Sunday, November 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈરાનમાં નાહવાથી 94 વર્ષના વ્યક્તિનું મોત, વિશ્વના સહુથી 'ગંદા વ્યક્તિ' તરીકે ઓળખાતા...

    ઈરાનમાં નાહવાથી 94 વર્ષના વ્યક્તિનું મોત, વિશ્વના સહુથી ‘ગંદા વ્યક્તિ’ તરીકે ઓળખાતા અમૌ હાજીએ 70 વર્ષે સ્નાન કરતા મૃત્યુ થયું

    વિશ્વના સહુથી ગંદા વ્યક્તિ ઈરાનના હાજી અમૌનું અવસાન થયું છે અને તેમના અવસાન પાછળનું કારણ પણ અજીબોગરીબ છે.

    - Advertisement -

    નાહવાથી ભલા કોઈ વ્યક્તિનું મોત થઇ શકે ખરું? પણ વાસ્તવમાં પોતાના જીવનમાં 70 વર્ષે સ્નાન કરતા વિશ્વના સહુથી ગંદા વ્યક્તિ અમૌ હાજીનું મૃત્યું થયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ઈરાનમાં રહેતા વિશ્વના સૌથી ગંદા વ્યક્તિનું મૃત્યુ થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા 70 વર્ષ બાદ તેમને સ્નાન કરાવવામાં આવ્યું હતું. સ્નાન કર્યાના થોડા સમય બાદ જ તેમનું મૃત્યું થયું છે.

    ઝી ન્યુઝના અહેવાલ મુજબ ઈરાની સમાચાર એજન્સી IRNA અનુસાર, 94 વર્ષીય અમો હાજી ઉર્ફે “અંકલ હાજી”નું રવિવારે દક્ષિણ પ્રાંત ફાર્સના દેઝગાહ ગામમાં નિધન થયું હતું. તેણે અડધી સદીથી વધુ સમય સુધી સ્નાન કરવાનું ટાળ્યું હતું. જો કે, લોકો તેમના સ્નાન ન કરવા પાછળ ઘણા કારણો આપે છે.

    અન્ય મીડિયા અહેવાલો મુજબ સ્થાનિક અધિકારીઓ દાવો કરે છે કે હાજી અપરિણીત હતા, અને તેમણે “બીમાર પડવાના” ડરથી સ્નાન કરવાનું બંધ કરી દીધું હતું. બીજી તરફ સ્થાનિક ગ્રામજનોનું માનવું હતું કે હાજીને “તેમની યુવાનીમાં કોઈ કારણસર ભાવનાત્મક આંચકો” લાગ્યો હતો. આ પછી તેમણે પાણીથી અંતર બનાવી લીધું હતું. એકવાર તેના પડોશીઓએ તેને સ્થાનિક નદીમાં નવડાવવાનો પ્રયાસ કર્યો. આ માટે તે તેમને પોતાની કારમાં લઈ જવા લાગ્યો, પરંતુ મુસાફરીનો હેતુ સમજીને હાજી કોઈક રીતે કારમાંથી બહાર નીકળી ગયા હતા.

    - Advertisement -

    સડેલા માંસ ખાઈને ગુજારો કરતા અમૌ કરતા વિચિત્ર ધુમ્રપાન

    અમોઉ હાજી રોડ પર માર્યા ગયેલા પ્રાણીઓનું સડેલું માંસ ખાઈ ગુજરાન ચલાવતા હતા. આ સિવાય તેની પાસે એક પાઇપ હતી જેમાં તે પશુઓનો મળ ભરીને પીવાના આદી હતા. સોશિયલ મીડિયા પર તેની આવી અનેક તસવીરો પણ છે જેમાં તે એકસાથે ઘણી સિગારેટ પીતો જોવા મળે છે.

    સ્નાન કર્યાના થોડા મહિનામાં જ મૃત્યુ

    મળતા અહેવાલ મુજબ થોડા મહિના પહેલા ગામવાસીઓએ તેને નહાવા માટે દબાણ કર્યું હતું. પછી તેણે લગભગ 67 વર્ષમાં પહેલીવાર સ્નાન કર્યું હતું. આ પછી ધીરે ધીરે તેમની તબિયત બગડતી ગઈ અને અંતે તેમનું મૃત્યુ થયું હતું. તેના નામે ઘણા રેકોર્ડ નોંધાયેલા છે. વર્ષ 2013માં હાજીના જીવન પર ‘ધ સ્ટ્રેન્જ લાઈફ ઓફ અમાઉ હાજી’ નામની શોર્ટ ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં