Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'હું આવું ત્યારે ઉભા થવાનું, હું બેસું પછી જ બેસવાનું': જીગ્નેશ મેવાણીએ...

    ‘હું આવું ત્યારે ઉભા થવાનું, હું બેસું પછી જ બેસવાનું’: જીગ્નેશ મેવાણીએ મહિલા રેસિડેન્ટ કલેક્ટર સાથે કર્યું ગેરવર્તન; દલિત સમાજે MLAને માફી માંગવા કહ્યું

    વિડીયોમાં મેવાણી ઘણા લોકો અને કેમેરા સામે ત્યાં ફરજ પર હાજર મહિલા રેસિડેન્ટ કલેકટર પંડ્યાને એવું કહેતા સંભળાયા હતા કે, "હું જયારે અહીંયા આવું ત્યારે તમારે મને રિસીવ કરવા બહાર આવવાનું, ખુરશીમાંથી ઉભા થઇ જવાનું, હું બેસું ખુરશીમાં પછી જ બેસવાનું અને હું જાઉં એટલે મને સી ઓફ કરવા આવવાનું."

    - Advertisement -

    2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કાંટાની ટક્કરમાં વડગામ બેઠક પરથી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર અને હવે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વધુ એક વિવાદમાં ફસાયા છે. બનાસકાંઠાના દલિત સમાજના જ અગ્રણીઓએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કલેક્ટરને આવેદન આપ્યું છે.

    અહેવાલો અનુસાર મંગળવાર (13 ડિસેમ્બર)ના રોજ બનાસકાંઠા જિલ્લાના દલિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જિલ્લા કલેકટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કલેક્ટરને આવેદન પાત્ર આપ્યું હતું અને દલિત મહિલા આધિકારી સાથે ગેરવર્તણૂક કરવા બદલ તેમણે માફી મંગાવી જોઈએ તેવી માંગ પણ કરી હતી.

    મેવાણીએ દલિત મહિલા અધિકારીને કહ્યું, ‘હું એવું એટલે ઉભા થવાનું’

    8 ડિસેમ્બરના રોજ ચૂંટણી પરિણામોમાં વિજેતા ઘોષિત થયા બાદ જયારે 9 ડિસેમ્બરે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી બનાસકાંઠા કલેકટર ઓફિસ પહોંચ્યા ત્યારે તેમનો એક વિડીયો વાઇરલ થયો હતો.

    - Advertisement -

    વિડીયોમાં મેવાણી ઘણા લોકો અને કેમેરા સામે ત્યાં ફરજ પર હાજર મહિલા રેસિડેન્ટ કલેકટર પંડ્યાને એવું કહેતા સંભળાયા હતા કે, “હું જયારે અહીંયા આવું ત્યારે તમારે મને રિસીવ કરવા બહાર આવવાનું, ખુરશીમાંથી ઉભા થઇ જવાનું, હું બેસું ખુરશીમાં પછી જ બેસવાનું અને હું જાઉં એટલે મને સી-ઓફ કરવા આવવાનું.”

    ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના આ નિવેદન અને વર્તનથી દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને તેઓએ સાથે મળીને કલેક્ટરને તેમની વિરુદ્ધ આવેદનપત્ર આપીને માફી માંગે તેવી માંગ કરી હતી.

    વડગામના ખેડૂત આગેવાનો પણ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે રોષમાં

    ચૂંટણીમાં વિજય મેળવ્યાના બીજા જ દિવસે જીગ્નેશ મેવાણી પોતાના સમર્થકો સાથે કલેકટર પાસે આવેદનપત્ર લઈને પહોંચ્યા હતા. તેઓએ માંગ કરતા પૂછ્યું હતું કે, ‘કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ક્યારે નાખો છો?” આ સિવાય તેમણે મીડિયા સમક્ષ વડગામમાં આવેલ કોલેજને ગ્રાન્ટ ઈન એઇડ કરવા બાબતે પણ નિવેદન આપ્યું હતું.

    પાણી માટે ખેડૂતો કર્યું આંદોલન, સરકારે માંગ સ્વીકારી લીધી છે

    પરંતુ સ્થાનિકોમાં આ નિવેદનોના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સ્થાનિક ખેડૂત આગેવાનોનું કહેવું છે કે કર્માવત તળાવ માટે ખેડૂતોએ આંદોલન કર્યું હતું, હજારો ખેડૂતોએ રેલી યોજી હતી. જે બાદ ગુજરાત સરકારે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા માટે પહેલાથી જ 750 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી દીધી હતી, જેનાથી પ્રજા પણ ખુશ છે.

    આ ઉપરાંત વડગામની કોલેજને ગ્રાન્ટ ઈન એઇડ કરવાની તૈયારીઓ પણ છેલ્લા તબક્કામાં છે. સરકારે એ વિષે ખાતરી પણ આપી છે.

    તો આવામાં કોઈ કારણ વગર ધારાસભ્ય માત્રને માત્ર પોતાના રાજકીય લાભ માટે આવા નિવેદનો આપે તે અયોગ્ય છે અને તેનું નુકશાન સ્થાનિક પ્રજાને થઇ શકે છે તેવું તેઓનું કહેવું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં