Friday, December 6, 2024
More
    હોમપેજદેશસંસદમાં કોંગ્રેસ અને રસ્તાઓ પર મુસ્લિમોની ભીડ: વક્ફ બિલને રોકવાના થઈ રહ્યા...

    સંસદમાં કોંગ્રેસ અને રસ્તાઓ પર મુસ્લિમોની ભીડ: વક્ફ બિલને રોકવાના થઈ રહ્યા છે અઢળક પ્રયાસો, કોંગી નેતાએ કહ્યું- વેચો મંદિરોનું સોનું

    મૌલાના તૌકીર રઝાએ ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે, "જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે એટલી તાકાત સાથે આવીશું કે સરકારનો આત્મા ધ્રૂજી ઉઠશે." મૌલાનાએ ખુલ્લા મંચ પરથી આ જાહેરાત કરી હતી.

    - Advertisement -

    વક્ફ સુધારણા બિલ અધિનિયમને રોકવા માટે કોંગ્રેસ સડકથી લઈને સંસદ સુધી તમામ જગ્યાએ પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસી નેતાઓ એવા મૌલાનાઓ સાથે બેસી રહ્યા છે જે મુસ્લિમોનું ટોળું ભેગું કરીને લોકોમાં નફરત ફેલાવે છે. આ જ મૌલાનાઓ દ્વેષપૂર્ણ નિવેદનો કરી રહ્યા છે અને લોકોને ભડકાવી પણ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના સાંસદો બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં આગળ વધવા દેતા નથી અને મંદિરોનું સોનું વેચવાની પણ વાત કરી રહ્યા છે.

    આ જ દરમિયાન સહારનપુરના કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે રાજસ્થાનના જયપુરમાં મુસ્લિમોનું મોટું ટોળું એકઠું કર્યું હતું. આ ટોળું રવિવારે (10 નવેમ્બર, 2024) એકઠું થયું હતું. દરમિયાન મુસ્લિમોને વક્ફ બિલના નામે ડરાવવામાં આવ્યા હતા. નફરતભર્યા નિવેદનો આપનાર મૌલાના તૌકીર રઝાને પણ આ સભામાં બોલાવવામાં આવ્યા હતા.

    સાંસદ ઈમરાન મસૂદે વક્ફ બિલને મુસ્લિમો પરનો સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો. ઈમરાન મસૂદે જયપુરમાં કહ્યું હતું કે, એ આ બિલને સ્વીકારતા નથી. ઉલ્લેખનીય છે કે, ઈમરાન મસૂદ વક્ફ બિલ પર બનાવાયેલી JPC કમિટીના સભ્ય છે. તેઓ JPCમાં બિલનો સતત વિરોધ કરી રહ્યા છે. તેમની સાથે અન્ય મુસ્લિમ સાંસદો પણ હાજર હતા.

    - Advertisement -

    મૌલાના તૌકીર રઝાએ જયપુરમાં એકઠા થયેલા મુસ્લિમોને કહ્યું કે, તેમણે પોતાની તાકાત બતાવવી પડશે. મૌલાના તૌકીર રઝાએ મુસ્લિમોને સંસદને ઘેરી લેવા અને તેમની મરજી મુજબ કાયદા બનાવવા માટે દબાણ ઊભું કરવાનું કહ્યું છે. તેમણે વક્ફ બિલને એક ભૂલ ગણાવી હતી અને સરકારના લોકોની ધરપકડ કરવાની વાત પણ કરી હતી.

    મૌલાના તૌકીર રઝાએ ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે, “જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે એટલી તાકાત સાથે આવીશું કે સરકારનો આત્મા ધ્રૂજી ઉઠશે.” મૌલાનાએ ખુલ્લા મંચ પરથી આ જાહેરાત કરી હતી, જ્યાં બીજા ઘણા મુસ્લિમ મૌલાનાઓ અને મોટા નેતાઓ પણ બેઠા હતા.

    જ્યાં એક તરફ મૌલાના તૌકીર રઝા આવા ભાષણ આપી રહ્યા છે, તો બીજી તરફ ટીવી પર કોંગ્રેસના લોકો મંદિરોનું સોનું વેચવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા કમરુઝમાન ચૌધરીએ એક ટીવી ડિબેટમાં કહ્યું હતું કે, મંદિરોમાં રહેલું સોનું વેચી નાખવું જોઈએ, સોનું વેચવાથી દેશનું દેવું માફ થઈ જશે.

    નોંધનીય છે કે, એક તરફ કર્ણાટકમાં કોંગ્રેસ પોતે વક્ફનો પ્રકોપ ભોગવી રહી છે અને બીજી તરફ પોતે જ વક્ફ બિલનો વિરોધ કરી રહી છે. તાજેતરમાં જ કર્ણાટકમાં વક્ફ બોર્ડે ખેડૂતોની સેંકડો એકર જમીન અંગે ખેડૂતોને નોટિસ મોકલી દીધી હતી. આ ઘટનાને લઈને સિદ્ધારમૈયા સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

    સિદ્ધારમૈયા સરકારે તાજેતરમાં વક્ફ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ પાછી ખેંચી લેવાનો આદેશ પણ આપ્યો હતો. કર્ણાટકમાં વક્ફના અતિક્રમણના ઘણા મામલા ઉજાગર થઈ રહ્યા છે. આ બાબતે તાજેતરમાં ઝપાઝપી પણ થઈ હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જોકે, તેમ છતાં કોંગ્રેસના નેતાઓ મુસ્લિમોને રસ્તાઓ પર એકઠા કરવામાં વ્યસ્ત છે અને તેના સાંસદો JPCમાં વક્ફને રોકવા માંગે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં