Monday, May 6, 2024
More
    હોમપેજદેશ‘અલ્લાહના સંદેશવાહકે ભારત પર હુમલાનો વાયદો કર્યો હતો’: ‘ગઝવા-એ-હિન્દ’ પર દારુલ ઉલુમ...

    ‘અલ્લાહના સંદેશવાહકે ભારત પર હુમલાનો વાયદો કર્યો હતો’: ‘ગઝવા-એ-હિન્દ’ પર દારુલ ઉલુમ દેવબંદનો ફતવો, એક્શનમાં NCPCR- પોલીસ કાર્યવાહીન આદેશ

    રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે સહારનપુર જિલ્લાના DM અને SPને એક નોટિસ પાઠવીને FIR દાખલ કરવા માટે નિર્દેશ આપ્યા છે. આયોગે કહ્યું કે, દારુલ ઉલુમ દેવબંધ મદરેસામાં બાળકોને ભારતવિરોધી શિક્ષણ આપે છે અને જેનાથી ઇસ્લામિક કટ્ટરપંથને પ્રોત્સાહન મળશે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના દેવબંદ સ્થિત ઇસ્લામી શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલુમ દેવબંદે તાજેતરમાં એક ફતવો જારી કર્યો છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. દારૂલ ઉલુમની વેબસાઈટ પર જારી કરવામાં આવેલા આ ફતવામાં ‘ગઝવા-એ-હિન્દ’ને ઇસ્લામિક દ્રષ્ટિકોણથી યોગ્ય ઠેરવીને તેનું મહિમામંડન કરવામાં આવ્યું છે. આ ફતવા બાદ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા સ્વતઃ સંજ્ઞાન લઈને નોટિસ પાઠવવામાં આવી છે. 

    દારુલ ઉલુમની આધિકારિક વેબસાઈટ પર સવાલ કરવામાં આવ્યો હતો કે શું હદીસમાં ભારત પર આક્રમણનો ઉલ્લેખ છે કે કેમ? સાથે પૂછવામાં આવ્યું હતું કે જે કોઇ પણ તેમાં શહીદ થશે તે મહાન શહીદ કહેવાશે કે જે ગાઝી હશે તે જન્નતી હશે? જેના જવાબમાં દારુલ ઉલુમ તરફથી ફતવો જારી કરવામાં આવ્યો હતો. નોંધવું જોઈએ કે ‘ગઝવા-એ-હિન્દ’નો અર્થ ભારત પર ઇસ્લામી શાસન સ્થાપવાના સંદર્ભમાં છે.

    ફતવામાં ‘સુન્ન અલ નસા’ નામના એક પુસ્તકનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે તેમાં ‘ગઝવા-એ-હિન્દ’ અંગે આખું એક પ્રકરણ છે અને તેમાં હઝરત અબુ હુરેરાની હદીસનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, “અલ્લાહના સંદેશવાહકે ભારત પર હુમલાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો હું જીવિત રહ્યો તો તેના માટે હું મારી પોતાની અને સંપત્તિની કુરબાની આપી દઈશ. હું સૌથી મહાન શહીદ બનીશ.” સાથે કહેવામાં આવ્યું કે દેવબંદની મુખ્તાર કંપનીએ આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. 

    - Advertisement -

    આ મામલે હવે એક્શન લેતાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે સહારનપુર જિલ્લાના DM અને SPને એક નોટિસ પાઠવીને FIR દાખલ કરવા માટે નિર્દેશ આપ્યા છે. આયોગે કહ્યું કે, દારુલ ઉલુમ દેવબંધ મદરેસામાં બાળકોને ભારતવિરોધી શિક્ષણ આપે છે અને જેનાથી ઇસ્લામિક કટ્ટરપંથને પ્રોત્સાહન મળશે. સાથે કહેવામાં આવ્યું કે આ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75નું ઉલ્લંઘન છે. NCPCRએ CPCR એક્ટની કલમ 13(1) હેઠળ સ્વતઃ સંજ્ઞાન લઈને જણાવ્યું કે આ પ્રકારની સામગ્રી દેશ વિરૂદ્ધ નફરત ફેલાવી શકે છે. 

    કમિશને પોલીસને આ મામલે તાત્કાલિક FIR દાખલ કરવા માટે અને સંબંધિત કાર્યવાહીનો રિપોર્ટ 3 દિવસની અંદર આયોગને મોકલવા માટે જણાવ્યું છે. આ સિવાય દારૂલ ઉલુમની વેબસાઈટની તપાસ કરવા માટે પણ જણાવવામાં આવ્યું અને ઉમેર્યું કે તેનાથી દેશના લોકોને ગેરમાર્ગે દોરવમાં આવી રહ્યા છે. આ પ્રકારની વેબસાઈટની તપાસ કરીને તાત્કાલિકપણે તેને બ્લૉક કરવામાં આવે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં