Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મિશનરીઓ દ્વારા ખ્રિસ્તી ધર્મ ફેલાવવો ગેરકાયદેસર નથી': તમિલનાડુની ડીએમકે સરકારે સુપ્રીમ કોર્ટમાં...

    ‘મિશનરીઓ દ્વારા ખ્રિસ્તી ધર્મ ફેલાવવો ગેરકાયદેસર નથી’: તમિલનાડુની ડીએમકે સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- ‘લઘુમતીઓ વિરુદ્ધ ધર્માંતરણ વિરોધી કાયદાનો દુરુપયોગ થવાનું જોખમ વધારે છે’

    તમિલનાડુની સ્ટાલિન સરકાર દ્વારા સર્વોચ્ચ અદાલતને જણાવાયું હતું કે "લઘુમતીઓ વિરુદ્ધ ધર્માંતરણ વિરોધી કાયદાનો દુરુપયોગ થવાનું જોખમ વધારે છે. દેશના નાગરિકોને સ્વતંત્રપણે તેમનો ધર્મ પસંદ કરવાની છૂટ હોવી જોઈએ. નાગરિકોની અંગત શ્રદ્ધા અને ગોપનીયતા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી."

    - Advertisement -

    ધર્માંતરણ વિરોધી કાયદાને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે તમિલનાડુ સરકારે સોમવારે (મે 1, 2023) પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું. તમિલનાડુની સ્ટાલિન સરકાર કહે છે કે ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરનારા મિશનરીઓ વિશે કંઈપણ ગેરકાયદેસર નથી, જ્યાં સુધી તેઓ આમ કરવા માટે ગેરકાયદેસર માધ્યમોનો ઉપયોગ કરતા નથી. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારતનું બંધારણ લોકોને ‘શાંતિપૂર્ણ રીતે તેમના ધર્મનો ફેલાવો’ અને ‘તેમની માન્યતાઓ બદલવા’નો અધિકાર આપે છે.

    તમિલનાડુની સ્ટાલિન સરકાર દ્વારા સર્વોચ્ચ અદાલતને જણાવાયું હતું કે “લઘુમતીઓ વિરુદ્ધ ધર્માંતરણ વિરોધી કાયદાનો દુરુપયોગ થવાનું જોખમ વધારે છે. દેશના નાગરિકોને સ્વતંત્રપણે તેમનો ધર્મ પસંદ કરવાની છૂટ હોવી જોઈએ. નાગરિકોની અંગત શ્રદ્ધા અને ગોપનીયતા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.”

    સુપ્રીમ કોર્ટમાં ભાજપના નેતા અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં બળજબરીથી કરવામાં આવેલા ધર્માંતરણ સામે સીબીઆઈ તપાસ અને ધર્માંતરણ વિરોધી કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવાની માંગ કરવામાં આવી હતી. આના પર, તમિલનાડુ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી બળજબરીથી ધર્મ પરિવર્તનનો કોઈ મામલો સામે આવ્યો નથી.

    - Advertisement -

    સ્ટાલિન સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણની કલમ 25 દરેક નાગરિકને તેના ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે. તેથી, ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરનારા મિશનરીઓની ક્રિયાઓને કાયદા વિરુદ્ધ જોઈ શકાય નહીં. જો તે નૈતિકતા, સ્વાસ્થ્ય જેવી બાબતોની વિરુદ્ધ હોય તો તેને ગંભીરતાથી લેવી જોઈએ.

    આ સાથે, રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે રાજ્યોના વિવિધ ધર્માંતરણ વિરોધી કાયદાઓ હેઠળ સજા અંગે કોઈ ડેટા નથી. નાગરિકો જે ધર્મને અનુસરવા માગે છે તે પસંદ કરવા માટે સ્વતંત્ર છે. અરજદારની ટીકા કરતાં સરકારે વધુમાં કહ્યું કે ખ્રિસ્તી મિશનરીઓને નિશાન બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં