વર્તમાન સમયમાં કોમેડીના નામે સનાતન સંસ્કૃતિનું અપમાન કરવું તે જાણે એક ટ્રેન્ડ બની ગયો છે. પોતાની જાતને ‘કૉમેડિયન’ ગણાવતા લોકો જાહેરમાં હિંદુ અને સનાતનના અન્ય પંથની મજાક બનાવીને પોતાને ‘કૂલ’ સાબિત કરવાનો મોકો નથી છોડતા. મુનવ્વર ફારૂકીવાળો મામલો તેનું મોટું ઉદાહરણ છે. આ જ ટોળકીનો એક સભ્ય છે ડેનિયલ ફર્નાન્ડિઝ, જે પોતાને ‘કોમેડિયન’ ગણાવે છે. ડેનિયલ ફર્નાન્ડિઝે તાજેતરમાં જ જૈન સમુદાયને લઈને અપમાનજનક કોમેડી કરી હતી. ત્યારે હવે એ જ મામલાને લઈને તેને હૈદરાબાદ ખાતેનો તેનો શો કેન્સલ કરવાની નોબત આવી છે. ભાજપના ધારાસભ્ય T રાજા સિંઘે તેને શો ન કરવા માટે ચેતવણી આપ્યા બાદ તેણે આ પગલું ભર્યું છે.
વિસ્તારપૂર્વક વાત કરીએ તો તાજેતરમાં જ ઇસ્લામિક તહેવાર બકરીદ પર જૈન સમુદાયના કેટલાક લોકોએ કુરબાની માટે વેચવા મૂકેલા બકરાઓને ખરીદીને તેમના પ્રાણોની રક્ષા કરી હતી. આ ઘટનાને લઈને જ ડેનિયલ ફર્નાન્ડિઝે જૈનોની મજાક બનાવી હતી. તેણે પોતાના શોમાં કહ્યું હતું કે, “બકરા બચાવનારા આ જ જૈન જયારે તેમની સંખ્યા 300 થઈ જશે એટલે આવતી ઈદે સલીમભાઈને ફોન કરીને બકરા વેચી દેશે.” આટલું જ નહીં, તેણે મીટના વેપારના નામે પણ જૈન સમુદાયનું અપમાન કર્યું હતું. આ ઘટના બાદ દેશભરના જૈન અને હિંદુ સમાજમાં રોષ ફાટી નીકયો હતો.
Comedian Vs Polititian
— Nabila Jamal (@nabilajamal_) June 29, 2024
Daniel Fernandes comic take on Jains run into controversy. #Telangana BJP MLA T Raja warns the comedian to cancel his upcoming show in #Hyderabad Banjara Hills, if not face dire consequences!
Did Daniel cross the line? pic.twitter.com/8IxrGfcRYC
જેમ અન્ય ‘કોમેડિયન્સ’ પહેલા સનાતનની અપમાન કરે અને બાદમાં માફી માંગે, તે પ્રકારે જ ડેનિયલ ફર્નાન્ડીઝે જૈનોના અપમાનવાળો આ વિડીયો ડિલિટ કરી દીધો અને માફી માંગી. આ બધા વચ્ચે તેણે હૈદરાબાદ ખાતે આવેલા બંજારા હિલ્સમાં પોતાનો શો ઓર્ગેનાઈઝ કર્યો હતો. જોકે તેના આ શો વિશે ગોશમહેલથી ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંઘે એક વિડીયો જાહેર કરીને તેને ચેતવણી આપતા શો કેન્સલ કરાવવા કહ્યું હતું.
રાજા સિંઘે પોતાના વિડીયો કહ્યું હતું કે, “જય જીનેન્દ્ર, જય સિયારામ. કેટલાક દિવસ પહેલાં ડેનિયલ નામના એક કૉમેડિયને જૈન સમાજ પર ખૂબ જ અભદ્ર કોમેડી કરી હતી. તો એ ડેનિયલ ફર્નાન્ડિઝને કહેવા માંગીશ કે આજે તારો બંજારા હિલ્સ ખાતે જે કાર્યક્રમ છે તે કેન્સલ કરી દે. નહીંતર ત્યાં આવીને અમારા કાર્યકર્તાઓ તને એટલા જૂતા મારશે કે, ફરી તેલંગાણા કે હૈદરાબાદમાં આવતા 50 વાર વિચાર કરીશ. મારી હૈદરાબાદ કમિશનરને વિનંતી છે કે, આ હરા@#નો કાર્યક્રમ રદ કરવામાં આવે. નહીંતર અમે તેનો એ હાલ કરીશું કે ફરી ક્યારેય જૈન સમુદાય કે હિંદુ ધર્મ પર કોમેડી કરવાવાળાનો અમે શું હાલ કરીશું તે ઈતિહાસ યાદ રાખશે. જેમ મુનવ્વર ફારૂકીનું યાદ છે ને કે શું થયું હતું તેનું? તેમ જ આ ડેનિયલ ફર્નાન્ડીઝનો 4 વાગ્યાનો શો રદ કરવામાં આવે. જો વાતાવરણ ખરાબ થશે તો તેની જવાબદારી પોલીસ પ્રશાસનની રહેશે. અમે તૈયાર જ છીએ, જય શ્રીરામ.”
Comedian Vs Polititian
— Nabila Jamal (@nabilajamal_) June 29, 2024
Daniel Fernandes comic take on Jains run into controversy. #Telangana BJP MLA T Raja warns the comedian to cancel his upcoming show in #Hyderabad Banjara Hills, if not face dire consequences!
Did Daniel cross the line? pic.twitter.com/8IxrGfcRYC
ટી રાજા સિંઘની આ ચેતવણી બાદ ડેનિયલ ફર્નાન્ડિઝ દ્વારા પોતાનો શો કેન્સલ કરી દેવામાં આવ્યો હતો. તેણે આ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, કોઈ કલાકારના કામ સાથે અસહમતી હોવી તે ઠીક છે, પરંતુ હિંસાની ધમકી આપવી તે વ્યાજબી નથી. તેણે કહ્યું હતું કે કોઈ પણ તેના દર્શકો, કૃ મેમ્બર્સ કે પછી તેની પોતાની સુરક્ષાની ગેરેંટી નથી આપી રહ્યા માટે તે શો કેન્સલ કરી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે, વિવાદિત વિડીયો હટાવી લેવામાં આવ્યો છે અને જૈન સમાજની માફી પણ માંગી લીધી છે.