Saturday, July 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમહીસાગર: 45 હિંદુઓએ એકસાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, ધર્માંતરણ કાર્યક્રમમાં બાલાસિનોરના નવાબ પણ...

  મહીસાગર: 45 હિંદુઓએ એકસાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો, ધર્માંતરણ કાર્યક્રમમાં બાલાસિનોરના નવાબ પણ હાજર, જ્યાં કાર્યક્રમ યોજાયો તે હોટેલ પણ નવાબની

  સામાન્યતઃ કોઈ વ્યક્તિ એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તિત થવા માંગતો હોય તો તેણે સ્થાનિક તંત્ર પાસેથી પરવાનગી લેવાની રહે છે. પ્રશાસન પૂરતી તપાસ બાદ પરવાનગી આપવા અંગે નિર્ણય કરે છે. જોકે, આ મામલામાં સ્થાનિક તંત્ર તરફથી પરવાનગી ન મળી હોવાનું જાણવા મળ્યું છે. 

  - Advertisement -

  મહીસાગર જિલ્લામાં લગભગ 45 જેટલા હિંદુઓનું ધર્માંતરણ થયું હોવાનું સામે આવ્યું છે. આ તમામે હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ ઘટના બાલાસિનોર તાલુકાની છે. આ ધર્માંતરણ જ્યાં થયું તે હોટેલ બાલાસિનોરના નવાબ સલાઉદ્દીન ખાનની હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, તેઓ આ કાર્યક્રમમાં પણ હાજર રહ્યા હોવાનું જમીની સ્તરે તપાસ કરતાં જાણવા મળ્યું હતું. આ ઘટનાની ચર્ચા ગુજરાતભરમાં ચાલી રહી છે.

  અહેવાલો મુજબ ગત રવિવારના રોજ હિંદુઓનું ધર્માંતરણ કરાવવાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બાલાસિનોરના નવાબ સલાઉદ્દીન ખાન પણ હાજર રહ્યા હતા. હિંદુમાંથી બૌદ્ધ ધર્મમાં ધર્મપરિવર્તન કરનાર લોકો નડિયાદ, આણંદ, બાલાસિનોર અને પંચમહાલ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. 

  આ ધર્માંતરણ જે સ્થળે થયું તે હોટલ ગાર્ડન પેલેસ બાલાસિનોરના હાલના નવાબ સલાઉદ્દીન ખાન બાબીની ખાનગી સંપત્તિઓમાંની એક છે.

  - Advertisement -
  તસ્વીર: OpIndia Gujarati

  ધર્માંતરણની ઘટનામાં શંકા ઉપજાવે તેવી બાબતો

  ઑપઈન્ડિયાની ટીમે આ ઘટના અંગે વધુ વિગતો મેળવવા જ્યારે જમીની સ્તરે તપાસ કરી તો બીજી પણ ઘણી વિગતો જાણવા મળી હતી. સૂત્રોએ જણાવ્યા અનુસાર, છેલ્લાં ઘણાં વર્ષોથી આવી પ્રક્રિયાઓ અહીં ચાલી રહી છે અને જેમાં બાલાસિનોર ઉપરાંત વીરપુર તાલુકાના લીમ્બરવાડા, ગાંધારી, પાસરોળા વગેરે ગામોમાં કેટલાક લોકો ફરી-ફરીને બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા રહે છે. આ કાર્યક્રમમાં ધર્માંતરણ કરાવનાર લોકો અમદાવાદ અને વડોદરાથી આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

  તપાસ દરમિયાન ઑપઇન્ડિયાને ધર્માંતરિત કરાયેલા એક જ વ્યક્તિના બે વિડીયો પણ મળી આવ્યા હતા. જેમાં પહેલા વિડીયોમાં તેને બૌદ્ધ ધર્મ અપનાવવા માટેનું કારણ જણાવે છે. તે કહે છે કે, સામાજિક ઉત્થાન માટે તે આમ કરી રહ્યો છે. જે બાદ વિડીયો ઉતારનાર તેને લોભ-લાલચ આપવામાં આવી હોવાનું પૂછે છે, જેની ઉપર તે નકારમાં જવાબ આપે છે. વિડીયોમાં પણ વ્યક્તિ સ્વીકારે છે કે 45 લોકોએ ધર્માંતરણ કર્યું હતું.

  બીજા વિડીયોમાં વ્યક્તિ ધર્માંતરણ કરવા પાછળનું મુખ્ય કારણ હિંદુ ધર્મમાં રહેલી ‘અસમાનતા’ હોવાનું અને જાતિવાદ તથા ભેદભાવ વગેરે હોવાનું કહે છે. તે બૌદ્ધ ધર્મની પ્રશંસા કરતાં એમ પણ કહે છે કે ત્યાં સમાનતા છે. જોકે, પહેલા વિડીયોમાં જે વ્યક્તિ ખચકાતાં બોલતો સંભળાય છે એ બીજા વિડીયોમાં સડસડાટ બોલી જતો જોવા મળે છે.

  પ્રશાસનની પરવાનગી વગર થયું ધર્માંતરણ

  સામાન્યતઃ કોઈ વ્યક્તિ એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તિત થવા માંગતો હોય તો તેણે સ્થાનિક તંત્ર પાસેથી પરવાનગી લેવાની રહે છે. પ્રશાસન પૂરતી તપાસ બાદ પરવાનગી આપવા અંગે નિર્ણય કરે છે. જોકે, આ મામલામાં સ્થાનિક તંત્ર તરફથી પરવાનગી ન મળી હોવાનું જાણવા મળ્યું છે. 

  બીજી તરફ, ધર્માંતરણ કરાવનાર અને કરનાર લોકોની દલીલ અનુસાર, તેમણે એક મહિનાથી આવેદન આપ્યું હતું પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતાં તેમણે ધર્માંતરણ કરી લીધું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે જો એક મહિના સુધી પ્રશાસનની પ્રતિક્રિયા ન મળે તો તેને સાંકેતિક સંમતિ માનવામાં આવે છે. 

  આ દાવાની સત્યતા ચકાસવા માટે ઑપઇન્ડિયાએ મહીસાગર જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ થઇ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળતાં જ સમાચાર અપડેટ કરી દેવામાં આવશે.

  હિંદુ ધર્માંતરણના કાર્યક્રમમાં નવાબ સલાઉદ્દીન ખાનનું શાલ ઓઢાડી સન્માન

  અમારા સુત્રોના જણાવ્યાં અનુસાર જે હોટલ ગાર્ડન પેલેસમાં આ બૌદ્ધ ધર્માંતરણ કાર્યક્રમ થયો તે હોટલ નવાબ સલાઉદ્દીન ખાન બાબીની છે, અને આ કાર્યક્રમ દરમિયાન નવાબ નવાબ સલાઉદ્દીન ખાન પણ ત્યાં હાજર રહ્યા હતા. અને ધર્માંતરણ કાર્યક્રમના આયોજકોએ ચાદર ઓઢાડીને તેમનું સન્માન પણ કર્યું હતું.

  સૂત્રો અનુસાર, કાર્યક્રમ દરમિયાન આયોજકોએ હોટેલના માલિક નવાબ સલાઉદ્દીન ખાનનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. 

  નોંધનીય છે કે બાલાસિનોરમાં છેલ્લા 650 વર્ષથી બાબી વંશના મુસ્લોમ શાસકો રાજ કરતા હતા. 5 વર્ષ પહેલાં નવાબ અહમદ સલાખત ખાનનું ઇન્તકાલ થતા તેમના સ્થાને નવાબઝાદા સલાઉદ્દીન ખાન બાબીની મુસ્લિમ રીતરિવાજ મુજબ તાજપોશી કરવામાં આવી હતી. જે બાદ લુણાવાડાના રાજા સિધ્ધરાજસિંહે રાજતિલક કરતાં નવાબજાદા સલાલુદી્ન બાબીને ‘નવાબ’નો દરજ્જો પ્રાપ્ત થયો હતો. આ તાજપોશી કાર્યક્રમમાં દેશના અનેક રજવાડાઓ સહિત કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ અને અન્ય મોટા કદના નેતાઓ પણ હાજર હતા.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં