Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ130-140 કિમી/કલાકની ઝડપે ફૂંકાશે પવન, ચક્રવાત રેમલને લઈને કાંઠાવિસ્તારોમાં રેડ એલર્ટ: ટ્રેન-પ્લેન...

    130-140 કિમી/કલાકની ઝડપે ફૂંકાશે પવન, ચક્રવાત રેમલને લઈને કાંઠાવિસ્તારોમાં રેડ એલર્ટ: ટ્રેન-પ્લેન સહિતની વ્યવસ્થાઓ સ્થગિત, અડધી રાત્રે બંગાળમાં ત્રાટકે એવી સંભાવના

    રેમલના કારણે દરિયામાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે, જેનાથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી શકે છે. હવામાન વિભાગે માછીમારોને 27 મેની સવાર સુધી બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં ન જવાની ચેતવણી આપી છે.

    - Advertisement -

    બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત રેમલને લઈને મુશ્કેલીઓ તેજ બની ગઈ છે. તાજેતરની માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળમાં હવામાન ખરાબ થવાની શરૂઆત થઈ ચૂકી છે. રેમલ વાવાઝોડું રવિવારે (26 મે, 2024) પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બાંગલાદેશ સાથે ટકરાશે. તેના કારણે ભારે તબાહીની આશંકા સેવાઇ રહી છે. હજારો લોકોને કાંઠાના વિસ્તારમાંથી કાઢીને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા છે. કહેવાય રહ્યું છે કે, ચક્રવાતી તોફાન રેમલના કારણે 130-140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે તમામ પરિવહન વ્યવસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.

    ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાતી વાવાઝોડું ‘રેમલ’ દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. તે રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચેના દરિયાકાંઠે અથડાશે. આ સમયગાળા દરમિયાન, પવન 130થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાવાની ધારણા છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે.

    હવામાન વિભાગ અનુસાર ચક્રવાતી વાવાઝોડું રેમલ આગામી થોડા કલાકોમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ જશે. તે 26મીએ એટલે કે રવિવારે રાત્રે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. ઉપરાંત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દીધા છે અને દરિયાકાંઠાના હજારો લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં પણ આવ્યા છે.

    - Advertisement -

    દરિયાકાંઠાના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

    રેમલના કારણે દરિયામાં 1.5 મીટર ઊંચાં મોજાં ઉછળવાની સંભાવના છે, જેનાથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી શકે છે. હવામાન વિભાગે માછીમારોને 27 મેની સવાર સુધી બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં ન જવાની ચેતવણી આપી છે. વિભાગે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓ (દક્ષિણ અને ઉત્તર 24 પરગણા) માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં કેટલાક સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

    ભારતીય હવામાન વિભાગે કોલકાતા, હાવડા અને પૂર્વ મિદનાપુર સહિત પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું છે કે, ચક્રવાત રેમલ દરમિયાન ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને, કોલકાતા એરપોર્ટની તમામ ફ્લાઇટ્સ રવિવાર બપોરથી 21 કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 394 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તેમજ સિયાલદહ અને હાવડા બંને વિભાગોમાં ઘણી લોકલ ટ્રેનો, જે સામાન્ય રીતે કોલકાતા અને હાવડાને આસપાસના જિલ્લાઓ સાથે જોડે છે, તેને પણ રદ કરવામાં આવી છે. કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ પર પણ સૂચના જારી કરવામાં આવી છે.

    કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું છે કે, “ચક્રવાતી તોફાન રેમલના કારણએ તેના કેન્દ્રની આસપાસ 90-100 કિમી પ્રતિ કલાકથી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાઝોડું લગભગ ઉત્તર તરફ આગળ વધે તેવી સંભાવના છે અને આજે 26 મે, 2024ની મધ્યરાત્રિ સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડા તરીકે મોંગલા (બાંગ્લાદેશ)ના દક્ષિણ-પશ્ચિમની નજીક સાગર દ્વીપ અને ખેપુપારાની વચ્ચે બાંગ્લાદેશ અને આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરશે એવી સંભાવના છે. “

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં