Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચંદીગઢ: દોઢ લાખ આપો, ઈસાઈ પાદરી દ્વારા માથે હાથ મુકાવો અને 'હાલેલૂયા...

    ચંદીગઢ: દોઢ લાખ આપો, ઈસાઈ પાદરી દ્વારા માથે હાથ મુકાવો અને ‘હાલેલૂયા હાલેલૂયા’ કરી શરીરમાંથી ભૂત-ચુડેલ-કેન્સર ભગાવો

    આ સભાઓમાં મોટા ભાગે ગરીબ અને અભણ અથવા ઓછું ભણેલા લોકો આવતા હોય છે. તથા પાદરી સાથે તેના કેટલાક પહેલાથી સમજાવેલા સહાયકો હાજર હોય છે જે દરેક વાતે હાલેલૂયા હાલેલૂયા કરતા હોય છે.

    - Advertisement -

    પંજાબમાં છેલ્લા દાયકામાં ઈસાઈ ધર્માંતરણનો ધંધો ખુબ જ ખીલી નીકળેલો છે. અને આ ધર્માંતરણ માટે મુખ્યત્વે જવાબદાર હોય છે જુદી જુદી ‘ચંગાઈ સભા’ (healing prayer). હાલમાં જ આવી જ એક ચંગાઈ સભા વિષે એક મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થયો છે.

    દિવ્ય ભાસ્કરના એક્સક્લુઝિવ અહેવાલમાં ચંદીગઢના રાજપૂત ભવનમાં નિયમિત રીતે યોજાતી આવી ચંગાઈ સભાની વાત કરવામાં આવી છે. તેમના અહેવાલ અનુસાર ચંદીગઢના આ રાજપૂત ભવન કોમ્યુનિટી હોલમાં દરેક રવિવારે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી હીલિંગ પ્રેયરનો કાર્યક્રમ યોજાય છે. જ્યાં ઈસાઈ પાદરી પોતાના અનુયાયીઓને ભેગા કરીને ભટ-પ્રેત ઉતારવાનો અને કેન્સર, અંધાપો જેવી બીમારીઓ અને વિકલાંગતાઓ દૂર કરવાનો દાવો કરતા હતા.

    આ કાર્યક્રમ યોજનાર ઈસાઈ પાદરી પોલ સ્ટાલિન એ પ્રોટેસ્ટંટ ધર્મના વરિષ્ઠ પાદરી છે. તેઓ ભૂત-પ્રેત અને દુષ્ટ આત્માઓને બહાર કાઢવાનો અને જાદુ-ટોણા તોડવાનો દાવો કરે છે. પ્રોટેસ્ટંટ એટલે કે ખ્રિસ્તી સમાજનો એ વર્ગ, જે કેથોલિક ચર્ચ અને તેના ધાર્મિક ગુરુ પોપમાં માનતો નથી. 15મી સદીમાં જ્યારે કેથોલિક ચર્ચ પર શોષણનો આરોપ મૂકવામાં આવ્યો ત્યારે માર્ટિન લ્યુથરે પ્રોટેસ્ટન્ટ ચળવળ શરૂ કરી. લ્યુથરને અમેરિકાનો ધાર્મિક સુધારક માનવામાં આવે છે.

    - Advertisement -

    આ સભાઓમાં મોટા ભાગે ગરીબ અને અભણ અથવા ઓછું ભણેલા લોકો આવતા હોય છે. તથા પાદરી સાથે તેના કેટલાક પહેલાથી સમજાવેલા સહાયકો હાજર હોય છે જે દરેક વાતે હાલેલૂયા હાલેલૂયા કરતા હોય છે.

    કોઈ માણસ ગાંડા કાઢતો હોય તો પાદરી તેની પાસે જઈને તેના માથે હાથ મૂકીને તેને ચકાશે પછી કહે કે આના શરીરમાં દુષ્ટ આત્મા પ્રવેશી છે. પછી તેના પર પવિત્ર પાણી છાંટીને મનમાં કૈક ગણગણીને કોઈ વિધિ કરે છે. એટલામાં એ વ્યક્તિ શાંત થઇ જતા પાદરી કહે છે કે હવે તેના શરીરમાંથી દુષ્ટ આત્મા ચાલી ગઈ છે. બસ આખા હોલમાં હાલેલૂયા હાલેલૂયાના નારા સાંભળવા માંડે છે.

    મુખ્ય પાદરીઓને મળવા 6 મહિનાનું વેઇટિંગ, 1.5 લાખ આપો તો તરત મળે

    ભાષ્કર અનુસાર વરિષ્ઠ પાસ્ટરોને મળવા માટે 6 મહિના સુધી વેઈટિંગ હોય છે. પંજાબમાં ઘણા પાસ્ટરની પ્રાર્થના સભા ખાસ હોય છે, જેની ચર્ચા આખી દુનિયામાં થાય છે. ઉદાહરણ તરીકે પાદરી અંકુર નરુલા, પાસ્ટર બજિન્દર સિંહ, પાસ્ટર અમૃત સંધુ વગેરે. પરંતુ તેમને મળવું સરળ નથી હોતું.

    તેમના જ સહાયકોની વાત માનીએ તો તેમને મળવા માટે 6 મહિના જેટલું વેઇટિંગ હોય છે. ત્યાં સુધી કે મોટા મોટા મંત્રીઓ પણ તેમની મળવા માટે રાહ જોતા હોય છે. ભાષ્કરનાં સૂત્રો મુજબ જો તેઓને ઝડપથી મળવું હોય તો 1.5 લાખ રૂપિયાની ફી આપવી પડે છે. જેટલી ફી વધારે આપો એટલી ઝડપથી મુલાકાત ગોઠવાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં