Wednesday, April 24, 2024
More
    હોમપેજદેશઓડીશામાં વધુ એક રશિયન નાગરિકનો મૃતદેહ મળ્યો, મૃતક એન્જીનીયર હોવાનો ખુલાસો, છેલ્લા...

    ઓડીશામાં વધુ એક રશિયન નાગરિકનો મૃતદેહ મળ્યો, મૃતક એન્જીનીયર હોવાનો ખુલાસો, છેલ્લા 15 દિવસમાં 3 રશિયનની રહસ્યમય મોત

    બંને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મોટા ટીકાકાર હતા. હાલમાં ઓડિશા પોલીસ બંને કેસની તપાસ કરી રહી છે. તો બીજીતરફ આ રહસ્યમય મોતોના કેસોની તપાસમાં ઇન્ટરપોલની મદદ લેવાનો વિચાર ચાલી રહ્યો હોવાના પણ અહેવાલો છે.

    - Advertisement -

    ભારતના તટીય રાજ્ય ઓડીશામાં વધુ એક રશિયન નાગરિકનો મૃતદેહ મળ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. મૃતકની ઓળખ મિલ્યાકોવ સર્ગેઈ નામના એન્જીનીયર તરીકે થઇ છે. રાશિન નાગરિકનો મૃતદેહ જગતસિંહપુર જિલાના પરદીપ બંદર પર લાંગરેલા એક જહાજમાંથી મળી આવ્યો છે. આ પહેલા પણ ઓડીશામાં 2 રશિયન મિત્રોના મૃતદેહ મળ્યા હતા જેમાંથી એક વ્યક્તિ સાંસદ હોવાનો પણ ખુલાસો થયો હતો. પોલીસ હજુ પહેલા મળેલા મૃતદેહોની ઘુંચ ઉકેલે ત્યાં જ 15 દિવસની અંદર જ ત્રીજા રશિયન નાગરિકનો મૃતદેહ મળી આવતા આ ઘટના હવે ચર્ચાનો વિષય બની છે.

    મળતા અહેવાલો મુજબ ઓડીશામાં વધુ એક રશિયન નાગરિકનો મૃતદેહ મળી આવવાની ઘટનાએ આખા દેશનું ધ્યાન પોતાના તરફ આકર્શ્યું છે. મૃતક મિલ્યાકોવ સર્ગેઈ “એમ બી અલદના” નામના જહાજના મુખ્ય એન્જીનીયર હતા. આ જહાજ બાંગ્લાદેશથી મુંબઈ જી રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. આજે વહેલી સવારે (મંગળવાર 1 જાન્યુઆરી 2023) મિલ્યાકોવ સર્ગેઈ જહાજપર સ્થિત તેમના કેબીનમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં હતા. જેને લઈને પારાદીપ બંદર ટ્રસ્ટના અધ્યક્ષ પી.એલ હરાનંદ દ્વારા આ વતની પુષ્ટિ કરવામાં આવી હતી. ઘટનાને લઈને હાલ પોલીસ તપાસ ચાલી રહી છે, પરંતુ મિલ્યાકોવ સર્ગેઈના મૃત્યુના ચોક્કસ કારણ વિશે હજુ સુધી જાણી શકાયું નથી. જયારે કેટલાક અહેવાલો મુજબ જહાજના કેપ્ટનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મિલ્યાકોવ સર્ગેઈનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.

    તો બીજી તરફ ઘટના અંગે માહિતી આપતા જગતસિંહપુરના એસપી અખિલેશ્વર સિંહે પણ જણાવ્યું હતું કે, “અમને જાણવા મળ્યું છે કે મૃતક મિલ્યાકોવ કાર્ગો જહાજના ક્રૂ મેમ્બરમાંથી એક હતા. પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. અમારી પ્રાથમિક તપાસ મુજબ સર્ગેઈ મિલ્યાકોવ અચાનક ઓવરબોર્ડ પર પડી ગયા હતા. શક્ય છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોય.”

    - Advertisement -

    પાવેલ અને વ્લાદિમીરનું પણ રહસ્યમય મોત

    નોંધનીય છે કે આ અગાઉ દક્ષિણ ઓડિશાના રાયગઢ શહેરમાં પણ બે રશિયન પ્રવાસીઓના રહસ્યમય રીતે મોત થયા હતા. તેમાંથી એક 65 વર્ષીય રશિયન સાંસદ પાવેલ એન્ટોનોવ હતા અને બીજો મૃતક તેમનો મિત્ર વ્લાદિમીર બિડેનોવ હતો. પાવેલ 24 ડિસેમ્બરે અને બિડેનોવ 22 ડિસેમ્બરે મૃત્યુ પામ્યા હતા. હોટલના ત્રીજા માળેથી કથિત રીતે પડી જતાં પાવેલનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમનો મિત્ર બિડેનોવ બે દિવસ પહેલા આ જ હોટલમાં તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. બંને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મોટા ટીકાકાર હતા. હાલમાં ઓડિશા પોલીસ બંને કેસની તપાસ કરી રહી છે. તો બીજીતરફ આ રહસ્યમય મોતોના કેસોની તપાસમાં ઇન્ટરપોલની મદદ લેવાનો વિચાર ચાલી રહ્યો હોવાના પણ અહેવાલો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં