Wednesday, May 1, 2024
More
    હોમપેજદુનિયાહવે દાઉદ ઈબ્રાહીમ 'અજાણ્યા શખ્સો'ના હાથે ચડી ગયો, ઝેર અપાયાની ચર્ચા: અહેવાલોમાં...

    હવે દાઉદ ઈબ્રાહીમ ‘અજાણ્યા શખ્સો’ના હાથે ચડી ગયો, ઝેર અપાયાની ચર્ચા: અહેવાલોમાં દાવો, સઘન સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

    પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ કહ્યું, "સાંભળવામાં આવી રહ્યું છે કે કોઈએ દાઉદ ઈબ્રાહિમને ઝેર આપ્યું છે અને તે પછી તેની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે, તેને કરાચીની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે."

    - Advertisement -

    પાકિસ્તાનમાં ‘અજાણ્યા શખ્સો’ કહેર વરતાવી રહ્યા છે. ભારતના દુશ્મનોને એક-એક કરીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. હવે એ જાણવા મળી રહ્યું છે કે મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ અને અંડરવર્લ્ડ ભાગેડુ ડોન દાઉદ ઈબ્રાહીમ પણ તે અજાણ્યા શખ્સોના હાથે ચડી ગયો છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને કોઈ અજાણ્યા શખ્સોએ ઝેર આપી દીધું છે. પાકિસ્તાનના કરાચીમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી તેની ચર્ચા થઈ રહી છે.

    પાકિસ્તાનમાં ‘અજાણ્યા શખ્સો’ વીણી-વીણીને આતંકીઓને ખતમ કરી રહ્યા છે. હવે અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે પાકિસ્તાનમાં શરણ લઈને રહેતો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પણ અજાણ્યા શખ્સોના હાથે ચડી ગયો છે. મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહીમને કોઈ અજાણ્યા શખ્સોએ ઝેર આપી દીધું છે અને હાલ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જોકે, આ ઘટનાની કોઈ આધિકારિક પુષ્ટિ થઈ નથી. પરંતુ અહેવાલોથી જાણી શકાય છે કે તેને ઝેર આપવામાં આવ્યું છે.

    ભારે સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

    દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ ઈબ્રાહીમને હોસ્પિટલમાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. તેને કરાચીની જે હોસ્પિટલમાં દાખલ કરાયો છે ત્યાં મોટા અધિકારીઓ અને પરિવારના સભ્યોને જવાની અનુમતિ છે. તે સિવાય કોઈ સામાન્ય વ્યક્તિને હોસ્પિટલમાં પ્રવેશવા દેવામાં આવતો નથી. હાલ મુંબઈ પોલીસ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના હોસ્પિટલમાં ભરતી થયાના સમાચાર પર જાણકારી મેળવવાના પ્રયાસો કરી રહી છે.

    - Advertisement -

    પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ કહ્યું, “સાંભળવામાં આવી રહ્યું છે કે કોઈએ દાઉદ ઈબ્રાહિમને ઝેર આપ્યું છે અને તે પછી તેની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે, તેને કરાચીની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે. તે કેટલી હદે સત્ય છે તે ખબર નથી, પરંતુ એક વાત સૂચવે છે કે દાળમાં કંઈક કાળું છે. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ સર્વર ડાઉન થઈ ગયા છે.”

    પાકિસ્તાનમાં ઈન્ટરનેટ ડાઉન

    પાકિસ્તાનમાં દાઉદને કોઈ અજાણ્યા શખ્સોએ ઝેર આપ્યું હોવાના સમાચાર આવ્યા બાદ દેશમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સર્વર ડાઉન થવાના સમાચાર છે. લાહોર, કરાચી, ઈસ્લામાબાદ જેવા દેશના ઘણા મોટા શહેરોમાં પણ સર્વર ડાઉન છે. આ સિવાય X, Facebook, Instagram પણ કામ નથી કરી રહ્યા. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાત્રે 8 વાગ્યા પછી ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ ગઈ છે. વિશ્વભરમાં ઇન્ટરનેટ, સાયબર સુરક્ષા અને ડિજિટલ ગવર્નન્સ પર નજર રાખતી સંસ્થા નેટબ્લોકએ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોક લગાવ્યાની પુષ્ટિ કરી છે.

    મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે દાઉદ ઈબ્રાહીમ

    મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહીમ ભારતનો ભાગેડુ છે. દાઉદ ઈબ્રાહિમ 1993માં મુંબઈમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ છે. વિસ્ફોટોને અંજામ આપ્યા બાદ તે ભારત છોડીને દુબઈ ભાગી ગયો હતો. તે પછી તેણે પાકિસ્તાનમાં પોતાનો અડ્ડો બનાવ્યો. તે તેના પરિવાર સાથે ત્યાં રહે છે.

    ભારતમાં તેની સામે આતંકવાદી હુમલો, હત્યા, અપહરણ, કોન્ટ્રાક્ટ કિલિંગ, સંગઠિત અપરાધ, ડ્રગ્સ, હથિયારોની દાણચોરી જેવા ઘણા કેસ નોંધાયેલા છે. વર્ષ 2003મા તેને ગ્લોબલ ટેરરિસ્ટ (વૈશ્વિક આતંકવાદી) જાહેર કરવામાં આવ્યો હતો. 2011મા, એફબીઆઈ અને ફોર્બ્સની યાદીમાં તેને વિશ્વના ત્રીજા મોસ્ટ વોન્ટેડ ભાગેડુ ગુનેગાર તરીકે જણાવવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં