Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ જોવા માંગેછે ઈમરજન્સી: કંગનાને કહી ભાજપની એજન્ટ, કર્યો ઇન્દિરા ગાંધી બનવાનો...

    કોંગ્રેસ જોવા માંગેછે ઈમરજન્સી: કંગનાને કહી ભાજપની એજન્ટ, કર્યો ઇન્દિરા ગાંધી બનવાનો વિરોધ, કહ્યું પહેલા અમને ફિલ્મ બતાવો

    કંગના રણોત ફિલ્મ ઈમરજન્સીમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ 1975માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં ઈમરજન્સીની ઘોષણા પર આધારિત છે.

    - Advertisement -

    કોંગ્રેસ જોવા માંગેછે ઈમરજન્સી, કોંગ્રેસે બોલિવૂડ અભિનેત્રી કંગના રણોતની આગામી ફિલ્મ ઈમરજન્સી સામે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે ફિલ્મના નિર્માતા-નિર્દેશકને ઇમરજન્સી ફિલ્મ રિલીઝ પહેલા તેમને બતાવવાની માંગ કરી છે. કોંગ્રેસ જોવા માંગેછે ઈમરજન્સી કારણકે કોંગ્રેસનું માનવું છે કે આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાનની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના મીડિયા વિભાગના ઉપાધ્યક્ષ સંગીતા શર્માએ તો કંગના રનૌતને બીજેપીની એજન્ટ ગણાવી હતી . આ અંગે, બીજેપીએ કથિત રીતે કહ્યું કે કોંગ્રેસે ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે કારણ કે તેઓ નર્વસ છે.

    કંગના રણોત ફિલ્મ ઈમરજન્સીમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ 1975માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં ઈમરજન્સીની ઘોષણા પર આધારિત છે. ભારતમાં 25 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધી એટલે કે 21 મહિના માટે કટોકટી લાદવામાં આવી હતી.

    હાલમાં જ કંગનાએ ફિલ્મ ‘ઇમરજન્સી’નું ફર્સ્ટ લુક અને ટીઝર રિલીઝ કર્યું હતું . કંગના રણોત ફિલ્મ ‘ઇમરજન્સી’ના ફર્સ્ટ લુકમાં બિલકુલ ઇન્દિરા ગાંધી જેવી જ દેખાય છે. ફિલ્મમાં અભિનયની સાથે કંગના તેને પ્રોડ્યુસ પણ કરી રહી છે. આટલું જ નહીં ફિલ્મ ડાયરેક્ટર પણ તે પોતેજ છે. આ ફિલ્મ તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. ખાસ વાત એ છે કે કંગનાએ પોતે ફિલ્મ ‘ઇમરજન્સી’ લખી પણ છે. એકંદરે તેને કંગનાની ફિલ્મ કહેવું ખોટું નથી. કોંગ્રેસ આવનાર ફિલ્મનો વિરોધ કરતી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ બીજેપીએ કહ્યું કે કોંગ્રેસે ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે કારણ કે તેઓ નર્વસ છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, 25 જૂન, 1975 ની રાત્રે, દેશવાસીઓ પર અચાનક અને કારણ વગર કટોકટી લાદવામાં આવી હતી . ચોક્કસપણે આ દુર્ઘટનાને ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય કહી શકાય. ઈમરજન્સી દરમિયાન આખો દેશ એક વિશાળ જેલખાનામાં ફેરવી દેવામાં આવ્યો હતો. 25 જૂન, 1975ની સવારે ઓલ ઈન્ડિયા રેડિયો પર તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના અવાજમાં પ્રસારિત થયેલો સંદેશ આખા દેશે સાંભળ્યો. આ સંદેશમાં ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે “ભાઈઓ અને બહેનો! રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. પરંતુ સામાન્ય લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં