Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લવ જેહાદ સામે અવાજ ઉઠાવવા બદલ ઇસ્લામવાદીઓના નિશાને ચડ્યો ગુજરાત...

    ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લવ જેહાદ સામે અવાજ ઉઠાવવા બદલ ઇસ્લામવાદીઓના નિશાને ચડ્યો ગુજરાત ટાઇટન્સનો ક્રિકેટર, વિવાદ બાદ પોસ્ટ હટાવીને નિવેદન જારી કર્યું 

    ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં યશ દયાળે એક કાર્ટૂન પોસ્ટ કર્યું હતું, જેમાં માથે મુસ્લિમો પહેરે તેવી ટોપી પહેરેલો એક વ્યક્તિ એક હાથમાં ચાકુ અને બીજા હાથમાં એક યુવતીનો હાથ પકડીને ઘૂંટણિયે બેઠેલો જોવા મળે છે.

    - Advertisement -

    ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુજરાત ટાઇટન્સ ટીમ તરફથી રમતા ખેલાડી યશ દયાળે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શૅર કર્યો હતો, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ઇસ્લામીઓના નિશાને આવી ગયો હતો. ખેલાડીએ ઇન્સ્ટાગ્રામ પર લવ જેહાદ સામે અવાજ ઉઠાવ્યો જેના કારણે તેણે ટ્રોલિંગ સહન કરવું પડ્યું અને આખરે માફી માંગીને પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. 

    ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં યશ દયાળે એક કાર્ટૂન પોસ્ટ કર્યું હતું, જેમાં માથે મુસ્લિમો પહેરે તેવી ટોપી પહેરેલો એક વ્યક્તિ એક હાથમાં ચાકુ અને બીજા હાથમાં એક યુવતીનો હાથ પકડીને ઘૂંટણિયે બેઠેલો જોવા મળે છે. યુવતીની આંખે પટ્ટી બાંધેલી જોવા મળે છે. કાર્ટૂનમાં બંને વચ્ચે એક સંવાદ પણ થતો દર્શાવાયો છે, જેમાં નીચે બેઠેલો શખ્સ કહે છે કે ‘લવ જેહાદ જેવું કંઈ હોતું નથી અને આ બધો પ્રોપેગેન્ડા છે. હું તને ખરેખર પ્રેમ કરું છું.’ જેના જવાબમાં આંખે પાટા બાંધેલી યુવતી કહે છે કે, ‘હું જાણું છું અબ્દુલ, તું અલગ છે. હું તારી ઉપર આંધળો વિશ્વાસ મૂકું છું.’

    કાર્ટૂનમાં આ પુરુષ-મહિલાની આસપાસ અનેક કબરના પથ્થર જોવા મળે છે, જેની ઉપર રિયા, ટીના, શ્રદ્ધા, દીક્ષા, નૈના, શિવાની વગેરે નામો લખ્યાં છે. જ્યારે વચ્ચે એક યુવતીનો મૃતદેહ પડેલો જોવા મળે છે, જેની ઉપર ‘સાક્ષી’ લખવામાં આવ્યું છે. નોંધવું જોઈએ કે તાજેતરમાં જ દિલ્હીમાં એક સાક્ષી નામની 16 વર્ષીય હિંદુ સગીરાની હત્યા કરી નાંખવામાં આવી હતી, જે કેસમાં સાહિલ સરફરાઝ ખાન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે શ્રદ્ધા નામની યુવતીની ગત મે મહિનામાં હત્યા કરવામાં આવી હતી. તેના લિવ-ઈન પાર્ટનર આફતાબે શ્રદ્ધાને ગળું દબાવીને મારી નાંખી હતી અને ત્યારબાદ તેના શરીરના ટુકડા કર્યા હતા, જેને ભરવા માટે એક ફ્રિજ લાવ્યો હતો અને પછી દરરોજ થોડા-થોડા ટુકડા જંગલમાં ફેંકી આવતો. 

    - Advertisement -

    ગુજરાત ટાઇટન્સના ક્રિકેટરે આ કાર્ટૂન ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કરતાંની સાથે જ સોશિયલ મીડિયા પર તેનો વિરોધ શરૂ થઇ ગયો હતો અને ઘણા લોકોએ તેને ઇસ્લામોફોબિક ગણાવી દીધો તો કોઈકે મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ કરવાનો આરોપ લગાવ્યો હતો.

    જોકે, વિવાદ થયા બાદ યશ દયાળે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડિલીટ કરી દીધી હતી અને તેના અકાઉન્ટ પરથી અન્ય એક સ્ટોરી શૅર કરવામાં આવી હતી. જેમાં માફી માંગીને લખ્યું હતું કે, આ સ્ટોરી ભૂલથી પોસ્ટ થઇ ગઈ હતી અને કોઈ નફરત ન ફેલાવે. તે દરેક સમુદાય અને સમાજનું સન્માન કરે છે. 

    પછીથી એક નવું નિવેદન સામે આવ્યું હતું જેમાં યશ દયાળે જણાવ્યું હતું કે આ બંને સ્ટોરી તેણે પોસ્ટ કરી ન હતી અને ઉમેર્યું કે, તેને લાગે છે કે કોઈ બીજી વ્યક્તિ તેનું અકાઉન્ટ વાપરી રહી હતી અને તેમણે આ પોસ્ટ શૅર કરી હોવી જોઈએ. તેણે કહ્યું કે, તે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનું સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યો છે. સાથે એમ પણ ઉમેર્યું હતું કે જે તસ્વીર શૅર કરવામાં આવી હતી એ તેની વિચારધારા દર્શાવતી નથી અને તે તમામ સમુદાયોનું સન્માન કરે છે. 

    લવ જેહાદના કિસ્સાઓ દેશમાં છાશવારે બનતા રહે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ઑપઇન્ડિયાએ આવા સેંકડો કિસ્સાઓ કવર કર્યા છે જેમાં મુસ્લિમ વ્યક્તિએ હિંદુ બનીને હિંદુ યુવતીને ફસાવી હોય. કેટલાક કિસ્સાઓમાં વાત હત્યા અને આપઘાત સુધી પણ પહોંચી જતી હોય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં