આખા દેશમાં ધર્માંતરણનો મુદ્દો હવે વિકટ સ્વરૂપ ધારણ કરતો જતો જોવા મળી રહ્યો છે, તેવામાં અલવરની મિશનરીની વાતોમાં આવીને વહુ-દીકરાને ધર્માંતરણ કરવા માર મારવા અને અત્યાચાર ગુજારવાની ઘટના સામે આવી છે, અલવરના એક હિંદુ પરિવારના સભ્યોને એવા ફોસલાવ્યાં કે તેઓ પોતાનાજ વ્હાલસોયા સંતાનોના દુશ્મન બની બેઠા, ઈસાઈ મિશનરીઓએ એ હદે બ્રેઈન વોશ કર્યું કે પરિવારના વડીલોએ ઘરમાં હિંદુ દેવી દેવતાઓના મૂર્તિ-ફોટાઓ ખંડિત કરવા સાથે પરણિત સંતાનો ઉપર મારપીટ પણ કરવા લાગ્યા.
અહેવાલો અનુસાર રાજસ્થાનના અલવરની મિશનરીની વાતોમાં આવીને વહુ-દીકરાને ધર્માંતરણ કરવા માર માર્યો હતો. એક દંપતિએ પરિવારના સભ્યો પર આરોપ લગાવ્યો છે કે તેઓ ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે તેમને ત્રાસ આપે છે. પીડિત પતિ-પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે તેમના પરિવારના સભ્યો તેમના પર ધર્મ બદલવા માટે દબાણ કરી રહ્યા હતા. આ માટે તેમને સતત હેરાન કરવામાં આવતા હતા. પીડિત દંપતી જ્યારે પણ પૂજા-પાઠ કરે ત્યારે પરિવારના સભ્યો મૂર્તિઓ તોડી નાખતા, અને દેવતાઓના ફોટા પણ ફાડી નાંખતા હતા. દંપતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
अलवर में रहने वाले सोनू ने पत्नी के साथ अपने सास-ससुर के खिलाफ मामला दर्ज करवाया है.
— Avdhesh Pareek (@Zinda_Avdhesh) October 19, 2022
सोनू का आरोप है – घरवाले 2 साल से ईसा मसीह को मानने लग गए और हमें पूजा-पाठ करने पर मारते हैं. pic.twitter.com/1qObZlifKU
મળતી માહિતી મુજબ મામલો શહેરના NEB પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પીડિત પતિ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અધિકારીઓ સાથે મંગળવારે એસપી ઓફિસ પહોંચ્યા હતા અને પરિવારના સભ્યો વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પીડિત યુવક સોનુએ એસપીને જણાવ્યું હતું કે “તેના પરિવારના કેટલાક સભ્યોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. હવે તેઓ અમને પણ ધર્મ બદલવા માટે હેરાન કરી રહ્યા છે. ભગવાનની પૂજા કરવા પર તેઓ અમને મારતા હતા અને દેવતાઓના ફોટા પણ ફાડી નાખે છે. તેઓ કહે છે કે હિંદુ ધર્મમાં કંઈ જ નથી, બધું જ ઈસુ ખ્રિસ્ત છે.”
તો બીજી તરફ પીડિત યુવકની પત્ની રજનીએ કહ્યું છે કે તેની સાસુ અને અન્ય પરિવારના સભ્યો કે જેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે તેઓ સતત અમને ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરી રહ્યા છે. જ્યારે અમે તેમનો વિરોધ કરીએ તો તેઓ અમને માર પણ મારતા હતા. દંપતીએ એસપી પાસે સુરક્ષાની પણ માંગ કરી છે. પીડિત દંપતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
राजस्थान के अलवर जिले में एक परिवार के कुछ लोगों ने कथित रूप से ईसाई धर्म अपना लिया. इसी परिवार में शामिल पति-पत्नी ने आरोप लगाया है कि उन पर भी धर्म परिवर्तन करने का दबाव बनाया जा रहा है. #Alwar #Rajasthan https://t.co/OrUQY9dsvc
— The Lallantop (@TheLallantop) October 19, 2022
આ સાથેજ હિન્દુ સંગઠનોનું આ મામલાને લઈને કહેવું છે કે દલિત વસ્તીમાં ઈસાઈ મિશનરીના કેટલાક લોકો હિન્દુઓને લાલચ આપીને ધર્માંતરણ કરાવી રહ્યા છે. તેઓને ખ્રિસ્તી ધર્મ ન અપનાવવા બદલ માર મારવામાં આવી રહ્યો છે. આ સાથે ખ્રિસ્તી ધર્મ ન અપનાવવા બદલ બહિષ્કારની ચીમકીઓ પણ આપવામાં આવી છે.