Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ BJPની બહુમતી દર્શાવતા એક્ઝિટ પોલ્સ નકાર્યા:...

    કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ BJPની બહુમતી દર્શાવતા એક્ઝિટ પોલ્સ નકાર્યા: અરવિંદ કેજરીવાલે કહ્યું- EVMમાં હેરફેર કરવા ખોટા પોલ્સ બનાવ્યા

    દિલ્હી લિકર પોલીસી મામલે તિહાડ જેલની હવા ખાઈ રહેલા અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે જામીન પર બહાર આવ્યા હતા. જામીન પૂર્ણ થયા બાદ તેમણે રવિવારે (2 જૂન 2024) તિહાડ જેલમાં સરેન્ડર કર્યું. જોકે સરેન્ડર કરતા પહેલા તેમણે એક નિવેદન આપ્યું અને તે નિવેદનમાં તેમણે લોકસભા ઈલેકશન 2024ના એક્ઝિટ પોલ્સને ખોટા ગણાવ્યા.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે, 4 જૂને તેના પરિણામો પણ જાહેર થઇ જશે. પરંતુ પરિણામો પહેલા સામે આવેલા એક્ઝિટ પોલ્સ જોઇને વિપક્ષી દળોને પેટમાં શૂળ ઉભું થયું છે. પહેલા રાહુલ ગાંધી તેમની કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ એક્ઝિટ પોલ્સને મોદી-મીડિયા પોલ્સ ગણાવ્યા. સાથે જ તેમની સાથે ગઠબંધન-ગઠબંધન રમી રહેલા અખિલેશ યાદવે એક્ઝિટ પોલ્સને લઈને અસંતોષ જાહેર કર્યો તો હવે દિલ્હી લિકર પોલીસી થકી કરોડોન કૌભાંડ આચરવાના આરોપી અને તિહાડમાં જેલવાસ કાપી રહેલા AAP સુપ્રીમો અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે એક્ઝિટ પોલ્સને ખોટા ગણાવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે દિલ્હી લિકર પોલીસી મામલે તિહાડ જેલની હવા ખાઈ રહેલા અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે જામીન પર બહાર આવ્યા હતા. જામીન પૂર્ણ થયા બાદ તેમણે રવિવારે (2 જૂન 2024) તિહાડ જેલમાં સરેન્ડર કર્યું. જોકે સરેન્ડર કરતા પહેલા તેમણે એક નિવેદન આપ્યું અને તે નિવેદનમાં તેમણે લોકસભા ઈલેકશન 2024ના એક્ઝિટ પોલ્સને ખોટા ગણાવ્યા.

    તેમણે કહ્યું કે, “લોકસભા ઈલેકશન 2024ના એક્ઝિટ પોલ્સ સામે આવી ચૂક્યા છે, આ તમામ પોલ્સ ખોટા છે.” તેમણે દાવો કર્યો હતો કે એક્ઝિટ પોલ્સમાં રાજસ્થાનમાં ભાજપને 33 બેઠકો મળતી હોવાનું જણાવાયું છે, જયારે રાજસ્થાનમાં માત્ર 25 જ બેઠકો છે. જોકે અરવિંદ કેજરીવાલે તે નહતું જણાવ્યું કે કઈ કંપનીના એક્ઝિટ પોલ્સમાં રાજસ્થાનમાં ભાજપને 33 બેઠકો મળતી હોવાનું કહેવામાં આવ્યું છે.

    - Advertisement -

    તેમણે આગળ કહ્યું કે, “આ લોકોએ આટલી બેઠકો કારણકે શેર માર્કેટમાં આ લોકોના પૈસા ઇન્વેસ્ટ થયેલા છે અને કાલે જયારે શેર માર્કેટ ખુલશે ત્યારે બંપર હશે અને આ લોકો શેર વેચીને ચાલતા થઇ જશે. અસલ મુદ્દો તે છે કે મત ગણતરીના 3 દિવસ પહેલા ખોટા એક્ઝિટ પોલ્સ શા માટે કરવા પડ્યા? આના પર અનેક સિદ્ધાંતો છે. તે પૈકીનો એક એ છે કે તે લોકો મશીનોમાં (EVM)માં હેરફેર કરી રહ્યા છે.”

    ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ જામીન પૂર્ણ થતા તિહાડ જેલમાં હાજર થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટે તેમને 21 દિવસના વચગાળા જામીન આપીને ચૂંટણી પ્રચાર માટે મુક્ત કર્યા હતા. જોકે, કેજરીવાલે વચગાળાના જામીન વધારવા માટે અનેક ગતકડા કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી શકી નહોતી. સુપ્રીમ કોર્ટમાં તેમણે મેડિકલ ચેકઅપનો હવાલો આપીને જામીન વધારવા માટે અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તે અરજી ફગાવી દીધી હતી અને વધુ નિર્ણય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને લેવા માટેના નિર્દેશો આપ્યા હતા. પરંતુ અંતે તેમને જામીન મળી શક્યા નહોતા. ત્યારે જેલમાં ફરી હાજર થતા પહેલા તેમણે એક્ઝિટ પોલ્સને ખોટા કહ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં