Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોર્ટનો આદેશ: વિવાદિત વઝુખાનામાં વઝુની મનાઈ, 20થી વધુ લોકો સાથે નમાજની મનાઈ,...

    કોર્ટનો આદેશ: વિવાદિત વઝુખાનામાં વઝુની મનાઈ, 20થી વધુ લોકો સાથે નમાજની મનાઈ, શિવલિંગની સુરક્ષા માટે સીઆરપીએફ ગોઠવાઈ

    વારાણસી ખાતે આવેલા જ્ઞાનવાપી વિવાદિત માળખામાં શિવલિંગ મળી આવતા અદાલતે તત્કાલ કેટલાક આદેશો બહાર પાડ્યા હતા અને અહીં વઝુ કરવાની તેમજ મોટી સંખ્યામાં નમાઝ પઢવાની મનાઈ ફરમાવી છે.

    - Advertisement -

    આજે જ્ઞાનવાપી વિવાદિત માળખાના વિડિયોગ્રાફિક સર્વેના ત્રીજા અને છેલ્લા દિવસે ખૂબ મહત્વની માહિતી સામે આવી હતી. સર્વે દરમિયાન નંદી સામે આવેલ વઝુખાનાની તપાસ દરમિયાન એમાં શિવલિંગ હોવાનું સામે આવ્યું હતું. જેને સુરક્ષિત કરવા તરત જ હિન્દુ પક્ષના વકીલો વારાણસી સિવિલ કોર્ટ પહોચ્યા હતા. કોર્ટે ત્વરિત પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. આદેશમાં સ્થળને સુરક્ષિત કરવું, વઝુની મનાઈ તથા નમાજ માટે 20થી વધુ મુસ્લિમોએ ન જવું એ મુખ્ય મુદ્દા હતા.

    કોર્ટે પોતાના આદેશમાં વિવાદિત સ્થળે શિવલિંગ મળવાને ‘મહત્વપૂર્ણ સાક્ષ્ય’ ગણાવ્યું હતું. કોર્ટે પોતાના આદેશમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ ટાંકયા હતા.

    વારાણસી સિવિલ કોર્ટ દ્વારા અપાયેલ આદેશના મુખ્ય મુદ્દા આ મુજબ હતા.

    • આજે દિનાંક 16-05-2022ના દિવસે મસ્જિદ પરિષદમાં સર્વે દરમિયાન શિવલિંગ મળી આવ્યું છે.
    • આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સાક્ષ્ય છે માટે CRPF ક્માંડેંટને આદેશ કરવામાં આવે કે ત્યાં સીલ મારી દેવાં આવે.
    • વારાણસીના જિલ્લાધિકારીને આદેશ કરવામાં આવે છે કે તે જગ્યાએ મુસ્લિમોનો પ્રવેશ વર્જિત કરી દેવામાં આવે.
    • માત્ર 20 મુસ્લિમોને જ નમાજ પઢવાની પરવાનગી આપવામાં આવે.
    • તાત્કાલિક પ્રભાવથી સૌને વઝુ કરવાની મનાઈ કરવામાં આવે.
    - Advertisement -

    આ ઉપરાંત વારાણસી સિવિલ કોર્ટે પોતાના આદેશમાં આ મુદ્દાઓ સાથે અધિકારીઓની જવાબદારી સ્પષ્ટ કરતાં ટાંકયું કે, ‘જિલ્લા મેજિસ્ટ્રેટ, વારાણસી પોલીસ કમિશનર, પોલીસ કમિશનરેટ વારાણસી અને CRPF કમાન્ડન્ટ, વારાણસીને આદેશ આપવામાં આવ્યો છે જે સ્થળને સીલ કરવામાં આવ્યું છે ઉપરોક્ત તમામ અધિકારીઓ તે સ્થળની સીલબંધ અને સુરક્ષિત રાખવા માટે વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે.”

    નોંધનીય છે કે આવતી કાલે એટ્લે કે 17 મે ના દિવસે સર્વે ટિમ દ્વારા પોતાનો સર્વે કોર્ટમાં જમા કરવવાનો છે. ત્રણ દિવસ ચાલેલા આ સર્વેમાં ઘણાં ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં