Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટીવી ચેનલોમાં એક્ઝિટ પોલ આવશે, પણ કોંગ્રેસ પ્રવક્તાઓ નહીં આવે: પાર્ટીએ કહ્યું-...

    ટીવી ચેનલોમાં એક્ઝિટ પોલ આવશે, પણ કોંગ્રેસ પ્રવક્તાઓ નહીં આવે: પાર્ટીએ કહ્યું- 4 જૂન સુધી ડિબેટમાં ભાગ નહીં લઈએ, TRPથી માંડીને જાતજાતનાં કારણ આપ્યાં

    એક્ઝિટ પોલ્સ કંઈ આ જ ચૂંટણીથી શરૂ થયા હોય તેમ નથી. આ એક વર્ષોથી ચાલતી આવતી અને જ્યારથી ટીવી મીડિયા આવ્યું ત્યારથી તો નિયમિત ચાલતી આવતી પરંપરા છે. કોંગ્રેસે ભૂતકાળમાં આ પ્રકારની ડિબેટમાં ભાગ લીધો જ છે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીને હરાવી દઈને સત્તા પર બેસવાનાં બણગાં ફૂંકી ચૂકેલી કોંગ્રેસ પાર્ટીએ હવે એક નવી જાહેરાત કરીને બધાને વિચારમાં પાડ્યા છે. કોંગ્રેસે એક્ઝિટ પોલ જાહેર થાય ત્યારની એક પણ ટીવી ડિબેટમાં પ્રવક્તાઓને ન મોકલવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે શનિવારે (1 જૂન) અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય તેની સાથે જ એક્ઝિટ આવવાના શરૂ થઈ જશે અને સરકાર કોની બનશે તેનાં અનુમાનો લગાવવાનું શરૂ થઈ જશે. 

    કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, ‘મતદારોએ પોતાનો મત આપી દીધો છે અને મતદાનનાં પરિણામો મશીનોમાં બંધ થઈ ગયાં છે. 4 જૂને પરિણામ સૌની સામે હશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની નજરમાં પરિણામ ઘોષિત થવા પહેલાં કોઇ પણ પ્રકારનાં સાર્વજનિક અનુમાન લગાવીને ધમાસાનમાં ભાગ લઈને TRPના ખેલનું કોઇ ઔચિત્ય નથી. કોઇ પણ ચર્ચાનો મકસદ દર્શકોનું જ્ઞાનવર્ધન કરવાનો હોય છે. કોંગ્રેસ પાર્ટી 4 જૂનથી ડિબેટમાં ફરીથી સહર્ષ ભાગ લેશે.’

    અહીં રસપ્રદ વાત એ પણ છે કે એક્ઝિટ પોલ્સ કંઈ આ જ ચૂંટણીથી શરૂ થયા હોય તેમ નથી. આ એક વર્ષોથી ચાલતી આવતી અને જ્યારથી ટીવી મીડિયા આવ્યું ત્યારથી તો નિયમિત ચાલતી આવતી પરંપરા છે. અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય ત્યારબાદ તમામ ટીવી ચેનલો જે-જે એજન્સી સાથે ટાઇઅપ હોય તેની સાથે મળીને જે ડેટા એકઠો કર્યો હોય તેની ઉપરથી એક્ઝિટ પોલ્સ જાહેર કરે છે. 

    - Advertisement -

    એક્ઝિટ પોલ્સ સાચા જ પડે એવું હોતું નથી પણ મોટેભાગે ચિત્ર ખબર પડી જાય છે. જોકે, ઘણી ચૂંટણીઓમાં બન્યું છે કે એક્ઝિટ પોલ્સમાં જેની સરકાર બનતી હોય તે પાર્ટી બહુમતી માટે રહી પણ જાય, પણ આમ જોવા જઈએ તો તેનાથી ઘણુખરું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. સંભવતઃ કોંગ્રેસને પણ પરિણામનો આભાસ થઈ ગયો હોવો જોઈએ. બાકી ભૂતકાળમાં તેમણે એક્ઝિટ પોલ્સની ચર્ચામાં ભાગ પણ લીધો છે અને જે ચૂંટણીઓમાં તેમના પક્ષે સારું અનુમાન થયું હોય તેવા પોલ્સને વધાવ્યા પણ છે. 

    આ ચૂંટણીમાં કોંગ્રેસ પહેલેથી જ હતાશ જોવા મળી રહી છે ત્યારે આ એક નવા નિર્ણયે ફરીથી પ્રશ્નો ઉપજાવ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં