Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતસુરત: આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુસણખોરને ક્રાઈમ બ્રાન્ચ અને...

    સુરત: આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુસણખોરને ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ ઝડપ્યો, નારોલ-ચંડોળાથી પકડાયેલ આતંકવાદીઓ સાથે છે કનેક્શન

    આ પહેલા અમદાવાદના નારોલ અને ચંડોળામાંથી ઝડપાયેલા ઘુષણખોરો વિશે ATS દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ તમામ લોકો બોગસ આઇડીની મદદથી ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અમદાવાદમાં રહેતા હતા.

    - Advertisement -

    છેલ્લા બે મહિનાથી ગુજરાતના અનેક મોટા શહેરોમાં બાંગ્લાદેશી ઘુષણખોરો સહિત આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેવામાં હવે સુરતમાં અલ-કાયદા સાથે જોડાયેલો શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુસણખોરને ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ ઝડપ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

    મળતી માહિતી અનુસાર સુરતમાં અલ-કાયદા સાથે જોડાયેલો શંકાસ્પદ બાંગ્લાદેશી ઘુષણખોરને ઝડપ્યા બાદ ATSએ જણાવ્યું હતું કે, “અમદાવાદથી દબોચવામાં આવેલા બાંગ્લાદેશીઓ અને આ ઇસમ અલ-કાયદાના જ, પણ અલગ-અલગ મોડ્યુલ પર કામ કરતા હતા.” જોકે ધરપકડની આ બંન્ને ઘટનાઓમાં તમામ વ્યક્તિઓનો હેન્ડલર એક જ હોવાનો ખુલાસો થયો છે. એજન્સીઓને માહિતી મળી છે કે, બાંગ્લાદેશના મેમનસિંગ પ્રાંતના સક્રિય આતંકવાદી સમૂહના આકાઓ શરીફુલ ઇસ્લામ અને શાયબાના કમાંડ પર આ તમામ લોકો કામ કરતા હતા.

    ટૂંકા ગાળામાં થયેલી આ તમામ ધરપકડોથી ઇન્ટેલિજન્સ અને સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી છે. એજન્સીઓ દ્વારા ટૂંક સમયમાં જ શંકાસ્પદ બાંગ્લાદેશીની વધુ પૂછપરછ કરવામાં આવશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને અહેવાલોમાં જણાવાયું છે કે, “પ્રાથમિક માહિતી સૂચવે છે કે અલ-કાયદાનું બાંગ્લાદેશ મોડ્યુલ સ્વતંત્ર રીતે કામ કરે છે અને દેશના અનેક મહત્વના શહેરોમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી રહ્યું છે. તેઓ ભવિષ્યના સંભવિત હુમલાઓ માટે યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા છે. જેના માટે તેઓ ભંડોળ પણ એકત્ર કરી રહ્યા છે.”

    - Advertisement -

    અમદાવાદમાં નારોલ-ચંડોળા સહિતના વિસ્તારમાંથી પકડાયા હતા ઘુષણખોરો

    ઉલ્લેખનીય છે કે છેલ્લા 50 દિવસમાં આ બીજી એવી ધરપકડ છે જેના તાર અલ-કાયદા સાથે જોડાયેલા હોય. આ પહેલા અમદાવાદના નારોલ અને ચંડોળામાંથી ઝડપાયેલા ઘુષણખોરો વિશે ATS દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ તમામ લોકો બોગસ આઇડીની મદદથી ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અમદાવાદમાં રહેતા હતા. જ્યાં તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા માટે યુવાનોની ભરતી કરવી, તેમના બ્રેનવૉશ કરવાં તેમજ ભંડોળ એકઠું કરીને બાંગ્લાદેશ મોકલવું જેવી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેમને હથિયારની તાલીમ પણ અપાઈ હતી.

    ATSની ટીમે તપાસ કરતાં તેમના ઠેકાણેથી બોગસ આધારકાર્ડ અને પાન કાર્ડ મળી આવ્યા હતા. ઉપરાંત અલ-કાયદા દ્વારા પ્રકાશિત થતું કટ્ટરવાદી સાહિત્ય પણ હાથ લાગ્યું હતું. આ ઈસમો ગુજરાતમાં ઘણા લોકોના પરિચયમાં આવ્યા હોવાનું અને તેમની પાસેથી ભંડોળ એકઠું કર્યું હોવાનું પણ સામે આવ્યું છે, જે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે. ઉપરાંત, ATS એ દિશામાં પણ તપાસ કરશે કે આ તમામ કઈ રીતે ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અહીં તેમના અન્ય સંપર્કો કોની સાથે હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં