Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટડીસા: 4 મહિના પહેલાં પ્રેમી સદ્દામ સાથે ભાગી ગયેલી મહિલા કોન્સ્ટેબલ ફરી...

    ડીસા: 4 મહિના પહેલાં પ્રેમી સદ્દામ સાથે ભાગી ગયેલી મહિલા કોન્સ્ટેબલ ફરી ભાગી ગઈ, ઘરમાંથી દાગીના-રોકડ પણ ઉપાડી લઇ ગઈ; પિતાએ નોંધાવી ચોરીની ફરિયાદ

    અગાઉ જાન્યુઆરી મહિનામાં ભાગી ગઈ હતી, ત્યારબાદ પિતા વતન લઇ આવ્યા હતા. હવે ફરી એ જ યુવક સાથે ભાગી ગઈ હોવાના અહેવાલ.

    - Advertisement -

    ગત જાન્યુઆરીમાં ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મી થોડા સમય પહેલાં વિદેશ જવાનું કહીને અચાનક ગુમ થઈ ગઈ હતી. પછીથી તપાસ કરતાં મહિલા તેના પ્રેમી સદ્દામ સાથે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે, બંનેને મહારાષ્ટ્રથી પકડી લેવામાં આવ્યાં હતાં અને યુવતીના પિતા તેને લઈને વતન ડીસા આવી ગયા હતા. હવે તાજા સમાચાર એવા છે કે આ યુવતી ફરી ભાગી ગઈ છે. એટલું જ નહીં, તે ઘરેથી રોકડ અને દાગીના પણ ઉઠાવી લઇ ગઈ હતી. હવે તેના પિતાએ તેની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

    સમગ્ર ઘટના એવી છે કે, 16 જાન્યુઆરી, 2023ના રોજ યુવતી (ઉં. 24) આઠ દિવસની રજાનો રિપોર્ટ મૂકીને સાંજે છ વાગ્યે પોલીસ સ્ટેશનથી નીકળી ગઈ હતી. તેણે પોતાની મોટી બહેનને ‘વિદેશ જાઉં છું’ એવો મેસેજ મોકલીને મોબાઈલ બંધ કરી નાખ્યો હતો. બાદમાં ચિંતિત પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી પરંતુ, યુવતીનો કોઈ પત્તો ન લાગતાં આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

    પોલીસ તપાસમાં એવું સામે આવ્યું હતું કે આ યુવતી ડભોઇના અભિપુરા ગામના યુવક સદ્દામ સિકંદર ગરાસિયા સાથે ભાગી ગઈ હતી. જોકે, પોલીસ દ્વારા બંનેને મહારાષ્ટ્રના કોલ્હાપુરથી શોધી કાઢવામાં આવ્યાં હતાં. બાદમાં યુવતીના પિતા તેને સમજાવીને વતન થેરવાડા ગામે લઈ આવ્યા હતા. ત્યારબાદ ગત 1 માર્ચ, 2023ના રોજ વહેલી સવારે યુવતી ફરી ભાગી ગઈ હતી. જેને લઈને પિતાએ ડીસા પોલીસ મથકે ગુમ થયાની જાણ કરી હતી.

    - Advertisement -

    મહિલા પોલીસકર્મીએ ઘરમાંથી 37,000 રૂપિયાની ચોરી કરી

    એક મહિના બાદ પિતાને બીજો આંચકો ત્યારે લાગ્યો હતો જ્યારે તેમને ખબર પડી કે તેમની દીકરી ઘરની તિજોરીમાંથી 12,000 રૂપિયા રોકડા અને 25,000 રૂપિયાની કિંમતની સોનાની બુટ્ટી લઈને ભાગી ગઈ છે. ઈશ્વરભાઈએ આ મામલે દીકરી અને તેના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અહેવાલ અનુસાર, યુવતી મુસ્લિમ યુવક સાથે સંભવિત રીતે લગ્ન કરવાના ઈરાદે ઘરમાં ચોરી કરીને ભાગી નીકળી છે. ખેતી કરીને માંડ ઘરનું ગુજરાન ચલાવતા પિતા દીકરી અને તેના પ્રેમીની કરતૂતને કારણે પાયમાલ થઈ ગયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં