Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'DJને કારણે જ દીકરીઓ ભાગી જાય છે' - ગેનીબેન ઠાકોર: કોંગ્રેસ ધારાસભ્યએ...

    ‘DJને કારણે જ દીકરીઓ ભાગી જાય છે’ – ગેનીબેન ઠાકોર: કોંગ્રેસ ધારાસભ્યએ ઠાકોર સમાજના લોકોને આપી સુફિયાણી સલાહ, કહ્યું- ‘…એવી દીકરીઓને ઘરે જ ના લાવો’

    અત્રે ઉલ્લેખનીય છે કે, 2 વર્ષ પહેલા જ લવ મેરેજના કાયદામાં સુધારો કરવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તાત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો હતો.

    - Advertisement -

    બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ઠાકોર સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમને સમાજ સુધારણાની વાત પર લોકોને લગ્નપ્રસંગમાં DJ વગાડવાનો બહિષ્કાર કરવાની સલાહ આપી હતી.

    નોંધનીય છે કે વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. અહેવાલો મુજબ ભાભર ખાતેના પ્રસંગમાં તેઓએ કહ્યું હતું કે, “રાતે તમે ડીજે વગાડો એ નાચવાવાળા સંસ્કૃતિ વિરુદ્ધના ગીતો ગાય, કલાકારો રાતના 2 વાગ્યા સુધી નાચે, કલાકારોના કાર્યક્રમોમાં આમંત્રણ આપેલા લોકો આવે અને આમંત્રણ ન આપેલા લોકો પણ આવે છે. સૌથી ખરાબ ઘટનાઓ અને નાસી જવાની ઘટનાઓ બનતી હોય તો ક્યાંકને ક્યાંક DJ જ જવાબદાર છે.”

    સાથે જ કોંગ્રેસ નેતાએ ભારપૂર્વક કહ્યું હતું કે, “જે સમાજ દીકરીઓની આબુરું-સુરક્ષા ઇચ્છતા હોય એ મહેરબાની કરીને પ્રસંગોમાં DJ ન લાવે.” ઠાકોર સમાજને બીજી એક સલાહ આપતા ગેનીબેને કહ્યું, “નવયુગલ પતિ-પત્ની કમાતા ન થાય ત્યાં સુધી પોતાના ઘરે પારણું ન બાંધે.”

    - Advertisement -

    ભાભરમાં ઠાકોર સમાજના સમુહલગ્નમાં 34 નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત અનેક આગેવાનો અને ઠાકોર સમાજના લોકો સમુહલગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. 

    આ પહેલા પણ DJ પર પ્રતિબંધ મુકવાની કરી ચુક્યા છે માંગ

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગેનીબેન ઠાકોર DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા આહવાન કરી ચૂક્યા છે. તેઓએ અગાઉ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, DJ વગર લગ્નના ફેરા ફરવા ના પાડનાર દિકરા- દિકરીઓની જીદ સામે માતા પિતાએ પોતાનાં દિકરા- દિકરીઓ સમજાવવાના પ્રયાસો કરવા પડશે. DJ ના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. સાથે સાથે DJ ના કારણે જીવજંતુને પણ આડ અસરો થાય છે.

    આ સાથે જ કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, “DJ વગર લગ્નના ફેરા ફરવાની ના પાડતી દીકરીઓને ઘરે લાવવાનું શું કામ!”

    પ્રેમલગ્ન વિરુદ્ધ કાયદો લાવવાના હિમાયતી છે ગેનીબેન

    ભૂતકાળમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રેમલગ્નના કાયદાની માંગ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, “જ્યારે આંતરસમાજમાં લગ્ન થતા હોય ત્યારે સમાજના પંચોની હાજરી પણ ફરજિયાત કરવી જોઇએ. જો પંચ અનુમતિ આપે તો જ આવા આંતરજ્ઞાતિય લગ્નોને બહાલી આપવી જોઇએ.”

    અત્રે ઉલ્લેખનીય છે કે, 2 વર્ષ પહેલા જ લવ મેરેજના કાયદામાં સુધારો કરવા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તાત્કાલિન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં