Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝુબૈરે ટ્વિટ માટે પૈસા લીધા, નુપુરનો અડધો વિડીયો શેયર કરી દેશનો માહોલ...

    ઝુબૈરે ટ્વિટ માટે પૈસા લીધા, નુપુરનો અડધો વિડીયો શેયર કરી દેશનો માહોલ બગાડયો: છતાંય AltNewsના સહ-સ્થાપકને જામીન

    ઝુબૈરે સ્વીકાર્યું છે કે તેને એક ટ્વીટ માટે 12 લાખ રૂપિયા અને એક માટે 2 કરોડ રૂપિયા મળ્યા છે. મોહમ્મદ ઝુબેર ભાષણો, ડિબેટ્સ વગેરેનો લાભ ઉઠાવીને સાંપ્રદાયિક વિભાજન કરી રહ્યો હતો.

    - Advertisement -

    ઓલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા કેસોમાં આજે (20 જુલાઈ) સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જ્યારે યુપી પોલીસમાં એફઆઈઆર અને દિલ્હી પોલીસની એફઆઈઆરની ગંભીરતા સમાન હોય ત્યારે પણ અરજદારને સતત કસ્ટડીમાં રાખવા યોગ્ય નથી. ઝુબૈરના ઉશ્કેરણીજનક ટ્વિટ્સથી દેશનો માહોલ બગડ્યો હતો.

    નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ઝુબેરની અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો. આ અરજીમાં ઝુબૈરે માંગ કરી હતી કે યુપીમાં તેની સામેની તમામ એફઆઈઆર રદ કરવામાં આવે. તેમજ તેની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેને વચગાળાના જામીન મળી ગયા હતા.

    ટ્વીટ કરવા માટે 2 કરોડ રૂપિયા લીધા હોવાનું સ્વીકાર્યું

    ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા વકીલે ઝુબૈરની આ અરજીનો વિરોધ કર્યો હતો. તેણે કોર્ટને કહ્યું છે કે ઝુબૈર તેના ટ્વિટ માટે પૈસા વસૂલતો હતો અને શુક્રવારે લોકોને ઉશ્કેરતો હતો અને સાંપ્રદાયિક હિંસા ફેલાવતો હતો.

    - Advertisement -

    તેણે કહ્યું કે ઝુબૈરે સ્વીકાર્યું છે કે તેને એક ટ્વીટ માટે 12 લાખ રૂપિયા અને એક માટે 2 કરોડ રૂપિયા મળ્યા છે. મોહમ્મદ ઝુબેર ભાષણો, ડિબેટ્સ વગેરેનો લાભ ઉઠાવીને સાંપ્રદાયિક વિભાજન કરી રહ્યો હતો.

    ઝુબૈરના ઉશ્કેરણીજનક ટ્વિટ્સના પેમ્ફલેટ જુમ્માની નમાજ બાદ વહેંચાતા

    ઉત્તર પ્રદેશ સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એ દલીલ પણ કરી હતી કે 26 મેના રોજ ન્યૂઝ ડિબેટના દિવસો પછી Alt ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરના ઉશ્કેરણીજનક ટ્વીટ્સ શુક્રવારની નમાજ પછી પેમ્ફલેટ તરીકે વહેંચવામાં આવી હતી.

    “26 મે, 2022 ના રોજ ટીવી ડિબેટ પછી, 5 અને 6 જૂને તેણે બતાવ્યું કે વિશ્વભરના લોકો સમર્થન કરી રહ્યા છે તો પછી તમે વિરોધ કરવા માટે આગળ કેમ નથી આવી રહ્યા. આ ટ્વીટ્સ શુક્રવારની પ્રાર્થના પછી પેમ્ફલેટ તરીકે પ્રસારિત કરવામાં આવી હતી, ” ભારતની સર્વોચ્ચ અદાલતમાં ઉત્તર પ્રદેશ રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ (એએજી) ગરિમા પાર્ષદે જણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં