Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટડ્રાઈવરે ગુટકા ખાવા સ્ટીયરીંગ છોડ્યું ને બસ ઊંડી ખીણમાં ખાબકી: ઉત્તરાખંડમાં મોટો...

    ડ્રાઈવરે ગુટકા ખાવા સ્ટીયરીંગ છોડ્યું ને બસ ઊંડી ખીણમાં ખાબકી: ઉત્તરાખંડમાં મોટો બસ અકસ્માત; 2નાં મોત, અનેક ઘાયલ

    અકસ્માત બાદ સામે આવ્યું હતું કે આ આખો અકસ્માત બસના ડ્રાઈવર રોબીનના કારણે સર્જાયો હતો. ઉપરાંત દહેરાદુન જતા અનેક યાત્રીઓએ પણ ડ્રાઈવરને દોષી ગણાવ્યો હતો.

    - Advertisement -

    તમાકુનું સેવન તેને ખાનારા લોકો સાથે ક્યારેક અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી દે છે, આવી જ એક આંખ ઉઘાડનાર ઘટનામાં ડ્રાઈવરે ગુટકા ખાવા સ્ટેરીંગ છોડી દેતા ઉત્તરાખંડમાં મોટો બસ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ગઈકાલે (રવિવાર 2 એપ્રિલ 2023) ઘટી હતી. આ અકસ્માતમાં એક મા-દીકરીનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઉત્તરાખંડ પરિવહન નિગમની બસના ડ્રાઈવરની ગુટકા ખાવાની લ્હાયના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બસમાં સવાર મોટાભાગના યાત્રીઓ પર્યટકો હતા.

    અહેવાલો અનુસાર, ઉત્તરાખંડમાં મોટો બસ અકસ્માત સર્જાયાની ઘટનામાં બસ જે ખીણમાં ખાબકી હતી તેની ઊંડાઈ લગભગ 70 ફૂટ જેટલી હતી. આ બસ પિક્ચર પેલેસથી દહેરાદુન જઈ રહી હતી અને લગભગ 12 વાગ્યાના આરસમાં શેરગઢી પાસે રેલીંગ તોડીને ખીણમાં ખાબકી હતી. બસ ખીણમાં પડવાની સાથે જ ખાઈમાં મરણચીસો ગુંજી ઉઠી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ ITBP, FIRE વિભાગ, SDRF, અને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરીને ઘાયલોને બહાર કાઢ્યા હતા. જેમાંથી 9 લોકોના સ્થાનિક મેક્સ હોસ્પિટલમાં જયારે 29 ઘાયલોના દહેરાદુન મેડીકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનામાં એક માતા અને તેમની પુત્રીનું મોત નીપજ્યું હતું.

    ડ્રાઈવરે પોતાના સહીત યાત્રીઓનો જીવ જોખમમાં મૂકી પુરપાટ બસ ચલાવી

    અકસ્માત બાદ સામે આવ્યું હતું કે આ આખો અકસ્માત બસના ડ્રાઈવર રોબીનના કારણે સર્જાયો હતો. ઉપરાંત દહેરાદુન જતા અનેક યાત્રીઓએ પણ ડ્રાઈવરને દોષી ગણાવ્યો હતો. યાત્રીઓનું કહેવું હતું કે રોબીન ખૂબ ખરાબ રીતે બસ હંકારી રહ્યો હતો. મોટા વળાંક પર પણ તે બસને જોખમી રીતે વાળી રહ્યો હતો. ડ્રાઈવિંગ કરતી વખતે રોબીન નશામાં હોવાનું પણ કેટલાક યાત્રીઓએ જણાવ્યું હતું.

    - Advertisement -

    ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા દિલ્હીના રહેવાસી જીતેશ નામના યાત્રીએ જણાવ્યું હતું કે તેઓ બસમાં બોનેટ પાસે બનેલી સીટ પર બેઠા હતા. તેમણે જણાવ્યું હતું કે ડ્રાઈવર રોબીન નશામાં વિચિત્ર હરકતો કરી રહ્યો હતો. આ સિવાય પણ અન્ય અનેક મુસાફરોએ જણાવ્યું કે બસને ઉપડે હજુ 15 થી 20 મિનીટ જ થઈ હતી કે ડ્રાઈવર રોબીને સ્ટેરીંગ પરથી હાથ છોડી દીધો અને છૂટા હાથે બસ હંકારતા ખીસામાંથી ગુટકા કાઢીને ખાવા ગયો ને આંખના પલકારામાં બસ ખીણમાં ખાબકી હતી. અન્ય એક ઈજાગ્રસ્તે પણ આ વતની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તેને જાણે બસ ચલાવતા જ ન આવડતું હોય તેમ ગફલત ભરી રીતે તે બસ હંકારી રહ્યો હતો. ઘટના બાદ ડ્રાઈવર રોબીન ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો, ત્યારે પોલીસે તેની વિરુદ્ધ ધારાધોરણો મુજબ ગુનો નોંધ્યો છે.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં રાજકોટમાં પણ એક વ્યક્તિની ગુટકા ખાવાની ટેવ અન્ય માટે જીવલેણ બની હતી. કુવાડવા રોડ પર કાચાલકે ગુટકા થૂંકવા માટે અચાનક દરવાજો ખોલતા પાછળ આવી રહેલા સ્કૂટર ચાલક અને બ્રહ્માકુમારીના મહિલા સેવક મયૂરી નામના મહિલાએ બચવા માટે અચાનક જ બ્રેક મારી, જે બાદ તેમનું સ્કુટર સ્લીપ થતા તેઓ રોડ પર પટકાયા હતા. જે દરમિયાન પાછળ આવી રહેલી બસનું તોતિંગ ટાયર મહિલા પર ફરી વળ્યું હતું અને આ અકસ્માતમાં ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં