Sunday, October 13, 2024
More
    હોમપેજરાજકારણ'કોંગ્રેસ MLA ગોપાલ મીણા અને DSP એ હુમલો કર્યો, મારા પર પેશાબ...

    ‘કોંગ્રેસ MLA ગોપાલ મીણા અને DSP એ હુમલો કર્યો, મારા પર પેશાબ કર્યો, ચંપલ ચટાવ્યા’: રાજસ્થાનના દલિત વ્યક્તિએ જણાવી પોતાની આપવીતી

    દલિત પીડિતે આક્ષેપ કર્યો હતો કે તેને એક હોલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ધારાસભ્ય ગોપાલ મીણાએ કથિત રીતે નાયકને તેના જૂતા ચાટવા અને સાફ કરવા કહ્યું હતું, અને કહ્યું હતું કે તે પછી જ તેને જવાની મંજૂરી આપવામાં આવશે. પરિણામે, પીડિત પાસે કોઈ વિકલ્પ ન બચત તેણે કથિત રીતે કોંગ્રેસ ધારાસભ્યના જૂતા તેની જીભથી સાફ કર્યા અને પછી તેને જવા દેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    રાજસ્થાનના જયપુર જિલ્લામાં, એક દલિત વ્યક્તિએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ ધારાસભ્ય (Congress MLA) ગોપાલ મીણા અને જામવા રામગઢના નાયબ પોલીસ અધિક્ષક (DSP) શિવકુમાર ભારદ્વાજે તેના પર પેશાબ કર્યો, તેને તેમના જૂતા ચાટવા માટે દબાણ કર્યું, હુમલો કર્યો અને તેને જાતિવાદી અપશબ્દો કહ્યા હતા.

    હાલ આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય ગોપાલ મીણા અને ડીએસપી ભારદ્વાજ સહિત ચાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે (10 ઓગસ્ટ) પીડિત રાજુ પ્રસાદ નાયકે મીડિયાને સંબોધિત કર્યું અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કેસ પાછો ખેંચવા અને મામલો પતાવવા માટે તેમને ધમકાવવામાં આવી રહી છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે.

    અહેવાલો મુજબ, રાજુ પ્રસાદ નાયકે, 51, જેઓ ટોદલારી આંધી ગામમાં તેમના ખેતરમાં કામ કરતા હતા, જણાવ્યું હતું કે આ ઘટના 30 જૂનના રોજ બની હતી પરંતુ ત્યારે તે ડરથી ચૂપ રહ્યા હતા. નાયકના જણાવ્યા અનુસાર, 30 જૂને બપોરે કેટલાક પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા જ્યારે તે અને તેની પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા. પોલીસ કથિત રીતે તેમને કોંગ્રેસના ધારાસભ્ય ગોપાલ મીણાના ઘરે લઈ ગઈ. પીડિતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે તેને એક રૂમમાં બંધક બનાવીને પોલીસ અધિકારીઓએ નિર્દયતાથી માર માર્યો હતો. તેણે આગળ કહ્યું કે જ્યારે તેણે દયાની ભીખ માંગી ત્યારે ડીએસપી ભારદ્વાજે તેના પર પેશાબ કર્યો અને પ્રશ્ન કર્યો કે જામવા રામગઢના કોંગ્રેસના ધારાસભ્યને લાંચ આપ્યા વિના તેના ખેતરમાં પ્રવેશવાની હિંમત કેવી રીતે થઈ.

    - Advertisement -

    તદુપરાંત, દલિત પીડિતે આક્ષેપ કર્યો હતો કે ત્યારબાદ તેને એક હોલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ધારાસભ્ય ગોપાલ મીણાએ કથિત રીતે નાયકને તેના જૂતા ચાટવા અને સાફ કરવા કહ્યું હતું, અને કહ્યું હતું કે તે પછી જ તેને જવાની મંજૂરી આપવામાં આવશે. પરિણામે, પીડિત પાસે કોઈ વિકલ્પ ન બચત તેણે કથિત રીતે કોંગ્રેસ ધારાસભ્યના જૂતા તેની જીભથી સાફ કર્યા અને પછી તેને જવા દેવામાં આવ્યો હતો.

    તેમણે વધુમાં દાવો કર્યો હતો કે જ્યારે તેઓ જતા રહ્યા ત્યારે ડીએસપી ભારદ્વાજે પીડિતને ધમકી આપી હતી કે તે ટોડાલારીમાં તેના ખેતરમાં ફરી ન જાય નહીં તો તેને મારી નાખવામાં આવશે. ડીએસપીએ કથિત રીતે બડાઈ મારી કે તે તેમની સરકાર અને તેમના ધારાસભ્ય છે અને કોઈ તેમને નુકસાન પહોંચાડી શકશે નહીં. ડીએસપીએ કથિત રીતે કહ્યું કે ગોપાલ મીણા જામવા રામગઢના રાજા છે અને તે જ ત્યાં પોલીસ કર્મચારીઓની પોસ્ટિંગ સંબંધિત નિર્ણયો લે છે.

    અહેવાલો અનુસાર, પીડિતને પૂર્વ ધારાસભ્ય ડો પરમ અને નિવૃત્ત ડીજીપી નવદીપ સિંહની હાજરીમાં કોંગ્રેસના ધારાસભ્યના જૂતા ચાટીને સાફ કરવામાં આવ્યા હતા.

    પીડિત રાજુ પ્રસાદ નાયકે એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસના ધારાસભ્ય અને જામવા રામગઢ ડીએસપી દ્વારા કરવામાં આવેલા ભયાનક વર્તન બાદ તેણે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. આખરે, પીડિતે કોર્ટનો સંપર્ક કર્યો જેણે પોલીસને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો. ત્યારબાદ, જામવા રામગઢ પોલીસ સ્ટેશનમાં 27 જુલાઈએ કલમ 190, 363, 143, 448, 323, 342, 506, 509 IPC અને કલમ 3 (1) (R) (S) 3 (2) (VA) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

    રાજસ્થાન પોલીસે કહ્યું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે. આ મામલામાં કોંગ્રેસના ધારાસભ્ય સંડોવાયેલા હોવાથી ક્રાઈમ બ્રાન્ચ, ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CB-CID) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    દરમિયાન ધારાસભ્ય ગોપાલ મીણાએ દાવો કર્યો છે કે આ જમીન વિવાદનો મામલો છે. તેમણે દલિત વ્યક્તિ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોને પણ નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેઓ તેને ઓળખતા પણ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં