ મથક વિસ્તારના ભાગીરથી વિહારમાં રહેતા દિનેશ યાદવને થઇ હતી. કડકડડૂમા કોર્ટના એડિશનલ સેશન્સ જજ વીરેન્દ્ર ભટ્ટે દિનેશ યાદવને પાંચ વર્ષની જેલ અને 12,000 રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. મૂળ આઝમગઢના રહેવાસી દિનેશ પર મુસ્લિમ સમુદાયની એક મહિલાના મકાનમાં આગચંપી કરવાનો અને તેની ભેંસ અને તેનું બચ્ચું લઇ જવાનો આરોપ લાગ્યો હતો. 

    જાન્યુઆરી 2022માં ઑપઇન્ડિયાની ટીમે દિલ્હી રમખાણો મામલે જેલમાં સજા કાપી રહેલા દિનેશ યાદવના પરિવાર સાથે મુલાકાત કરી હતી. ત્યારે અમે દિનેશના ઘરની સ્થિતિથી લોકોને વાકેફ કરાવ્યા હતા. એક વર્ષ બાદ ફરી અમે ફેબ્રુઆરી 2023માં દિનેશના પરિજનોની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી છે. 

    દિનેશ યાદવના ભાઈ હરીશે અમને જણાવ્યું કે હજુ પણ દિનેશ જેલમાં જ છે. ધરપકડથી લઈને અત્યાર સુધી તેઓ ત્રણ વર્ષ જેલની સજા કાપી ચૂક્યા છે. હાઇકોર્ટમાં તેમની સાથે અન્ય ઘણા લોકોનો કેસ સરકારી વકીલ શિખા ગર્ગ લડી રહ્યાં છે. 

    - Advertisement -

    પહેલાં પિતા ન રહ્યા અને હવે માતાએ પણ વિદાય લીધી 

    હરીશે અમને જણાવ્યું કે ઑગસ્ટ 2022માં રક્ષાબંધનના દિવસે તેમની માતા બુધા દેવીનું પણ અવસાન થયું. મૃત્યુનું કારણ જણાવતાં તેમણે કહ્યું, “મા દિનેશને યાદ કરીને ઘણી પરેશાન રહેતી હતી. આ જ પરેશાનીમાં તેમને તમામ બીમારીઓ થઇ ગઈ.”

    ઉલ્લેખનીય છે કે દિનેશના પિતા જગન્નાથ યાદવનું પણ પુત્ર દિનેશની 3 જૂન 2021ના રોજ થયેલી ધરપકડ બાદ 28 જૂન 2021ના રોજ નિધન થઇ ગયું હતું. દિનેશના પરિવાર અનુસાર તેઓ પુત્ર દિનેશની ધરપકડનો આઘાત જીરવી શક્યા ન હતા. નોંધવું જોઈએ કે, અમે ગત રિપોર્ટ પ્રકાશિત કર્યો ત્યારે બુધા દેવી જીવિત હતાં અને તેમણે ઑપઇન્ડિયા સાથે વાત કરતાં દિનેશની ધરપકડને ‘સમાજની લડાઈ’ ગણાવી હતી. 

    માના અંતિમ સંસ્કારમાં દિનેશ નહીં 

    હરીશે અમને જણાવ્યું કે માતાના મૃત્યુ બાદ દિનેશને અંતિમ સંસ્કાર માટે માત્ર 4 કલાકની પેરોલ મળવાની હતી. હરીશ અનુસાર, દિનેશને આ સમય પૂરતો ન લાગ્યો અને તેઓ જેલમાં જ રહ્યા. ગત રિપોર્ટમાં દિનેશની માતાએ જણાવ્યું હતું કે તેઓ ક્યારેય દિનેશને જેલમાં મળવા માટે ગયાં ન હતાં કારણ કે તે તેમને થોડા સમય માટે નહીં પરંતુ મુક્ત થયા બાદ મળવા માંગતો હતો. અફસોસ! હવે મા-દીકરો ક્યારેય મળી નહીં શકે. 

    હરીશે અમને જણાવ્યું કે દિનેશ યાદવ જેલમાં ખૂબ દુઃખી છે અને તેને વિધિનું વિધાન ગણાવીને મુક્ત થવાની રાહ જોઈ રહ્યા છે. 

    હવે ઘર સૂમસામ 

    દિનેશના ભાઈ હરીશે અમને આગળ જણાવ્યું કે હવે તેમનું ઘર સૂમસામ થઇ ગયું છે. તેમણે કહ્યું, એક સમયે આ ઘરમાં માતા-પિતા, ભાઈ, પત્ની, બાળકો બધાં જ રહેતાં હતાં, હવે ઘરમાં ન મા છે, ન પિતા. તેમણે કહ્યું કે, દિનેશ જેલમાં હોવાના કારણે હોવા ન હોવા જેવા છે. 

    દિનેશમાં ઘરમાં હાલ તેમના ભાઈ હરીશ, તેમની એક બહેન, હરીશની પત્ની અને બાળક રહે છે. હરીશ મહેનત-મજૂરી કરીને મહિને 10-15 હજાર કમાઈને પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે. 

    ન કોઈ પાસે મદદ, ન કોઈ માંગ 

    હરીશ યાદવે અમને જણાવ્યું કે રમખાણો બાદ કેસમાં નામ આવ્યું અને સજાના પણ 2 વર્ષ વીતી ગયાં પરંતુ કોઈ તેમના પરિવારની મદદે આવ્યું નથી. હરીશે કહ્યું કે, કોર્ટમાં આવવા-જવાથી લઈને ફોટોકૉપી અને હાજરી આપવા સુધીના પૈસા તેમણે પોતાના ખિસ્સા અને મહેનત-મજૂરીની કમાણીમાંથી આપવા પડી રહ્યા છે, જેનાથી તેઓ પરિવારનું ભરણપોષણ કરે છે. તેમણે કહ્યું કે, હવે તેમની કોઈ પાસે કોઈ માંગ નથી.

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષના રિપોર્ટમાં અમે જણાવ્યું હતું કે હરીશની માતા બુધાએ દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવીને ન માત્ર પોતાના પરિવારને ખોટી રીતે માનસિક ટોર્ચર કરવાનો અને રિશ્વત માંગવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. ત્યારે બુધા દેવીએ અમને જણાવ્યું હતું કે તેમનો પુત્ર નિર્દોષ છે અને માત્ર પૈસા ન આપી શકવાના કારણે તેને ફસાવવામાં આવ્યો હતો. 

    બુધા દેવીએ અમને એ પણ જણાવ્યું હતું કે જે મુસ્લિમ મહિલાએ લગાવેલા આરોપમાં તેમનો પુત્ર જેલની સજા કાપી રહ્યો છે, તેનો પોતાની જ શેરીમાં અમુક લોકો સાથે ઝઘડો ચાલી રહ્યો છે. ગત વર્ષે મુલાકાત દરમિયાન દિનેશની માતાએ એ પણ જણાવ્યું હતું કે તેમને શુગર અને બ્લડ પ્રેશરની બીમારી પણ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં