Thursday, April 18, 2024
More
    હોમપેજરાજકારણ'ક્લબની ચૂંટણીમાં પણ આવું થતું નથી…', 'ખબર નથી કે કોણ મત આપવાના...

    ‘ક્લબની ચૂંટણીમાં પણ આવું થતું નથી…’, ‘ખબર નથી કે કોણ મત આપવાના છે, તો પછી કોંગ્રેસ પ્રમુખ કેવી રીતે ચૂંટાશે?’: પક્ષના વરિષ્ઠ નેતાએ ઉઠાવ્યા પ્રશ્ન

    "જો કોઈ આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માંગે, તો નિયમો અનુસાર, તેને 10 પ્રસ્તાવકોની જરૂર પડશે. જો તેને ખબર નથી કે મતદાર યાદીમાં કોણ છે, તો શું તે આ માટે દેશભરમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયો દોડ લગાવશે?"

    - Advertisement -

    લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે કોંગ્રેસમાં પ્રમુખ પદ માટેની ચૂંટણી જાહેર થઈ છે. આ ચૂંટણી માટે 17 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે જ્યારે બે દિવસ બાદ એટલે કે 19 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. જો કે આ ચૂંટણીને લઈને પક્ષના નેતાઓએ બળવાખોર વલણ દાખવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ ચૂંટણીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે.

    મનીષ તિવારીકહ્યું છે કે મતદાર યાદી વિના કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદ માટે નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થશે? તેમણે માંગ કરી છે કે નિષ્પક્ષ ચૂંટણી માટે પાર્ટીના મતદારનું નામ અને સરનામું પ્રસિદ્ધ કરવામાં આવે. વાસ્તવમાં, કોંગ્રેસના ‘સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી’ના વડા મધુસૂદન મિસ્ત્રીના નિવેદન બાદ મનીષ તિવારીએ ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉભા કર્યા છે. મિસ્ત્રીએ કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે મતદાર યાદી જાહેર કરવામાં આવશે નહીં.

    મધુસૂદન મિસ્ત્રીના આ નિવેદન અંગે મનીષ તિવારીએ ટ્વીટ કર્યું અને કહ્યું, “મધુસૂદન મિસ્ત્રી જી, હું ખૂબ જ આદર સાથે પૂછવા માંગુ છું કે જ્યાં સુધી મતદાર યાદી જાહેરમાં ઉપલબ્ધ નથી, ત્યાં સુધી નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી કેવી રીતે થઈ શકે? નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણીનો સાર એ છે કે તમામ મતદારોના નામ અને સરનામા પાર્ટીની વેબસાઈટ પર પારદર્શક રીતે પ્રકાશિત કરવામાં આવે.”

    - Advertisement -

    તેમણે એમ પણ કહ્યું, “હું ખૂબ સન્માન સાથે કહેવા માંગુ છું કે ક્લબની ચૂંટણીમાં પણ આવું થતું નથી. નિષ્પક્ષતા અને પારદર્શિતાના હિતમાં, હું તમને વ્યક્તિગત રીતે કોંગ્રેસની વેબસાઇટ પર મતદારોની સંપૂર્ણ યાદી જાહેર કરવા વિનંતી કરું છું.”

    મનીષ તિવારીએ તેમના આગામી ટ્વીટમાં કહ્યું, “જો કોઈ આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માંગે છે, તો નિયમો અનુસાર તેને 10 પ્રસ્તાવકોની જરૂર છે. જો તેમને મતદાર યાદીમાં કોણ છે તેની પણ ખબર ન હોય તો શું તેઓ દેશભરમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયો સુધી દોડશે? આવી સ્થિતિમાં, કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળ તેમના નામાંકનને આ આધાર પર રદ કરશે કે પ્રસ્તાવક આ ચૂંટણી માટે માન્ય મતદાર નથી.”

    નોંધનીય છે કે મનીષ તિવારી એવા પહેલા વ્યક્તિ નથી કે જેમણે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા હોય. આ પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ સવાલો ઉઠાવી ચૂક્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં