Friday, May 3, 2024
More
    હોમપેજદેશ‘દેશ જોઈ રહ્યો છે, મોદી નોખી માટીનો માણસ છે’: આઝમગઢમાં બોલ્યા PM,...

    ‘દેશ જોઈ રહ્યો છે, મોદી નોખી માટીનો માણસ છે’: આઝમગઢમાં બોલ્યા PM, કહ્યું- આ શિલાન્યાસ ચૂંટણીલક્ષી નથી, વિકાસ માટેની મારી અનંતયાત્રાનું પરિણામ છે

    PM મોદીએ કહ્યું કે, "2019માં અમે જે શિલાન્યાસ કર્યા હતા, તે ચૂંટણી માટે નહોતા. તમે જોઈ જ રહ્યા છો કે, અમે તેનું ઉદ્ઘાટન પણ કર્યું છે. 2024માં પણ આ કાર્યને કોઈએ ચૂંટણીના ચશ્માથી જોવું જોઈએ નહીં. આ વિકાસ માટેની મારી અનંતયાત્રાનું પરિણામ છે."

    - Advertisement -

    વડાપ્રધાન મોદીનો ઉત્તર પ્રદેશમાં રવિવારે (10 માર્ચ) બીજો દિવસ છે. તેમણે શનિવારની રાત્રે કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી અને વારાણસીમાં જ રાત્રિરોકાણ કર્યું હતું. જે બાદ રવિવારે તેઓ યુપીના આઝમગઢ પહોંચ્યા હતા. ત્યાં PM મોદી ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત હતા. PM મોદીએ આઝમગઢથી રાજ્યને અનેક પરિયોજનાઓની ભેટ આપી છે અને કરોડોના વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો છે. આ દરમિયાન તેમણે આઝમગઢની સભાને પણ સંબોધિત કરી હતી.

    PM મોદીએ આઝમગઢની સભાને સંબોધિત કરતી વખતે કહ્યું કે, એરપોર્ટ, હાઈવે અને રેલવે સાથે સંકળાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની સાથે અન્ય વિકાસ કાર્યો પણ તેજ ગતિથી કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું “પહેલાં ચૂંટણીના મોસમમાં શું થતું હતું? અગાઉની સરકારોમાં નેતાઓ લોકોને છેતરવા માટે ઘોષણા કરતાં હતા. જ્યારે હું વિશ્લેષણ કરું છું તો ખ્યાલ આવે છે કે, 30-35 વર્ષ પહેલાં ઘોષણાઓ કરવામાં આવતી હતી. નેતાઓ પથ્થરો લગાવતા અને ગાયબ થઈ જતાં. પરંતુ આજે દેશ જોઈ રહ્યો છે, મોદી અલગ માટીનો માણસ છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “2019માં અમે જે શિલાન્યાસ કર્યા હતા, તે ચૂંટણી માટે નહોતા. તમે જોઈ જ રહ્યા છો કે, અમે તેનું ઉદ્ઘાટન પણ કર્યું છે. 2024માં પણ આ કાર્યને કોઈએ ચૂંટણીના ચશ્માથી જોવું જોઈએ નહીં. આ વિકાસ માટેની મારી અનંતયાત્રાનું પરિણામ છે. હું દેશને 2047 સુધીમાં વિકસિત બનાવવા માટે દોડી રહ્યો છું અને દેશને પણ દોડાવી રહ્યો છું. આજે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે, હવે દેશ ઊભો રહેવાનો નથી.”

    - Advertisement -

    ₹34,700 કરોડના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ

    PM મોદીએ આઝમગઢથી અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. સાથે તેમણે અનેક એરપોર્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું છે. તેમણે કહ્યું કે, “આજે માત્ર આઝમગઢ જ નહીં પરંતુ આખા દેશ માટે અનેક વિકાસ યોજનાઓનો અહીંથી શુભારંભ થવા જઈ રહ્યો છે. જે આઝમગઢને પછાત વિસ્તારોમાં ગણવામાં આવતું હતું, તે જ આઝમગઢ આજે વિકાસનો નવો અધ્યાય લખી રહ્યું છે. આજે આઝમગઢથી ઘણા રાજ્યોમાં ₹34,700 કરોડના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે.”

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આજે આઝમગઢનો સિતારો ચમકી રહ્યો છે. એક સમય હતો જ્યારે દિલ્હીથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું અને દેશના અલગ-અલગ સ્થળોએથી લોકો જોડાતા હતા. આજે આઝમગઢમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો તેની સાથે જોડાયા છે. આ આઝમગઢ નથી આજન્મગઢ છે, અનંત કાળ સુધી આ વિકાસનો ગઢ બની રહેશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં